આજનું રાશિફળ (06/10/2025): જાણો, મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? | મુંબઈ સમાચાર
રાશિફળ

આજનું રાશિફળ (06/10/2025): જાણો, મેષથી લઈને મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ?

આજે મૂડ બદલવા તમે કોઈ પાર્ટીમાં જઈ શકો છો. નજીકની વ્યક્તિની મદદથી પારિવારિક કામ પૂરું થવાની શક્યતા છે. ધન બાબતે સ્થિતિ સારી રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. આજે જીવનસાથી સાથે વિવાદમાં ઉતરવાથી બચવાની સલાહ છે, નહીંતો સ્ટ્રેસ વધી શકે છે. આજે વ્યાપારમાં અનુકૂળતા રહેશે. ખાન-પાનમાં ધ્યાન રાખવું.

આજે વૃષભ રાશિના જાતકોનું મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ પણ ભરપૂર રહેશે. વ્યાપારમાં વૃદ્ધિ થઇ શકે છે. આજે લાભના અવસર પ્રાપ્ત થશે. ધર્મ કાર્યોમાં આજે તમારી રુચિ વધી શકે છે. શિક્ષણએ લગતા કાર્યોમાં આજે તકલીફ આવી શકે છે. ધન લાભ થવાની શક્યતા છે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.

આજે તમે કરેલા પ્રયાસોમાં સફળતા મળતા મન પ્રસન્ન રહેશે. આજે આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત છે. સ્વજનોનો સાથ મળશે. તમારો ઉત્સાહ ટકાવી રાખવા મહેનત કરતા રહેવાની સલાહ છે. નાનો વ્યવસાય કરતા જાતકોને આજે નજીકના લોકો પાસેથી કોઈ સલાહ મળશે. આજે તમે જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો.

આજે તમારો દિવસ આનંદમય બનશે, પણ ધૈર્ય અને આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. પરિવારના સહયોગથી વ્યાપારમાં વૃદ્ધિ થઇ શકે છે. કામકાજ અંગે યાત્રા કરવી પડે તેવી શક્યતા છે. ઓફિસમાં કામનો બોજ તણાવ પેદા કરશે. આરોગ્યનું ધ્યાન રાખવું.

આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે. આજનો દિવસ ધન બાબતે સારો રહેશે, પણ તમારા ખર્ચ ઉપર કાબૂ રાખવાની સલાહ છે. જીવનસાથી સાથે યાત્રા પર જવાનો યોગ છે. અંગત તકલીફના ઉપાય માટે નજીકના સંબંધીની સલાહ કદાચ તમને કામમાં આવી શકે છે. વેપારી વર્ગને સ્થિતિ પહેલા કરતા બહેતર થઇ શકે છે.

આજે તમારે ખર્ચાઓ ઉપર કાબુ કરખવાની સલાહ છે. બેફામ ખર્ચ પરેશાની વધારી શકે છે. લોભામણી ખરીદીઓથી દૂર રહેવાની સલાહ છે. પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તમારું વ્યક્તિત્વ અને આકર્ષણ કેટલાક નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. આજે અચાનક થયેલી યાત્રા વ્યસ્ત અને તણાવ વળી સાબિત થઇ શકે છે.

આજે વાંચન લેખનને લાગતું કાર્ય કરવાની સલાહ છે. સામાજિક માન – સન્માન મળવાના યોગ છે. આજે સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. આજે વેપારમાં વૃદ્ધિ થઇ શકે છે. ધન-લાભની નવી તકો તમને મળી શકે છે. નવું રોકાણ કરવાની તકો પણ આજે મળશે. પણ રોકાણ કરતા પહેલા માર્કેટ રિસર્ચ કરવાની સલાહ છે.

આજે તમારો મૂડ રોમેન્ટિક રહેશે, જેનાથી જીવનસાથી પ્રભાવિત થશે. વેપારને મજબૂત કરવા આજે તમે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઇ શકો છો. નકામી પરેશાનીઓ અને વિવાદોથી દૂર રહેવાનું ફાયદાકારક સાબિત થશે તેમ જ તમે તમારી જાત સાથે એકાંતમાં થોડો સમય વિતાવો. વેપાર કરનાર જાતકોને નવી પાર્ટનરશીપની તકો મળશે.

આજે લાગણીશીલ બનીને કોઈ પણ નિર્ણય લેવાથી બચવાની સલાહ છે. ભૂમિ, ભવન કે વાહનની ખરીદીના આજે યોગ ઊભી થઈ શકે છે. કોઈ પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરવાનો આજે અવસર મળશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. તમારી કામ કરવાની રીતથી આજે ઓફિસના સહકર્મીઓ પ્રભાવિત થશે.

તમારી નિર્ણયો લેવાની ક્ષમતાથી આજે લોકો પ્રભાવિત થશે. આજે માનસિક રૂપે સતર્ક રહેવાની સલાહ છે. વેપાર કરનાર જાતકોને આજે સારા સમાચાર મળવાની શક્યતા છે. અપરણિત જાતકોની આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. તમારા જીવનસાથીના વ્યવહારથી તમારા વ્યવસાયિક સંબંધો આજે બગડી શકે છે. આરોગ્યનું ધ્યાન રાખવાની સલાહ છે.

તમારો આજનો દિવસ આનંદાયક રહેશે. આજે તમે રજા હોય તેવું અનુભવશો. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. તમારા કોઈ જૂના મિત્ર સાથે અચાકન મુલાકાત થઇ શકે છે. જીવનસાથી સાથે ફરી એકવાર પ્રેમમાં પડશો. વ્યવસાય ક્ષેત્રે દિવસ અનુકૂળ રહે એવા યોગ છે.

કોઈ જૂની બીમારીમાંથી આજે રાહત મળે તેવા યોગો છે. આજે તમને કંઈક સરપ્રાઈઝ મળવાથી તમે ખુશ થશો. આજે ધન લાભ થઇ શકે છે. કોઈ નવું રોકાણ કરતા પહેલા જાણકારની સલાહ લેવાનું ન ચૂકશો. ઓફિસમાં તમારી મહેનતનું ફળ તમને આજે મળશે. માતા-પિતાના આરોગ્યનું ધ્યાન રાખવું.

આપણ વાંચો: આગામી 90 દિવસ રાજા જેવું જીવન જીવશે ચાર રાશિના લોકો, જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button