સ્પેશિયલ ફિચર્સ

54 દિવસમાં બસમાં આગ લાગવાથી 35 લોકોએ જીવ ગુમાવ્યા, જાણો બસ અકસ્માત પછી આગ લાગવાના મુખ્ય કારણો?

દેશમાં હવે શિયાળો પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારોમાં શિયાળાના કારણે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જેના કારણે ગ્રેટર નોઈડા તથા દિલ્લી-આગ્રા એક્સપ્રેસવે પર અકસ્માતો સર્જાયા છે. દિલ્હી-આગ્રા એક્સપ્રેસવે પર સર્જાયેલા અકસ્માતમાં તો બસમાં આગ લાગી હતી.

છેલ્લા દોઢેક મહિનાથી વધુ સમયમાં વિવિધ બનાવમાં બસમાં આગ લાગ્યા પછી 35 લોકોનાં મોત થયા છે. અમુક સંજોગોમાં ઘણા લોકોએ બસની બારી તોડીને પોતાનો જીવ પણ બચાવ્યો હતો, જ્યારે 13 લોકોના મૃત્યુ થયા છે. બસ અકસ્માત થાય ત્યારે આગ કેમ લાગે છે? બસમાં સવાર તમામ લોકો કેમ પોતાનો જીવ બચાવી નથી શકતા? એ જાણી લેવું પણ જરૂરી છે.

આપણ વાચો: આંધ્ર પ્રદેશમાં ભયાનક અકસ્માત: ખાનગી બસમાં આગ લાગતા ૩૨ લોકોના જીવતા ભૂંજાઈ જવાની આશંકા…

પ્રવાસીઓ કેમ બસમાંથી બહાર નથી નીકળી શકતા

બસમાં આગ લગાડવામાં તેનું ઇન્ટીરિયર વધારે જવાબદાર બને છે. વધારે કમાણી કરવાના ચક્કરમાં ઘણી બસોમાં તેની ક્ષમતા કરતા વધારે સીટ લગાવવામાં આવે છે. વધુ સીટ લગાવવાના કારણે બસમાં વધારે જગ્યા રહેતી નથી. આ સિવાય, બસની સીટ અને છત એવા ફોમ અને રેક્ઝિનની બનેલી હોય છે.

જે બહુ ઝડપથી આગ લાગે છે, તેથી જ્યારે બસમાં આગ લાગે છે, ત્યારે અફરા-તફરી સર્જાય છે અને બસમાં બેસેલા મુસાફરો બસની બહાર નીકળી શકતા નથી. આ ઉપરાંત શોક સર્કિટના કારણે બસના દરવાજા લોક થઈ જાય છે. જેના કારણે પણ મુસાફરોનો જીવ જોખમમાં મૂકાય છે. આ સિવાય બસનું ઇન્ટીરિયર પર આગને વધારે છે.

આપણ વાચો: રાપરના કાનમેર નજીક ખાનગી લકઝરી બસમાં આગ: તમામ ઉતારુઓ સુરક્ષિત

પાંચ મિનિટમાં લાગે છે આગ

ફાયર બ્રિગેડ વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર, આગ લાગવાની 30 સેકન્ડથી પણ ઓછા સમસમયમાં પરિસ્થિતિ કાબૂની બહાર જઈ શકે છે. ફક્ત પાંચ મિનિટમાં બસનું તાપમાન એટલું વધી જાય છે કે, બસની અંદરની દરેક વસ્તુ સળગવા લાગે છે. ગરમીના કારણે કપડાં ઓગળવા લાગે છે અને તે ચામડી સાથે ચોટી જાય છે. પરિણામે આવી દુર્ઘટનામાં કોઈનો જીવ બચવાની શક્યાતા રહેતી નથી.

ગૂંગળામણના કારણે જાય છે લોકોનો જીવ

જ્યારે બસમાં આગ લાગે છે, ત્યારે ગણતરીની સેકન્ડમાં તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરતાંય વધી જાય છે. આંખોના લેવલ પર આ ગરમી 600 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. એવામાં બસની અંદરની હવા ઝેરી અને જીવલેણ બની જાય છે. જો દરવાજો લોક થઈ જાય તો બસ ગેસ ચેમ્બરમાં ફેરવાઈ જાય છે. તેથી ધુમાડા અને ઝેરી ગેસના કારણે લોકો ગૂંગળામણ અનુભવે છે અને પરિણામે લોકોનું મૃત્યુ થાય છે.

24 ઓક્ટોબરના આંધ્ર પ્રદેશના કુરનુલમાં ચાલતી બસમાં આગમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે જયપુરમાં એક બસમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેમાં બે જણનાં મોત થયા હતા. ઉપરાંત, 24 નવેમ્બરના ગ્વાલિયર-ગુડગાંવ નજીકમાં પન્ના જઈ રહેલી બસના ટાયરમાં આગ લાગ્યા પછી બસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ ભોગ બન્યા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button