2024માં PM Modi જ ત્રીજી વખત પણ વડા પ્રધાન બનશે? શું કહે છે ગ્રહ-તારાઓની ચાલ…

આજે લોકસભાની ચૂંટણી-2024નું અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન (Loksabha Election-2024 Last Phase Voting)નું પાર પડી રહ્યું છે અને હવે ભારતમાં કોની સરકાર બનશે એનો ખુલાસો થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે દરેક દેશવાસીના મનમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે શું આ વખતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ત્રીજી વખત વડા પ્રધાનપદની શપથ લેશે કે કેમ? ચાલો આજે તમને જણાવીએ કે આ મામલામાં શું કહે છે પીએમ મોદીના ગ્રહ-તારા શું રહ્યા છે…
આ વખતે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે અબ કી બાર 400 પારના નારા સાથે ચૂંટણીમાં ઉતર્યું હતું અને પીએમ મોદી સહિત અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથે આખા દેશમાં ફરીને રેલી અને સભાઓ કરીને ભાજપ તરફી માહોલ બનાવ્યો હતો અને વિપક્ષના છોતરા કાઢવામાં પણ કોઈ કસર બાકી નહોતી રાખી. સામે પક્ષે વિપક્ષે પણ પીએમ મોદી અને સરકાર પર હુમલો કરવામાં કોઈ કમી બાકી નહોતી રાખી.
જોકે ચૂંટણીના પરિણામો તો ચોથી જૂનના જ ખબર પડશે, જ્યારે મતગણતરી શરૂ થશે અને એક એક સીટના રિઝલ્ટ સામે આવશે. પરંતુ એ પહેલાં જ પીએમ મોદીના ગ્રહ-તારાઓએ, રાશિફળે મહત્ત્વના સંકેત આપી રહ્યા છે. આવો જોઈએ શું છે આ સંકેત અને શું પીએમ મોદી ત્રીજી વખત વડા પ્રધાનપદ માટે શપથ લેશે?
આ પણ વાંચો: Lok Sabha Election: PM Modiએ ચૂંટણી પ્રચારમાં 206 રેલીને સંબોધીને રચ્યો ઈતિહાસ
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો જન્મ 17મી સપ્ટેમ્બર, 1950ના થયો હતો અને એ સમયે ચંદ્રમા અને મંગળ તેમની કુંડળીના વૃશ્ચિક રાશિમાં બિરાજમાન હતા. જ્યારે 11મા ઘરમાં સૂર્ય, બુધ, કેતુ અને નેપ્ચ્યુન બિરાજમાન હતા. જ્યારે ગુરુ ચોથા ઘરમાં શુક્ર અને શનિની સામે બિરાજમાન હતા. પીએમ મોદીની કુંડળીમાં ગ્રહોની આ વિશેષ સ્થિતિને કારણે અનેક શુભ યોગ બની રહ્યા છે. આ શુભ પ્રભાવના કારણે જ નરેન્દ્ર મોદીનું ભાગ્ય ઉજ્જ્વળ બની રહ્યું છે અને એને જ કારણે તેઓ રાજકારણમાં આટલી ઊંચાઈ સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. પોતાના આત્મબળ, દ્રઢ રવૈયા અને સાહસને કારણે આગળ વધી શક્યા છે.
હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની કુંડળીમાં ન્યાયના દેવતા શનિ અસ્ત અવસ્થામાં છે અને ભાજપની કુંડળીમાં વૃષભ લગ્ન અને વૃશ્ચિક રાશિ છે. વર્તમાન સમયમાં ચંદ્રમામે શનિ પણ છે અને એને કારણે પણ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. ગ્રહોની આ વિશેષ સ્થિતિનો લાભ ભાજપને મળી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં ભાજપ જંગી બહુમત સાથે ફરી એક વખત સરકાર બનાવશે અને પીએમ મોદી ત્રીજી વખત વડા પ્રધાન બનીને નરેન્દ્ર મોદી દેશની કમાન સંભાળે એવા સંયોગ બની રહ્યા છે.
જોકે, આ બધામાં એક ટ્વીસ્ટ એવો પણ છે કે ભાજપ સરકાર તો બનાવી લેશે પણ 400 પારનો નારો હકીકત નહીં બની શકે. ભાજપને ગઠબંધન સહયોગી સાથે 352ની આસપાસ સીટ મેળવી શકશે.