રાશિફળ

આજનું રાશિફળ (28-05-25): મિથુન સહિત આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે Goodddyyyy Goodddyyyy…

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પાર્ટનરશિપમાં કામ કરવા માટે અનુકૂળ રહેશે. આજે તમારી મનની કોઈ ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આજે તમને કેટલીક ખાસ વ્યક્તિને મળવાનો મોકો મળશે. તમારી આવકના સ્રોત વધશે. સાસરિયામાંથી કોઈ વ્યક્તિ સાથે વાદ-વિવાદમાં પડવાથી બચવાનો રહેશે, નહીં તો તમારા સંબંધમાં તિરાડ પડશે. આજે તમે કોઈ પ્રાપર્ટી ખરીદવાની યોજના બનાવશો. તમને કોઈ બીજી નોકરીની ઓફર આવી શકે છે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારીથી કામ કરવાનો રહેશે. આર્થિક બાબતોને લઈને આજે તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. આજે પૈસા સંબંધિત તમારી કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધામાં ભાગ લેશે તો આજે એમાં તમને સફળતા મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવી પડશે. કામના સ્થળે આજે તમારી ચિંતા વધી રહી છે. તમારે તમારું કોઈ કામ બીજાના ભરોસા પર ના છોડવું જોઈએ, નહીં તો એને પૂરું કરવામાં તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે. આજનો દિવસ સુખ-સાધનોમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. કોઈ જૂની લેવડદેવડ આજે તમારા માટે માથાનો દુઃખાવો સાબિત થશે. ઘરે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે, જેને કારણે પારિવારિક માહોલ ખુશનુમા રહેશે. આજે તમને દૂર રહેતાં કોઈ પરિવારના સભ્યની યાદ સતાવી શકે છે. નાના બાળકો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. રાજકારણમાં આજે તમારે થોડું સાચવીને કામ કરવું પડશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી-વ્યવહાર પર સંયમ રાખવાનો રહેશે. સમાજસેવાના કામમાં ભાગ લેવાનો મોકો મળશે. બિઝનેસમાં તમારી આવક વધશે. કામના સિલસિલામાં આજે તમારે લાંબી મુસાફરી પર જવાનો મોકો મળશે. માતા-પિતાના આશિર્વાદથી આજે તમારું કોઈ અટકી પડેલું કામ પૂરું થશે. તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં ખૂબ જ લાભદાયી રહેશે. સરકારી યોજનાઓમાં પૈસા લગાવવાનું ફાયદાકારક સાબિત થશે. આજે તમે બેંકિંગ સંબંધિત કોઈ સ્કીમમાં પૈસા લગાવશો. પરિવારમાં કોઈ સદસ્યના સ્વાસ્થ્યની સમસ્યા સતાવી રહી હશે તો તે પણ દૂર થશે. આજે તમે બિઝનેસ માટે કોઈ યાત્રા પર જઈ શકો છો. આજે કોઈ પણ કામ ઉતાવળમાં કરવાનું ટાળો. ખૂબ જ સમજી વિચારીને પગલા લેવા જોઈએ.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેવાનો રહેશે. બિઝનેસમાં આજે તમે પૈસા લગાવવાનું વિચારી શકો છો. નોકરી શોધી રહેલાં લોકોને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળી રહી છે. આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આજે ઘરે કોઈ મહેમાનનું આગમ થઈ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના કામમાં લાપરવાહી ના દેખાડવી જોઈએ. મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. આજે તમે તમારી બિઝનેસની યોજનાઓથી લાભ કમાવી શકશો. જો લાંબા સમયથી કોઈ સમસ્યા કે ચિંતા સતાવી રહી હતી તો આજે એ પણ દૂર થઈ શકે છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ વિવાદનો આજે ઉકેલ આવી શકે છે. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં લાપરવાહી ના દેખાડવી જોઈએ. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો તે પણ પૂરું કરવું પડી શકે છે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળી શકે છે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને આજે બોલવા-મૂકવાનું થઈ શકે છે. લાંબા સમય બાદ કોઈ મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પ્રેમજીવન જીવી રહેલાં લોકોને આજે તેમના પાર્ટનરની વાત ખરાબ લાગી શકે છે. તમારા માટે કોઈ કાયદાકીય બાબત માથાનો દુઃખાવો સાબિત થશે. આજે તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અટકી પડેલાં કામ પૂરા કરવાનો રહેશે. તમે તમારા બિઝનેસમાં વ્યસ્ત રહેશો. આજે તમે ટેક્નિકલ સમસ્યાને કારણે પરેશાન રહેશો. પૈતૃક સંપત્તિને લઈને આજે તમને સમસ્યા સતાવશે. સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. પરિવારના સભ્યો માટે સમય કાઢવો પડશે. કામને લઈને આજે તમને થોડી ચિંતા સતાવી શકે છે.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ધન-ધાન્યમાં વૃદ્ધિ લઈને આવશે. માતા-પિતા અને ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. પ્રગતિના નવા નવા રસ્તા ખુલી રહ્યા છે. આજે કંઈક નવું કરવાનો વિચાર કરશો. કોઈને આપેલું વચન પૂરું કરવામાં આજે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આજે તમારે તમારા કામ ધીરજથી પૂરા કરવા પડશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમય રહેવાનો છે. આજે તમે તમારા મનગમતા ભોજનનો આનંદ ઉઠાવશો. પરિવારમાં આજે કોઈ સભ્ય સાથે અણબનાવ ચાલી રહ્યો હતો તો તેનો પણ ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે સમજદારીથી આગળ વધવું પડશે. આજે તમારે વિરોધીઓની વાતમાં આવવાથી ટાળવું પડશે. કુંવારા લોકો માટે આજે સારા સારા માંગા આવી શકે છે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશનુમા રહેશે. આજે તમારા ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. આજે તમે પરિવારના સભ્યો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. કોઈ વાતને લઈને ચિંતા સતાવી રહી હશે તો તે પણ દૂર થઈ રહી છે. પિતાજી સાથે કોઈ સમસ્યા વિશે વાત કરશો. સ્વાસ્થ્યને લઈને તમારે આજે ખાસ સાવધાની રાખવી પડશે. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પણ પાછું મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે.

આ પણ વાંચો….24 કલાક બાદ બનશે ગજકેસરી રાજયોગ, ત્રણ રાશિના જાતકોને થશે ધનાધન કમાણી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button