Deep fake: ડીપફેક કન્ટેન્ટને રોકવા માટે મોદી સરકાર સંસદમાં બિલ લાવી શકે છે
નવી દિલ્હી: સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના વિકાસ સાથે ફેક ઓનલાઈન કન્ટેન્ટ લોકો સુધી પહોંચી રહ્યું છે, ટેકનોલોજીના દુરુપયોગ પર રોક લગાવવા કેન્દ્રની મોદી સરકાર AI ડીપફેક વીડિયો અને અન્ય ફેક ઓનલાઈન કન્ટેન્ટને રોકવા માટે સંસદના આગામી સત્રમાં બિલ રજુ કરી શકે છે. એક અહેવાલ મુજબ આ બિલનું નામ ડિજિટલ ઈન્ડિયા બિલ હશે. કાયદો AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની વધુ સારી રીતો શોધવા પર જોર આપશે.
યુટ્યુબ સહિતના વિવિધ ઓનલાઈન માધ્યમો પરના ફેક વીડિયોને નિયંત્રિત કરવા માટે સંસદના સત્રમાં કાયદો પણ બનાવવામાં આવશે. આગામી સંસદ સત્ર, જે 18મી લોકસભાનું પ્રથમ સત્ર હશે, 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ સમાપ્ત થશે. બાદમાં ચોમાસુ સત્ર 22 જુલાઈથી શરૂ થશે અને સંભવતઃ 9 ઓગસ્ટ સુધી ચાલશે.
Read more: India-Canada: રાજદ્વારીય તણાવ વચ્ચે ટ્રુડો અને મોદીની મુલાકત, જાણો કેનેડિયન વડા પ્રધાને શું કહ્યું
ગયા વર્ષની શરૂઆતમાં, તત્કાલિન કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે પણ આ બીલ અંગે સંકેત આપતાં કહ્યું હતું કે આ કાયદો આગામી સરકાર દ્વારા ઘડવામાં આવશે અને લાગુ કરવામાં આવશે.
Read more: ‘….તો હું એપલના ડિવાઈસીસ પર પ્રતિબંધ લગાવી દઈશ’ ઈલોન મસ્કે Apple ને આપી ધમકી
રાજીવ ચંદ્રશેખરે એક સમિટમાં જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યવશ મને નથી લાગતું કે ચૂંટણી પહેલાં અમે આ કાયદો બનાવી શકીશું, કારણ કે અમારે ઘણા પરામર્શ અને ચર્ચાની જરૂર છે. પરંતુ અમારી પાસે કાયદો શું છે, અમારી નીતિના લક્ષ્યો શું છે અને સુરક્ષા અને વિશ્વાસ માટે નીતિ સિદ્ધાંતો શું છે તેનો રોડમેપ ચોક્કસપણે છે.”