આજનું રાશિફળ (27-10-25): આ રાશિના જાતકોનું ચમકશે નસીબ, જાણી લો શું છે તમારા ભાગ્યમાં? | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (27-10-25): આ રાશિના જાતકોનું ચમકશે નસીબ, જાણી લો શું છે તમારા ભાગ્યમાં?

આજે આરોગ્ય પર વિશેષ ધ્યાન આપો અને ઘરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. વ્યવસાયમાં લાંબા સમયથી અટકેલી ડીલ પૂરી થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં કોઈ ખોટા આરોપનો સામનો કરવો પડે તો પોતાની વાત સ્પષ્ટ રજૂ કરો. આજના દિવસમાં કોઈ બીજા પાસેથી વાહન લઈને ચાલવવાથી બચો.

ઉતાવડે કે લાગણીમાં કોઈ નિર્ણય ન લો, બુદ્ધિ અને વિવેકથી આગળ વધો. આજે કોઈ તમને છેતરવાનો પ્રયાસ કરી શકે છે. અજાણ્યા લોકોથી દૂર રહો અને મહત્વની માહિતી શેર ન કરો. આજે તમારા મનની ઇચ્છા પૂરી થઈ શકે છે અને કુટુંબમાં માંગલિક કાર્યક્રમની તૈયારીથી મન પ્રસન્ન રહેશે.

સામાજિક ક્ષેત્રમાં કામ કરનારાઓ માટે દિવસ ઉત્તમ છે, તમારા માન-સન્માન વૃદ્ધિ થશે અને સુખ-સુવિધાઓમાં પણ વધારો થશે. મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. વ્યવસાયમાં કોઈ યોજના તણાવ વધારી શકે છે, તેથી નિષ્ણાતની સલાહ લો. વાહન ચલાવતી વખતે આજે સાવધાની રાખો.

આજનો દિવસ લાભદાયી રહેશે, વ્યવસાયમાં નાના લાભની તકો મળશે. અટકેલું ધન પાછું મળી શકે છે. વિદ્યાર્થીઓ સરકારી નોકરીની તૈયારીમાં વ્યસ્ત રહેશે. જીવનસાથી કોઈ વાતથી નારાજ થઈ શકે છે, તેમને મનાવવાનો પ્રયાસ કરો. શેર માર્કેટમાં રોકાણ કરનારા માટે આજનો દિવસ સારો છે.

નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ શુભ છે, નોકરી કરી રહેલા લોકોને પ્રમોશનની સંભાવના છે અને નવી ઓફર પણ મળી શકે છે. શુભચિંતક સાથે વાતચીત થઈ શકે છે. કુટુંબ સાથે હરવા ફરવા જવાનો યોગ બની રહ્યો છે. જૂના મિત્ર સાથે મુલાકાતથી જૂની યાદો તાજી થશે.

આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે, કુટુંબનો પૂરો સાથ મળશે અને વિશેષ વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. કલા અને કૌશલ્યમાં વઘારો થશે. બીજા કોઈની વાતમાં આવીને ઝઘડો ન કરો, વિવેકથી નિર્ણય લો. માતા-પિતાના આશીર્વાદથી અટકેલું કામ પૂરું થશે.

આજે તુલા રાશિના જાતકોના નવા વિરોધીઓ ઊભા થઈ શકે છે, સામાજિક કાર્યોમાં સમજદારીથી આગળ વધો કારણ કે શત્રુઓ ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. બચત પર ધ્યાન આપો. અટકેલા કામ પૂરા કરવાનો પ્રયાસ કરો.

આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે, અનિચ્છાએ ખર્ચ થઈ શકે છે. કુટુંબમાં વાદ-વિવાદ થાય તો વચ્ચે બોલવાનું ટાળો. જૂની ભૂલમાંથી બોધપાઠ લઈ ભવિષ્યના નિર્ણય ધ્યાન કેન્દ્રીત કરો. આજના દિવસે લાંબી મુસાફરીનું આયોજન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ભેટ મળવાની સંભાવના છે.

ધન રાશિના જાતકોનો આજનો દિવસ ઉત્તમ રહેશે, આજે મહત્વનું કામ પૂરું થઈ શકે છે. સાથે જ પેટની તકલીફ હોય તો આહાર પર ધ્યાન આપો. કોઈને પૈસા ઉદ્ધાર આપવાથી બચો. તમારા પૈસા અટકી શકે છે, કુટુંબીય જવાબદારીઓમાં સતર્ક રહો. આજે ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો યોગ બની રહ્યો છે.

આજનો દિવસ મિશ્રિત રહેશે, આજે કોઈ વિશેષ વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. કોઈની વાતો પર વિશ્વાસ ન કરો, નહીં તો ઝઘડો થવાની સંભાવના છે. જીવનસાથી સાથેના સંબંધમાં મધુરતા આવશે. ધાર્મિક કાર્યો માટે રુચિ રહેસે, પરંતુ ધ્યાન રાખો વાહન ખરાબ થતા અણધાર્યો ખર્ચો આવી શકે છે.

કુંભ રાશિના જાતકોનો દિવસ સકારાત્મક પરિણામ લાવશે, કરિયરમાં સારો ગ્રોથ મળવાની યોગ બની રહ્યો છે. વ્યાવસાયમાં પણ સુધારો થવાની સંભાવના છે. મનની ઇચ્છા પૂરી થશે અને સંતાનના લગ્નની અડચણ દૂર થશે. લોકોનું ભલું વિચારવાથી મનને શાંતિ મળશે. મિલકત ખરીદવા માટે દિવસ સારો છે.

કુંભ રાશિના જાતકોનો દિવસ સારો રહેશે, કુટુંબ સાથે વાતચીતથી જૂના મતભેદ દૂર થવાની સંભાવના છે. વ્યવસાયમાં સફળતા મળશે અને મોટી ડીલથી આવક વધશે. નવા મહેમાનના આગમનથી વાતાવરણ આનંદમય રહેશે. તમારા પ્રયાસો સફળ થશે. મોટી ખુશખબર મળવાના યોગ પણ બની રહ્યા છે.

આ પણ વાંચો: ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વક્રી થશે: આ 4 રાશિના જાતકોને કરાવશે ધનલાભ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button