રાશિફળ

આજનું રાશિફળ (17-06-25): આ બે રાશિના જાતકોને આજે મળશે સમસ્યામાંથી મુક્તિ, જાણો શું છે બાકીની રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તાણથી ભરપૂર રહેશે. પરિવારમાં આજે કોઈ સભ્યના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે ચિંતા વધશે. આજે તમારે કોઈ પણ સમસ્યાને નાની ના સમજવી જોઈએ, નહીં તો એ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. આજે તમારે જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે. પરિવારમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો હતો તો આજે એ તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે, એટલે તમારે શાંતિથી એનો ઉકેલ લાવવો પડશે. મનની કોઈ ઈચ્છા પૂરી થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્ત રહેવાનો રહેશે. આજે તમે તમારા કામને લઈને વ્યસ્ત રહેશો અને બદલાતા હવામાનની તમારા સ્વાસ્થ્ય પર પણ સારી અસર જોવા મળશે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે. આજે તમારે કોઈ બીજાની વાતોમાં વિના કારણ બોલવાથી બચવું પડશે, નહીં તો લડાઈ ઝઘડો થશે. કંઈક નવું કરવાની તમારી ઈચ્છા આજે પૂરી થશે. ઘરની સાથે સાથે બીજા કામ પર પણ ધ્યાન આપવું પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મકતા લઈને આવશે. આજે પરિવારના કોઈ સદસ્યના લગ્નમાં આવતા અવરોધ પણ દૂર થશે. નોકરીને કારણે પરેશાન હશો તો આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. રાજકારણમાં હાથ અજમાવશો, જેને કારણે તમને કોઈ પદ મળશે. આવકમાં વધારો થશે અને તમે જરૂરી કામ પણ સમયસર પૂરા કરશો. પૈસા ખર્ચ કરતી વખતે સાવધાની રાખો.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની મોજ-શોખની વસ્તુ પર પૈસા ખર્ચ કરવાનો રહેશે. આજે તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળશે. જીવનસાથી સાથે જો કોઈ મુદ્દે અણબનાવ ચાલી રહ્યો હશે તો કે વાતચીતથી દૂર કરવાનો પ્રયાસ કરો. કોઈ સહકર્મચારી આજે તમને પરેશાન કરી શકે છે. હરવા ફરવા દરમિયાન આજે કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન-ધાન્યમાં વૃદ્ધિ લઈને આવશે. આજે તમે ખુલ્લા હાથે ખર્ચ કરશો. પૈસા સંબંધિત કોઈ સમસ્યા તમને નહીં સતાવે. પરિવારના કોઈ સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવશે. કોઈ પણ કામને લઈને મનમરજી ચલાવવાનું ટાળો, નહીં તો તમારા બનતા કામ બગડી શકે છે. સંતાનને કોઈ વચન આપ્યું હશે તો એ વચન પણ સરળતાથી પૂરા કરશો. આજે કોઈને પૈસા ઉધાર આપવા કે લેવાથી બચો, નહીં તો ચૂકવવામાં મુશ્કેલી પડશે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવનારો રહેશે. આજે તમારે કોઈ પણ વાતને નાની સમજવાની ભૂલ ન કરવી જોઈએ. મોજ-મસ્તીવાળા સ્વભાવને કારણે આજે તમે કામમાં લાપરવાહી દેખાડશો. સંતાનના કરિયરને લઈને કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એ પણ આજે દૂર થશે. આજે બિઝનેસ પહેલાં કરતાં વધારે સારી રહેશે. ઓનલાઈન કામ કરી રહેલાં લોકો સાથે આજે છેતરપિંડી થઈ શકે છે.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મૂંઝવણો અને સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે કામને પૂરા કરવાનો પ્રયાસ કરશો. તમારા મનનો ભ્રમ આજે તમારી મુશ્કેલી વધારશે. કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે લાભદાયી રહેશે. નવું વાહન ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ આજે પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો એક મોકો નહીં છોડે. જીવનસાથી આજે તમારી સાથે ખભેખભા મિલાવીને ચાલશે, જેને કારણે વૈવાહિક જીવન ખુશનુમા રહેશે.

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિની બાબત માટે સારો રહેશે. આજે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થશે. પ્રોપર્ટી સંબંધિત કામ કરી રહેલાં લોકો માટે આજનો દિવસ કોઈ મોટો ઓર્ડર લઈને આવશે. પારિવારિક સમસ્યાઓને જોતા તમારું મન આજે પરેશાન રહેશે. કામના સ્થળે બોસ સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણના માર્ગ ખુલી રહ્યા છે. લેવડદેવડના મામલાનો આજે નિવેડો લાવો.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કંઈક નવું કરવાનો રહેશે. આજે તમે તમારી અંદર કેટલાક ફેરફારો કરશો. વેપારમાં પણ સારા એવા પૈસા રોકશો. પિતાજીની કોઈ જૂની બીમારી ઊભરી શકે છે, જેને કારણે તમારી ચિંતામાં વધારો થશે. આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળો, નહીં તો પાછળથી પસ્તાવવાનો વારો આવશે. સંતાનની પ્રગતિ જોઈને તમારું મન પ્રસન્ન રહેશે. નોકરી સંબંધિત કોઈ કોર્સ કર્યો હશે તો આજે તેના સારા પરિણામ મળશે.

મકર રાશિના સમાજસેવા સાથે સંકળાયેલા લોકો માટે સારો રહેશે. આજે તમે તમારી જવાબદારીઓ સારી રીતે પૂરી કરશો, જેને કારણે પરિવારના સભ્યો તમારાથી ખુશ થશે. આજે કામના સ્થળે સહકર્મચારીની કોઈ વાત ખરાબ લાગી શકે છે. તમારે સામે આજે કેટલાક એવા ખર્ચ આવશે જે તમારે ના ઈચ્છા હોવા છતાં પણ કરવા પડશે. બિઝનેસ કરી રહેલાં લોકોની કોઈ યોજના આજે સફળ થશે અને જેને કારણે તેમની આવકમાં વૃદ્ધિ થશે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આજે કોઈ કામને લઈને યોજના બનાવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. આજે માતાને કોઈ વચન આપ્યું હશે તો તે પૂરું કરવું પડશે. આજે તમે બિઝનેસને આગળ વધારવાના તમારા પ્રયાસમાં સફળ રહેશો. તમારે ઘર અને પરિવાર બંનેના ખર્ચ પર ખાસ ધ્યાન આપવું પડશે. મોસાળ તરફથી આજે ધન લાભ થઈ રહ્યો છે. કાયદાકીય બાબત માટે આજે તમારે કોઈની મદદ લેવી પડી શકે છે.

મીન રાશિના જાતકો આજે કામ બાબતે મિત્રો પાસેથી સલાહ લેશે. કામના સ્થળે તમારી મન-મરજી મુજબનું કામ ના મળતા મન થોડું બેચેન રહેશે. ઘર-પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યાને લઈને આજે તમે પિતાજી પાસેથી સલાહ લેશો. કોઈ જગ્યાએ પૈસા અટવાયેલા હશે તો તમે એ પૈસા પાછા મેળવવાનો પૂરો પ્રયાસ કરશો. વિદ્યાર્થીઓનો ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. સરકારી યોજનાનો પૂરો લાભ ઉઠાવશો.

આ પણ વાંચો: આજે થશે ચંદ્ર અને રાહુની યુતિ, સોનાની જેમ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button