ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપ્પાની સાથે કરો પંચદેવની પૂજા: જાણો શું થશે ફાયદા?

ગણેશ ચતુર્થીના પર્વને ગણતરીના દિવસો બાકી છે. સનાતન ધર્મમાં આ પવિત્ર તહેવાર ખૂબ જોરશોરથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભાદરવા માસના શુક્લ પક્ષની ચોથી તિથિએ ઉજવાય છે, જે ખાસ કરીને મહારાષ્ટ્રમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે.
ઘરે ઘેર લોકો ધામધૂમથી ગણપતિ બાપ્પાની સ્થાપના પૂજા અર્ચના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, ગણપતિ બપ્પા સાથે ક્યાં ક્યાં ભગવાનની સ્થાપના કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમુદ્ધીનો થશે વરસાદ?
ગણેશ ચતુર્થી દરમિયાન લોકો ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરીને શાસ્ત્રોના નિયમો અનુસાર તેમની પૂજા કરે છે. ઘરે ઘરે લોકો બપ્પાની સેવા અને આરાધના ખૂબ ભક્તિભાવથી કરવામાં આવે છે.
દરરોજ નિયમિત રીતે વિધિવત પૂજા અને ભોગ ધરાવવામાં આવે છે. આ ઉત્સવમાં ભગવાન ગણેશની સાથે અન્ય દેવી-દેવતાઓની પૂજા પણ કરવાની માન્યતા છે, જે આ પર્વને વધુ ખાસ બનાવે છે.
આપણ વાંચો: આજનું રાશિફળ (24-08-25): રવિવારનો દિવસ કેવો હશે મેષથી મીન રાશિના જાતકો માટે? જાણી લો એક ક્લિક પર…
પંચદેવની પૂજાનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગણેશ ચતુર્થી દરમિયાન પંચદેવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ પંચદેવમાં ભગવાન ગણેશ ઉપરાંત શિવજી, ભગવાન વિષ્ણુ, માતા ગૌરી અને સૂર્યદેવનો સમાવેશ થાય છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ, આ દેવી-દેવતાઓની વિધિવત પૂજા કરવાથી જીવનની તમામ અડચણો દૂર થાય છે. આ ઉપરાંત, ધન-ધાન્યની અછત નથી રહેતી અને ધીમે-ધીમે સર્વ દુઃખોનો નાશ થાય છે.
મૂર્તિ સ્થાપન અને વિસર્જનના નિયમો
ગણેશ ચતુર્થી દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના પછી કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. શ્રદ્ધા અનુસાર, ભક્તો મૂર્તિને દોઢ, ત્રણ, પાંચ કે સાત દિવસ સુધી ઘરમાં રાખે છે, જ્યારે કેટલાક લોકો આખા દસ દિવસ સુધી બપ્પાની સેવા કરે છે.
આ દરમિયાન રોજ ભોગ ધરાવવો અને વિધિવત પૂજા કરવી શુભ માનવામાં આવે છે. વિસર્જન પહેલાં મૂર્તિની યોગ્ય રીતે પૂજા કરવી અને નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી પર અમે દાવો નથી કરતા કે તે સંપૂર્ણપણે સાચી અને ચોક્કસ છે. વધુ માહિતી માટે સંબંધિત બ્રાહ્મણની સલાહ લો