ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ઘરના દરવાજા પર લાલ રિબિન સાથે બાંધીને લટકાવો આ એક વસ્તુ, થશે લખલૂટ ધનવર્ષા…

વાસ્તુશાસ્ત્ર અને ફેંગશૂઈમાં અનેક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવ્યું છે. આજે અમે અહીં તમને આવા જ એક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને ફોલો કરીને તમે ઘરમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. આવો જોઈએ શું છે એ વસ્તુ-

ફેંગશૂઈમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર લાલ કલરની રિબિનમાં બાંધવામાં આવેલા ગુડલક કોઈન્સને લટકાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. હકીકતમાં તો આ સિક્કાઓને ઘરમાં કોઈ પણ જગ્યાએ લટકાવવાનું શુભ માનવામાં આવ્યું છે. આ સિક્કાઓ લગાવવાથી ધીરે ધીરે જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે.

આપણ વાંચો: આજનું રાશિફળ (17-12-24): આ ત્રણ રાશિના જાતકોને વેપાર-ધંધામાં થશે, અઢળક નફો, જાણો શું છે બાકીની રાશિના હાલ…

એમાં પણ ખાસ કરીને આ બે સિક્કાઓને રિબિનમાં બાંધીને લટકાવવામાં આવે તો તેને સૌથી વધુ શુભ માનવામાં આવે છે. ફેંગશૂઈ અનુસાર જે ઘરમાં આ સિક્કાઓ લગાવવામાં આવે છે ત્યાં કોઈ દિવસ આર્થિક તંગી નથી જોવા મળતી. આ સાથે સાથે જ ઘરમાં રહેનારા લોકોની આવકમાં પણ વૃદ્ધિ થાય છે અને બગડેલા કામ પણ બનવા લાગશે.

દરવાજા પર આ સિક્કા લગાવવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ખુશહાલીનું આગમન થાય છે. ફેંગશૂઈમાં જ આપવામાં આવેલી માહિતી અનુસલાર લાલ રિબિનમાં બાંધેલા ધાતુના સિક્કા સિવાય ધાતુમાંથી બનાવવામાં આવેલો દેડકો રાખવાનું પણ શુભ માનવામાં આવ્યું છે. આવું કરવાથી ઘર-પરિવારમાં ક્યારેય ધનની અછત નથી વર્તાતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button