બુધ કરશે મંગળની રાશિમાં ગોચર, આ રાશિના જાતકોને થશે પારાવાર લાભ જ લાભ…

આજથી મે મહિનો શરૂ થઈ ગયો છે અને અગાઉ કહ્યું એમ આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગ્રહોના રાજકુમાર બુધ મે મહિનામાં 7મી મેના રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે.
બુધ મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરશે. બુધ સવારે 4.13 કલાકે મેષ રાષિમાં ગોચર કરશે, જેને કારણે ત્રણ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આ સમયે અઢળક લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો પારાવાર લાભદાયી રહેવાનો છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધનમાં વૃદ્ધિ થવા જશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યું છે. કરિયરમાં સફળતા મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. નોકરી કરી રહેલાં લોકો માટે પણ આ સમય સારો છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહે છે. અપાર સફળતા મળી રહી છે. મહેનતનું શુભ પરિણામ મળી રહ્યું છે. સંબંધોમાં વધુ મજબૂતી આવી રહી છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે, પરંતુ એની સાથે સાથે જ ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન થઈ રહ્યું છે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવી શકે છે.
મીનઃ

મીન રાશિના જાતકો માટે આ સમયે પારાવાર શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. મન પ્રસન્ન થશે. શિક્ષણ ક્ષેત્રે પણ સફળતા મળશે. આકસ્મિક ધનલાભ થશે. કોઈ અધૂરી ઈચ્છા પૂરી થશે. શારીરિક અને માનસિક સમસ્યામાંથી મુક્તિ મળશે. બૌદ્ધિક ક્ષમતામાં વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યમાં મન વ્યસ્ત રહેશે. સંબંધોમાં સુધારો જોવા મળશે. કોઈ જગ્યા યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.