Anand Mahindraને કેમ જોવા છે આરટીઓ ઈન્સ્પેકટરના હાવભાવ? પોસ્ટ કરીને પોતે જ કહ્યું કારણ…
રસ્તા પર તમે જાત જાતની અલગ અલગ મોડેલની મોડિફાઈડ કરેલી કાર તમે દોડતી જોઈ છે, પણ શું તમે ક્યારે ટુ સીટર સોફાને કારની જેમ રસ્તા પર દોડતો જોયો છે? હવે આ સવાલ સાંભળીને તમે કહેશો કે રહેવા દો ને ભાઈ હવે. સોફા તો ભાઈ લિવિંગ હોલમાં જ સારા લાગે એ વળી કંઈ રસ્તા પર દોડતા હશે?
પરંતુ, ભાઈ આવું હકીકતમાં બન્યું છે અને ખુદ ઉદ્યોગપતિ Anand Mahindraએ સોશિયલ મીડિયા પર આ અનોખી સોફા કમ કારનો વીડિયો શેર કર્યો છે. આ સોફો રસ્તા પર એકદમ સ્પીડથી દોડી રહ્યો છે અને એ પણ ખાલી નહીં, બે જણ એના પર બેઠા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને Anand Mahindraએ આ વીડિયો શેર કરીને ખૂબ જ મોટી વાત પણ કહી દીધી છે આવો જોઈએ શું કીધું આનંદ મહિન્દ્રાએ…
એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે Anand Mahindra સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેઓ અવારનવાર મોટિવેશનલ કે યુનિક કહી શકાય એવા વીડિયો શેર કરતાં જોવા મળે છે. Anand Mahindraએ કરેલી પોસ્ટ ગણતરીની સેકન્ડમાં વાઈરલ થઈ જાય છે. હાલમાં જ ઉદ્યોગપતિ Anand Mahindraએ પોતાના એક્સ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં ગેરેજમાંથી બે જણ સોફા પર બેસીને બહાર નીકળે છે અને આ સોફા રસ્તા પર એકદમ કાર કે બીજા કોઈ વાહનની જેમ દોડવા અને ટર્ન લેવા લાગે છે. આ વીડિયોમાં આ અનોખી કાર બનાવવાની આખી પ્રોસેસ પણ દેખાડવામાં આવી છે.
Anand Mahindraએ આ વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમાં એકદમ મજેદાર વાત પણ કહી છે કે આ એકદમ મજેદાર પ્રોજેક્ટ છે. Happy Driving Kids, હું જોવા માંગુ છું કે જ્યારે આ અનોખા વાહનને રજિસ્ટર કરાવવા માટે જશે તો હું ભારતના RTO Inspectorના ચહેરાના હાવભાવ જોવા માંગીશ…
આ વીડિયો જોત જોતામાં જ સોશિયલ મીડિયા પર એકદમ આગની જેમ ફેલાઈ ગયો અને લોકો આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયો સાડાચાર લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકો આ વીડિયો પર કમેન્ટ્સ કરી ચૂક્યા છે.