વિજ્ઞાન અને ટેકનોલોજી

આઈઆઈટીનો રોબોટ પાણીમાં ડૂબકી લગાવી જાપ્તો રાખશે

નવી દિલ્હી: મંડી અને પલક્કડ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ દરિયામાં ડૂબકી લગાવવા માટે સક્ષમ એક રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટની ખાસિયત વિશે વાત કરીએ તો આ રોબોટ પાણીની અંદર ડૂબકી લગાવીને પાણીન અંદરની ગતિવિધિઓ અને માનવી જીવન સામે રહેલાં જોખમને ઘટાડવામાં પારંગત છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના નેવલ રિસર્ચ બોર્ડ (એનઆરબી) દ્વારા આ સંશોધનને આંશિક ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ સંશોધનની વિગતો જર્નલ ઓફ ઈન્ટેલિજન્ટ એન્ડ રોબોટિક સિસ્ટમ્સ, અને ઓશન એન્જીનીયરીંગની એક જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.

મરજીવાની જેમ પાણીમાં ડૂબકી લગાવનાર આ રોબોટના ઉપયોગને કારણે દરિયાની અંદર દેખરેખ અને જાપ્તો વધુ સારી રાખી શકાશે. આ સિવાય મેઈન્ટેનન્સ માટે આવતા ખર્ચમાં પણ ઘટાડો જોવા મળશે, એવી શક્યતા રિસર્ચર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button