Escalaterમાં નીચેની તરફ લગાવવામાં આવેલા બ્રશનું કામ શું છે? જાણશો તો ચોંકી ઉઠશો…
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? આજકાલ ઘણી બધી જગ્યાએ સીનીયર સિટીઝન, મહિલાઓ, દિવ્યાંગજનોની સુવિધા માટે એસ્કેલેટર્સ બેસાડવામાં આવ્યા છે પછી એ રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન હોય કે કોઈ મોટા મોટા શોપિંગ મોલ્સ… તમામ જગ્યાઓ પર એસ્કેલેટર્સ લગાવવામાં આવ્યા છે.
તમે પણ આજ સુધી અનેક વખત આ એસ્કેલેટર પરથી ચઢ ઉતર ચોક્કસ કરી હશે, પણ ક્યારેય તેને ધ્યાનથી જોયા છે? જો તમે પણ ધ્યાનથી આ એસ્કેલેટર જોયા હશે તો તમને પણ ખ્યાલ હશે કે આ એસ્કેલેટરમાં નીચેની તરફ બંને બાજુએ નાના નાના બ્રશની પટ્ટીઓ લાવવામાં આવી હોય છે.
આપણામાંથી ઘણા લોકો આ બ્રશ જેવી પટ્ટીથી રમ્યા પણ હોઈશું, આપણા બુટ કે ચંપલ પણ સાફ કર્યા હશે. પણ શું તમને ખ્યાલ છે કે આ બ્રશ એસ્કેલેટર્સ પર શું કામ લગાવવામાં આવ્યા હોય છે? નહીં ને? ચાલો અમે તમને આજે એ વિશે જણાવીએ…
વાત જાણે એમ છે કે એસ્કેલેટર્સની નીચેની બાજુએ જોવા મળતી આ બ્રશ જેવી પટ્ટીનું કામ ખૂબ જ જરૂરી હોય છે અને તમે પણ એનાથી જો તમારા બુટ સાફ કરતાં હોવ તો આજે જ આ કામ બંધ કરી દો. એસ્કેલેટર્સ પર લગવવામાં આવેલા બ્રશ દીવાલ અને સાઇડના ગેપને ભરવા માટે લગાવવામાં આવે છે.
એસ્કેલેટરના સ્ટેપ સ્ટેન્ડ વચ્ચે એક ગેપ હોય છે અને જો આ ગેપ નહીં હોય તો એસ્કેલેટર ચાલશે જ નહીં. તમે જ્યારે બ્રશ સાથે તમારા શૂઝ ઘસો છો ત્યારે તેને નુકસાન થાય છે અને એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.
આપણે ઘણી વખત એવા સમાચાર સાંભળીને છીએ કે વીડિયો જોઈએ છીએ જેમાં દુપટ્ટો કે સાડી ફસાઈ જવાના અકસ્માત થતાં હોય છે, ત્યારે એ સમયે એ એસ્કેલેટર્સ પર આ બ્રશ યોગ્ય રીતે કામ નથી કરતા હોતા. ટૂંકમાં એસ્કેલેટરની નીચેની તરફ સાઈડમાં બિનજરૂરી લાગતા બ્રશ આપણી સુરક્ષામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સ્ટેપ્સના ગેપમાં આવનારી દરેક વસ્તુને આ બ્રશ દૂર કરે છે, જેને કારણે એસ્કેલેટર ખરાબ નથી થતા અને સ્મુથલી કામ કરે છે, પરંતુ જો ભૂલથી પણ સિક્કો કે એવી કોઈ બીજી વસ્તુ ફસાઈ જાય છે તો એસ્કેલેટર્સ રિપેરિંગનો ખુબ ખર્ચો આવે છે.
હવે ખબર પડી ગઈ ને કે એસ્કેલેટરની નીચેની તરફ લગાવવામાં આવેલા બ્રશની કામ શું છે અને કેટલું મહત્વનું છે? તો હવે તમે પણ આ બ્રશમાં બુટ સાફ કરવાનું કે એની સાથે રમવાનું બંધ કરી દેજો…