
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને દેવતાઓના ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આવો આ ગુરુ એક વર્ષ બાદ રાશિ પરિવર્તન કરવામાં આવે છે, જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે.
ગુરુ હાલમાં મિથુન રાશિમાં બિરાજમાન છે અને એક વર્ષ સુધી તે આ રાશિમાં બિરાજમાન રહેશે, જેને કારણે કોઈને કોઈ ગ્રહ સાથે તેની યુતિ થતી રહેશે અને શુભાશુભ યોગનું નિર્માણ થશે. આવો જ એક યોગ ચાર દિવસ બાદ બની રહ્યો છે, જેની અનેક રાશિના જાતકો પર જોવા મળશે.
મળતી માહિતી મુજબ ચાર દિવસ બાદ ગુરુ અને ચંદ્રની યુતિ થઈ રહી છે, જેને કારણે ગજકેસરી યોગ બની રહ્યો છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે, બિઝનેસમાં પણ લાભ થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
સિંહઃ

સિંહ રાશિના જાતકોને ગજકેસરી યોગથી અપરંપાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં મનચાહી સફળતા મળી રહી છે. નાણાંકીય સ્થિતિ પણ મજબૂત બની રહી છે. કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે, વિવાહના યોગ બની રહ્યા છે. સંતાનની પ્રગતિ થશે. શિક્ષણક્ષેત્રે પણ સારી એવી સફળતા મળશે. આકસ્મિક નાણા લાભ થશે.
મિથુનઃ

મિથુન રાશિના જાતકો માટે પણ ચંદ્ર અને ગુરુની યુતિથી બની રહેલો ગજકેસરી યોગ ફળદાયી રહેશે. સંતાન તરફથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. જીવનમાં લાંબા સમયથી કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાંથી ઉકેલ મળશે. પરીક્ષાની તૈયારી કરી રહેલાં લોકોને તેમના પ્રયાસોમાં સફળતા મળશે. બિઝનેસ કરી રહેલાં લોકોને પણ સારો નફો થશે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આ યોગ લાભદાયી નિવડશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહી રહેશે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકોને પણ સફળતા મળી રહી છે. આ સમયે તમારો પગાર વધારો કે પ્રમોશન થવાની શક્યતા છે. શિક્ષણક્ષેત્રે પણ અનેક ફાયદાઓ થઈ રહ્યા છે. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશે.