72 કલાક બાદ બદલાઈ જશે આ પાંચ રાશિના જાતકોના દિવસો, એક સાથે બનશે બે શુભ યોગ…
દર મહિને એકાદશી આવે છે અને આ તમામ એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે. આ વખતે ત્રણ દિવસ બાદ એટલે કે 10મી જાન્યુઆરીના રોજ વૈકુંઠ એકાદશી પડી રહી છે. આ એકાદશીને મોક્ષદા એકાદશી કે પૌષ પુત્રદા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે.
આ વખતની એકાદશી બાકીની એકાદશી કરતાં અલગ હશે, કારણ કે આ દિવસે બે શુભ યોગ બની રહ્યા છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર આ શુભ યોગ પાંચ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેશે. ચાલો, જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ યોગથી લાભ થઈ રહ્યો છે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે-
મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ એકાદશી શુભ રહેશે, આ રાશિના જાતકો કરિયરમાં નવા નવા આયામ પર પહોંચશો. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વેપાર અને નોકરીની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી રહેશે આ સમય. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
કર્કઃ
કર્ક રાશિના વેપારી વર્ગના લોકોને આ સમયે ખૂબ જ નફો થઈ શકે છે. દરેક કામમાં સફળતા મળશે અને ધનની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમયગાળો ખૂબ જ અનુકૂળ રહેશે. જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. સંતાનના પક્ષે પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
તુલાઃ
આ રાશિના જાતકોને કરિયર અને કારોબારમાં સફળતા મળશે. નોકરી કરી રહેલાં જાતકોને આ સમયે પ્રમોશન કે પગારવધારો વગેરે મળી શકે છે. માનસિક અને શારીરિક દ્રષ્ટિએ આ સમય ખૂબ જ સારો રહેશે.
ધનઃ
ધન રાશિના રોકાણ કરનારાઓ માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. ઘરનું વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. ઘરમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. ઘરના વડીલોની મદદથી કોઈ આ સમયગાળા દરમિયાન કોઈ કામ પૂરું થાય એવી શક્યતા છે.
મીનઃ
મીન રાશિના જાતકોના વેપાર કરી રહેલાં લોકોને નવી નવી તક મળશે. આર્થિક લાભ થશે. ટેક્નોલોજી અને એજ્યુકેશન સેક્ટરમાં કામ કરી રહેલાં લોકોની પ્રગતિ થશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય ખૂબ જ સારો રહેશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે