WhatsApp પર તમે પણ કરો છો આ કામ તો પહોંચી જશો જેલના સળિયા પાછળ…
સોશિયલ મીડિયા ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp)સૌથી વધુ ઉપયોગમાં લેનારું પ્લેટફોર્મ બની ગયું છે. મોટી સંખ્યામાં લોકો પોતાના રોજિંદા જીવનમાં છુટથી વોટ્સએપનો ઉપયોગ કરતાં રહે છે.
પરંતુ આ એપ ઉપયોગમાં લેતાં પહેલાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આજે અમે અહીં તમને આવી જ એક ભૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કારણે તમે જેલના સળિયા પાછળ પહોંચી જશો.
વોટ્સએપ પર લોકો મોટા પ્રમાણમાં ફોટોઝ, વીડિયો અને બીજી અનેક ફાઈલ્સ વગેરે શેર કરતાં હોય છે. આ સિવાય વીડિયો કોલ, ઓડિયો કોલ અને ટેક્સ્ટ મેસેજ વગેરે કરી શકાય છે.
આપણ વાંચો: વોટ્સએપ હેકઃ 100થી વધુ યુવતી સાથે છેતરપિંડી કરનારો મધ્ય પ્રદેશથી ઝડપાયો
પરંતુ આ પ્લેટફોર્મ પર કરેલી કેટલીક ભૂલ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે કેટલાક કિસ્સામાં તો વોટ્સએપ ગ્રુપમાં બીજા દ્વારા કરવામાં આવેલી ભૂલ માટે પણ તમારે સજા ભોગવવાનો વારો આવી શકે છે.
જો તમે એવા સ્ટેટસ કે પોસ્ટ શેર કરો છે જેને કારણે સામાજિક માહોલ ડહોળાય છે કે મતભેદ થાય તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. પોસ્ટના રિપોર્ટ બાદ તમારું વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થઈ શકે છે. હિંસા ભડકાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ સિવાય તમે જો વોટ્સએપ પર અશ્લીલ મેસેજ, કન્ટેન્ટ શેર કરો છો તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે અને તમને જેલ પણ થઈ શકે છે.
આપણ વાંચો: વોટ્સએપ: અપડેટ ને આવિષ્કાર પછી અલવિદા?
વોટ્સએપ પર જો તમે લોકો સાથે કોઈ સ્કેમ કરો છો તો ફરિયાદ બાદ પહેલાં તો તમારું એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે અને બાદમાં પોલીસ તમારી ધરપકડ પણ કરી શકે છે.
હવે તમને થશે કે વોટ્સએપ તો એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સાથે આવે છે તો તમે મોકલાવેલા મેસેજ વિશે પોલીસને કઈ રીતે માહિતી મળે છે તો તમારી જાણ માટે કે કોઈ વ્યક્તિ તમે મોકલેલા મેસેજને આધાર બનાવીને પોલીસમાં તમારી સામે ફરિયાદ નોંધાવે છે તો આવા કિસ્સામાં તમારી સામે લીગલ એક્શન લેવામાં આવી શકે છે.
હવે જ્યારે પણ વોટ્સએપ પર કોઈ પણ મેસેજ કે વીડિયો ફોર્વર્ડ કરો તો એ પહેલાં 100 વખત વિચારજો, કારણ કે તમારી એક ભૂલ તમને જેલન સળિયા પાછળ ધકેલી શકે છે.