India-Canada: રાજદ્વારીય તણાવ વચ્ચે ટ્રુડો અને મોદીની મુલાકત, જાણો કેનેડિયન વડા પ્રધાને શું કહ્યું
નવી દિલ્હી: કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો(Justin Trudeau)એ ખાલિસ્તાની ચળવળના આગેવાન હરદીપ સિંહ નિજ્જર(Hardeep singh Nijjar)ની હત્યાના આરોપ ભારત પર લગાવ્યા ત્યાર બાદથી કેનડા અને ભારત વચ્ચેના રાજદ્વારીય સંબંધો તનાવપૂર્ણ ચાલી રહ્યા છે, એવામાં દક્ષિણ ઇટાલીના અપુલિયામાં યોજાયેલી G7 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો વચ્ચે મુલાકાત થઇ હતી. મુલાકાત બાદ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેટલાક “ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ” સાથે કામ કરવા માટે ભારત સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
અગાઉ, ટ્રુડોએ કહ્યું હતું કે કેનેડિયન તપાસ એજન્સીઓ કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી સંબંધિત “વિશ્વસનીય આરોપોની સક્રિયપણે” તપાસ કરી રહ્યા છે. કેનેડા દ્વારા લગાવેલા આરોપોને ભારતના વિદેશ મંત્રાલએ “વાહિયાત અને પ્રેરિત” ગણાવીને નકારી કાઢ્યા હતા હતા.
ટ્રુડોએ ત્રણ દિવસીય G7 ના સમાપન બાદ પત્રકારોને જણાવ્યું હતું “હું આ મહત્વપૂર્ણ, સંવેદનશીલ મુદ્દાની વિગતોમાં નહીં જઉં, આ મુદ્દા પર અમારે વધુ કામ કરવાની જરૂર છે, પરંતુ આવનારા સમયમાં કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છીએ.”
કેનેડિયન વડા પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓએ “દ્વિપક્ષીય સંબંધો પર ટૂંકી ચર્ચા” કરી હતી. અલબત્ત, આ સમયે આપણા બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. તમે સમજી શકો છો કે અમે આ સમયે કોઈ વધુ નિવેદનો આપી નહીં શકીએ.
ભારતના આરોપો મુજબ બંને દેશો વચ્ચેનો મુખ્ય મુદ્દો એ છે કે કેનેડા તેના પ્રદેશમાંથી કાર્યરત ખાલિસ્તાન સમર્થક તત્વોને છાવરી રહ્યું છે. ભારતે કેનેડા સમક્ષ વારંવાર ચિંતાઓ વ્યક્ત કરી છે અને નવી દિલ્હી અપેક્ષા રાખે છે કે ઓટાવા આવા તત્વો સામે કડક પગલાં લેશે.
Also Read –