દિવાળી પહેલા સપનામાં આ વસ્તુઓ દેખાય તો સમજો ખૂલી ગયા ભાગ્યના દ્વાર: મા લક્ષ્મી કરાવશે ધનલાભ

Diwali 2025 Dreams Auspicious Sign: ઊંઘમાં સપનું ન આવ્યું હોય એવી વ્યક્તિની શોધ કરવી લગભગ મુશ્કેલ છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમા અનેકવાર સપનું જોતો હોય છે. સપનામાં ઘણી આકૃતિઓ દેખાતી હોય છે. દરેક આકૃતિ આપણને જુદો જુદો સંકેત આપે છે. આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જો તમને દિવાળી પહેલા કોઈ સપનું આવે છે અને કોઈ નિશ્ચિંત આકૃતિઓ દેખાય છે. તો તેનો અર્થ સમજવો જરૂરી છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ આ દિવસો દરમિયાન સપનામાં દેખાતી કેટલીક આકૃતિઓ ધનની દેવી માતા લક્ષ્મીની કૃપાનો સંકેત હોય છે. આ આકૃતિઓ કઈ કઈ હોય છે, આવો જાણીએ.
સપનામાં ધાર્મિક ચિહ્નોનું દેખાવું શુભ સંકેત
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો તમને સપનામાં સ્વસ્તિક એટલે કે સાથિયાનું ચિહ્ન દેખાય તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. જો દિવાળી પહેલાની કોઈ રાત્રે તમને સપનામાં ॐ, સ્વસ્તિક(સાથિયો), શંખ જેવી આકૃતિઓ દેખાય તો તેને ઘણુ સારુ ગણવામાં આવે છે. આ ચિહ્નો તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ થવાનો સંકેત આપે છે. તેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ પણ મજબૂત થાય છે. આ સપનું તમારા પરિવારમાં સકારાત્મક ઊર્જાનો પ્રસાર કરવાની પણ પ્રતિક છે.

જો દિવાળી પહેલા સપનામાં મંદિર દેખાય અથવા તમે મંદિરમાં પ્રવેશી રહ્યા છો, એવું દેખાય તો એ તમને તમારી મહેનતનું ફળ મળશે તથા તમારા અધૂરા કાર્યો પૂરા થશે, એવો સંકેત આપે છે. સપનામાં દેખાયેલું મંદિર તમારી આદ્યાત્મિક ઉન્નતિનો પણ સંકેત આપે છે.
કૂળદેવીના દર્શન ખોલશે ભાગ્યના દ્વાર
હિન્દુ સનાતન ધર્મમાં ગાય માતાને સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક ગણવામાં આવે છે. તેથી જો દિવાળી પહેલા તમે સપનામાં પોતાના ગાય દોહતા અથવા દૂધ ભેગું કરતા જુઓ છો, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેત જીવનમાં ધનની વૃદ્ધિ થવાનો સંકેત આપે છે. આ સપનું સૂચવે છે કે, માતા લક્ષ્મી તમારી ઉપર પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારું ભાગ્ય બદલાવાનું છે.
જો તમને સપનામાં દીવો દેખાય તો સમજો કે, માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં સ્થિરતા, શાંતિ અને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થવાની છે. આ સપનું દર્શાવે છે કે તમારા જીવનમાંથી મુશ્કેલીઓ જલદી દૂર થવાની છે. આ સિવાય તમને જો સપનામાં તમારા કૂળદેવતા કે કૂળદેવીના દર્શન થાય અને તેમના આશીર્વાદ મળે તો સમજો કે તમારા ભાગ્યના દરવાજા ખૂલી ગયા છે. આ સપનું તમારી મનોકામના જલ્દી પૂરી થવાનો સંકેત છે. આ સપનું નોકરીવાંચ્છુકને નોકરી અને કૂવારા લોકોને જીવનસાથીની શોધ પૂરી થવાનો સંકેત પણ આપે છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી પૌરાણિક કથાઓ અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)