ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

નવા વર્ષે કેવું છે ભારતનું ભાવિ…

જ્યોતિષાચાર્ય આશિષ રાવલ

પંચાંગ અનુસાર કાર્તિક વિક્રમ સંવત ૨૦૮૧નો પ્રારંભ તા.૦૧-૧૧-૨૦૨૪ શુક્રવારે સાંજે ૦૬.૧૮ મિનિટે થયો…
આ સમયે સ્વાતિ નક્ષત્ર આયુષ્માન યોગ-તુલા રાશિનો ચંદ્ર – ‘અનલ’ સંવતસર અને વીર સંવત ૨૫૫૧નો પ્રારંભ શનિવારથી થશે. આ અનુસાર ભારત દેશના ભાવિની કેટલીક ઝલક…..

  • મધ્ય ભારતે દુકાળ થાય તેમજ રાજ્યોમાં વર્ગવિગ્રહ વકરે…
  • ઉત્તર ભારતમાં મબલક-અનરાધાર વરસાદ ખાબકે…
  • આકસ્મિક કોઈ મોટા રાજકીય નેતાની હત્યાના સમાચાર હેડલાઇન બને…
  • અમુક પક્ષમાં આંતરવિગ્રહ તેમજ વિરોધ પક્ષ સાથે ઘર્ષણ સતત વધે …
  • તમામ ખાધ ચીજવસ્તુઓ માઘી બને…
  • મંદી -બેકારી- મોંઘવારીની સમસ્યાઓ સતત વધે…
  • દુધાળાં પશુઓમાં રોગચાળો ફેલાય…
  • દૂધની તમામ બનાવટોના ભાવ આસામને પહોંચે..
  • અસહ્ય ગરમીનો પ્રકોપ વધે…
  • શિક્ષણ સંશોધન કાર્યમાં આમૂલ પરિવર્તનો આવે…
  • ન્યાયાલયોના ચુકાદાઓ ચોકાવનારા આવે…
  • બાળ મરણો વધી શકે…
  • વર્ષના શરુઆતથી આયુર્વેદિક દવાઓનું વેચાણ વધે…
  • ધાર્મિક પ્રવૃત્તિઓને વેગ મળે…
  • પ્રાચીન દેવમંદિરોનાં જીર્ણોધર થાય…
  • વર્ષના મધ્યે મગ-નાળિયેર-ચંદન-અગરબતી સોંધી થશે….
  • રિ-ડેવલપમેન્ટની સ્કીમોના લાભાર્થીઓ વધે…
  • શેરમાર્કેટમાં રોકાણકારો કુદકે ભૂસકે વધે…
    અને છેલ્લે…સોશિયલ મીડિયામાં અર્થહીન ચર્ચાઓ-અંધાંધૂંધ અફવાઓ ફેલાય !

હવે જાણીએ મહારાષ્ટ્ર રાજ્યનું ભાવિ કેવું છે.?

મહારાષ્ટ્ર રાજ્ય એ ભારતનું પ્રભુત્વ ધરાવતું રાજ્ય ગણાય છે…

  • રાજ્ય ઉપર વૈશ્વિક અને સિંહ રાશિનો દબદબો રહ્યો છે. આ નવેમ્બરના ઉત્તરાર્થમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે.સત્તાધારી પક્ષ-યુતિ માટે નિશ્ચિત રીતે આ વર્ષ કસોટીરૂપ સાબિત થાય.
  • સત્તાપક્ષમાં જોખમ વધે… અંદરો-અંદર ખેંચતાણ વધે.
  • સત્તાધારી પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવા યોગ બની રહે…
  • કેન્દ્ર સરકારના સહયોગથી રાજયનાં વિકાસ કાર્યો આગળ વધે… વીજ સેવા નોંધનીય બને.
  • પૂર્વ ભારતની સાથે મહારાષ્ટ્રમાં ધૂસણખોરી તથા આતંકી ઉપદ્રવો વધે.ચોતરફ અરાજકતા ફેલાય…
  • રાજ્યના મોટા માથાના નેતાઓનાં કૌભાંડ બહાર આવે…
  • કુદરતી-અકુદરતી આફતોનો સામનો કરવો પડે…. મુશળધાર વરસાદ અને રાજ્યનાં ઘણાં સ્થળોએ જળપ્રલય સર્જાય… રોગચાળામાં અનેક જીવ હોમાય… દરિયાઈ તોફાનોથી તબાહી થાય…
  • મુંબઈ શહેરમાં અનેકવિધ ક્ષેત્રોની સેલિબ્રિટી આપઘાત કરે…
    આમ ગ્રહયોગોની ખરાબ અસરોથી આ વર્ષે પ્રજાનું રક્ષણ થાય એવી ગૌમાતા અને ગણેશજીને પ્રાર્થના.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button