ઇન્ટરનેશનલટોપ ન્યૂઝવિજ્ઞાન અને ટેકનોલોજી

Elon Muskની કંપની ‘Neuralink’ દ્વારા માનવ મગજમાં સફળતાપૂર્વક ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં આવી

આ ચિપથી કોને કેટલો ફાયદો થશે

ઈલોન મસ્કએ સોશિયલ મિડીયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે માનવ મગજમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવાનો પ્રથમ ટેસ્ટ સફળ રહ્યો છે. અને માનવ મગજમાં આ ચિપનું સફળ પરિક્ષણ ઈલોન મસ્કની કંપની ન્યુરાલિંકને કર્યું છે. આ ઉપરાંત મસ્કે જણાવ્યું હતું કે જે વ્યક્તિમાં ચિપ લગાવવામાં આવી છે તેની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

નોંધનીય છે કે ન્યુરાલિંકને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ગયા વર્ષે મેમાં માનવ મગજમાં ચિપ લગાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ઇલોન મસ્કે જણાવ્યું હતું કે ચિપ લગાવ્યા પછીના પરિણામો ખૂબ જ સારા અને પ્રોત્સાહન આપનારા છે. ન્યુરાલિંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર સ્વતંત્ર સંસ્થાકીય સમીક્ષા બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ હતી અને ત્યારબાદ તબીબી ઉપકરણ PRIME નું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં વાયરલેસ મગજ કોમ્પ્યુટર ઈન્ટરફેસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને તે સફળ રહ્યું હતું. આ પરીક્ષણનો હેતુ માનવ મગજમાં ચિપ લગાવ્યા બાદ તેનું મૂલ્યાંકન કરવાનો હતો.


ન્યુરાલિંક એ એક સ્ટાર્ટઅપ છે, જે 2016માં પ્રખ્યાત અબજોપતિ એલોન મસ્ક દ્વારા કેટલાક વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો સાથે શરૂ કરવામાં આવ્યું હતું. ન્યુરાલિંક મગજની ચિપ એટલે કે ઈન્ટરફેસ બનાવવાનું કામ કરે છે જેને વ્યક્તિના માથાના અંદરના ભાગમાં એટલે કે માનવ ખોપરીમાં ઈમ્પ્લાન્ટ કરી શકાય છે.

આ ચિપ્સની મદદથી વિકલાંગ લોકો કે જેઓ ચાલી શકતા નથી, બોલી શકતા નથી અથવા જોઈ શકતા નથી તેઓ ફરીથી અમુક અંશે સારું જીવન જીવી શકશે. આ ઉપરાંત ચિપની મદદથી, ન્યુરલ સિગ્નલ કમ્પ્યુટર અથવા ફોન જેવા ઉપકરણોમાં ટ્રાન્સમિટ કરી શકાય છે. જો કે મસ્કની કંપનીને અગાઉ લેબમાં પ્રાણીઓ પર ચિપ પરીક્ષણ હાથ ધર્યું હતું, જેના માટે કંપનીની ભારે ટીકા થઈ હતી.

જો કે હજારો લોકોએ પોતાના મગજમાં ન્યુરાલિંક ચિપ ઈમ્પ્લાન્ટ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વર્ષ 2030 સુધીમાં કંપનીએ 22 હજાર લોકોના મગજમાં આ ચિપ લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

અને આ ઘટના બાદ વર્ષ 2022માં કંપનીને અમેરિકાની કેન્દ્રીય તપાસનો પણ સામનો કરવો પડ્યો હતો. આરોપ છે કે કંપનીએ ટેસ્ટિંગ દરમિયાન 1500 જાનવરોની હત્યા કરી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…