આ છે ભગવાન શિવજીની પ્રિય રાશિઓ, શ્રાવણમાં વરસશે વિશેષ કૃપા… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક પંચાગ અનુસાર આજથી શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે અને આજથી શરૂ થયેલો શ્રાવણ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે મહાદેવના વાર એટલે કે સોમવારથી શરૂ થયો છે. એવું કહેવાય છે કે શ્રાવણના મહિનામાં શિવજી અને પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી ખાસ ફળ મળે છે અને મનની ઈચ્છાઓ પૂરી થાય છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ભગવાન શિવને સાત રાશિઓ ખૂબ જ પ્રિય છે અને આ રાશિઓ પર હંમેશા જ શિવજીની વિશેષ કૃપા વરસે છે, આજે અમે અહીં તમને ભગવાન શિવની આવી જ પ્રિય રાશિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
મેષઃ
શિવજીની પ્રિય રાશિમાંથી એક છે મેષ રાશિમાં. આ રાશિના આરાધ્ય હનુમાનજી છે અને તેઓ ભગવાન શિવના રૂદ્ર અવતાર છે. હાલમાં જ ધનના કારક ગુરુ મેષ રાશિના જાતકોના અર્થભાવમાં બિરાજમાન છે. દર સોમવારે ગંગાજળમાં ગોળ કે મધ મિક્સ કરીને ભગવાન શિવજીનો અભિષેક કરવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
વૃષભઃ
મા પાર્વતી વૃષભ રાશિના જાતકોની આરાધ્ય છે જેને કારણે આ રાશિના જાતકો પર ભગવાન શિવજીની વિશેષ કૃપા વરસે છે. શ્રાવણનો મહિનો આ રાશિના જાતકો માટે શુભ સાબિત થવાનો છે. હાલમાં ગુરુ અને મંગળ બંને વૃષભ રાષિમાં બિરાજમાન છે. ભગવાન શિવજીની વિશેષ કૃપા મેળવવા માટે કાચા દૂધમાં અંખડ ચોખા મિક્સ કરીને શિવજીનો અભિષેક કરવો.
કર્કઃ
શ્રાવણનો મહિનો કર્ક રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે, કારણ કે કર્ક રાશિ પણ શિવજીની મનગમતી રાશિમાંથી એક છે. આ સમયે સૂર્ય અને શુક્ર બંને કર્ક રાશિમાં બિરાજમાન છે અને ગુરુ અને મંગળની દ્રષ્ટિ પણ કર્ક રાશિ પર પડી રહી છે. આ રાશિના આરાધ્ય દેવોના દેવ મહાદેવ ભગવાન શિવ છે. આ જ કારણ કર્ક રાશિના જાતકો પર મહાદેવ પર વિશેષ કૃપા વરસે છે.
તુલાઃ
તુલા રાશિના આરાધ્ય જગતની દેવી મા પાર્વતી છે. આ રાશિના જાતકો માટે શ્રાવણનો મહિનો ભાગ્યના દરવાજા ખોલનારો સાબિત થશે. આ રાશિમાં શનિદેવ ઉચ્ચ સ્થિતિમાં છે. તુલા રાશિના જાતકો માટે શ્રાવણનો મહિનો વિશેષ લાભ કરાવનારો સાબિત થશે. આ રાશિના જાતકો પર શિવજીની વિશેષ કૃપા વરસશે.
મકરઃ
મકર રાશિના આરાધ્ય દેવો કે દેવ મહાદેવ છે અને આ રાશિ પણ ભગવાન શિવજીની પ્રિય રાશિમાંથી એક છે. આ રાશિના જાતકો પર ન્યાયના દેવતા શનિની સાથે સાથે શિવજીની પણ કૃપા દ્રષ્ટિ વરસે છે. વર્તમાન સમયમાં શનિદેવ મકર રાશિના જાતકોની પરિક્ષા લઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ મકર રાશિના જાતકોને સાડી સાતીમાંથી મુક્તિ મળશે. શ્રાવણના સોમવારે ગંગાજળમાં અપરાજિતાના ફૂલ મિક્સ કરીને શિવજીનો અભિષેક કરો.
કુંભઃ
કુંભ રાશિ પણ શિવજીની પ્રિય રાશિમાંથી એક છે અને આ રાશિના આરાધ્ય પણ શિવજી છે. શિવજીની કૃપા કુંભ રાશિના જાતકો પર બની રહે છે. સાડી સાતી દરમિયાન કુંભ રાશિના જાતકોને કપરા સમયમાંથી પસાર થવું પડ્યું હશે. પરંકુ શ્રાવણ મહિનામાં શનિદેવની કૃપા કુંભ રાશિના જાતકો પર વરસશે અને એમની કૃપાથી જ શુભ કાર્યમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.