બોલો હવે AI તમારા મૃત્યુની આગાહી પણ કરશે? શું કહે છે વૈજ્ઞાનિકો…
છેલ્લાં કેટલાક સમયથી ટેક્નો વર્લ્ડમાં Artificial Intelligence (AI)ની બોલબાલા છે. AIના આવ્યા બાદ ઘણા બધા કામ સરળ થઈ ગયા છે. પરંતુ શું તમને એ વાતની જાણ છે કે AI હવે તમારા મૃત્યુની ભવિષ્યવાણી પણ કરશે? નહીં ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…
આ દુનિયામાં જે પણ આવ્યું છે તેનું મૃત્યુ નિશ્ચિત છે પણ એ મૃત્યુ ક્યારે આવશે અને કઈ રીતે આવશે એની કોઈને જાણ નથી. પણ હાલમાં AIનો જમાનો છે અને આ જ ટેક્નોલોજીની મદદથી તમે તમારા મૃત્યુની તારીખ અને સમયની આગાહી કરી શકાશે.
સામાન્યપણે આપણે ભવિષ્ય જાણવા કે આપણા મૃત્યુ વિષેના સવાલોના જવાબ મેળવવા માટે જ્યોતિષિઓ પાસે જઈએ છીએ. પણ તેઓ પણ ક્યાંકને ક્યાંક ક્યારેક થાપ થાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં હવે ડેનમાર્કના વૈજ્ઞાનિકો AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એ તમારું મૃત્યુ ક્યારે થશે એ અંગેની આગાહી કરશે. આ વૈજ્ઞાનિકો Life2vec નામના એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છ અને એમાં તેઓ 75%ની એક્યુરસી સાથે સચોટ આગાહી કરી શકે છે કે કોઈ વ્યક્તિ ચાર વર્ષમાં મૃત્યુ પામશે કે કેમ?
આપણ વાંચો: આનંદો મિલ્કી વેનું નિર્માણ કરનારા બે પ્રાચીન કણ મળ્યા, જર્મનીના વૈજ્ઞાનિકોએ આપ્યા Shiv-Shakti નામ…
તમારા મૃત્યુની આગાહી કરવા માટે આ AI મોડલ તમારી આવક, તમારું પ્રોફેશન શું છે, તમે ક્યાં રહો છો અને તમારા આરોગ્યની માહિતી જેવી બેઈઝિક ઈન્ફોર્મેશનનો ઉપયોગ કરે છે. આ માહિતીના આધારે તે એક અલ્ગોરિધમ બનાવે છે જે 78 ટકા જેટલું સચોટ હોવાની અપેક્ષા વ્યક્ત કરાઈ રહી છે. આનો અર્થ એવો થયો કે હવે AI એટલું આગળ વધી ગયું છે કે જે તમારા મૃત્યુની આગાહી પણ કરી શકશે.
અગાઉ કહ્યું એમ ડેનમાર્કના વૈજ્ઞાનિકો Life2Wake નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને આ પ્રોજેક્ટ હેઠળ વૈજ્ઞાનિકો એ જાણવાનો કે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ટેકનોલોજી કેટલી અદ્ભૂત છે, પરંતુ એની સાથે સાથે તેનાથી ઊભા થતાં જોખમો વિશે ચેતવણી પણ વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી હતી. આ પ્રોજેક્ટની મદદથી વૈજ્ઞાનિકો એ જાણવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ કોઈ વ્યક્તિની હેલ્થ કે સોશિયલ લાઈફ સંબંધિત ઘટનાઓની આગાહી કરવા સક્ષમ છે કે નહીં.