વિજ્ઞાન અને ટેકનોલોજી

ચીન ભારતના દુશ્મનને ચંદ્ર પર લઇ જશે…

ચીન: ભારતના ચંદ્રયાન-3ની સફળતા જોઇને ચંદ્ર પર ચીનનું નવું ‘ચાંગ’ઈ 6 મિશન 2024ના જાન્યુઆરીથી જૂન સુધીમાં લોન્ચ કરશે. ચીન ભારતના દુશ્મન પાકિસ્તાનના સેટેલાઈટને પણ ચંદ્ર પર લઈ જવામાં મદદ કરશે. ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (CNSA)એ સોશિયલ મીડિયા સાઇટ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચાંગ’ઇ 6 મિશન 2024ના પહેલા છ મહિનામાં જ લૉન્ચ કરવામાં આવશે, આ મિશન પાકિસ્તાન, યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), ફ્રાન્સ અને ઇટાલીથી ચંદ્ર પર પેલોડ વહન કરશે.

‘ચાંગ’ઈ 6 મિશન ફ્રેન્ચ સાધનો વહન કરશે જે કિરણોત્સર્ગી ગેસનું પરીક્ષણ કરશે. એ જ રીતે ESAના નેગેટિવ આયન ડિટેક્ટર અને ઇટાલીની વેલે બ્રેટ રડાર સિસ્ટમને પણ આ મિશન દ્વારા ચંદ્ર પર લઈ જવામાં આવશે. પાકિસ્તાનના ક્યુબસેટ નામના ઉપગ્રહને પણ ચંદ્રની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. ચાઇના ઇન્ટરનેશનલ લુનર રિસર્ચ સ્ટેશન પ્રોજેક્ટને વેગ આપી રહ્યું છે અને તેની પાસે વધુ આંતરરાષ્ટ્રીય ભાગીદારીની અપેક્ષા છે.

CNSAએ જણાવ્યું હતું કે આ મિશન આંતરરાષ્ટ્રીય સહયોગને વધારવા માટે ચાર દેશોના પેલોડ અને ઉપગ્રહોનું વહન કરશે. ‘ચાંગ’ઈ 6 મિશન ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરીને પૃથ્વી પર પરત ફરશે. ચીનની સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર આ પ્રથમ વખત હશે જ્યારે ચંદ્રના નમૂનાઓને પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. અગાઉ આવા મિશનોએ ચંદ્રની નજીકની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કર્યા હતા. પરંતુ ચંદ્ર પરથી કોઇ ક્યારેય નમૂના લાવ્યું નથી.

આ પહેલા ચીન ભારતના ચંદ્રયાનની સફળતા પર અકળાયું હતું. ચીનના ચંદ્ર મિશનના પિતા તરીકે ઓળખાતા વૈજ્ઞાનિકે તો એવો પણ દાવો કર્યો હતો કે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું જ નથી. જો કે તેમના દાવાને ખુદ ચીની વૈજ્ઞાનિકોએ ફગાવી દીધો હતો. ચીન ચંદ્ર પર પાણી શોધીને ત્યાં પોતાનો આધાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે તે આ મિશનમાં ભારતના દુશ્મન પાકિસ્તાનને પોતાની સાથે લઈ જઈ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button