વૃષભ…

બ, વ, ઉ
-જલધારા દિપક પંડ્યા
આપની રાશિના સ્થિર ગ્રહો મુજબ ગુરુ બીજા ભાવે અને તા. 1-6-2026થી માર્ગી બની ત્રીજા ભાવે શુભ ફળદાયી રહેશે. શનિ મહારાજ અગિયારમાં ભાવે શુભ ફળદાતા રહે છે. રાહુ દસમા ભાવે શુભ ફળ આપે છે.
માનસિક અને શારીરિક સ્થિતિ:- આ વર્ષે તમારા મનને પહાડ જેવું અડીખમ બનાવો. તમારા મનના વિચારોને આયોજન પ્રમાણે પગથિયાં બનાવી કાર્ય કરશો તો સર્વ મનોરથ પૂર્ણ થશે જ. માનસિક સ્થિરતાં સારી રહેશે. પાણીના પ્રવાહની જેમ લાગણીમાં તણાતા જશો. યાદ રાખવું વધારે પડતા ગળ્યા પદાર્થમાં કીડી પડતાં વાર નથી લાગતી. માટે મનને લાગણીમાં પૂર્ણ બાંધશો નહિ. નહિતર તમે કુદરત વિરુદ્ધ કાર્ય કરવા મજબૂર બનશો. પરિવારમાં ન્યાય કરતાં તેમના કર્મના દોષ સામે પાંડદુના બનશો. પણ ગીતાના સંદેશને અનુસરવું યોગ્ય રહેશે. નહિતર માનસિકતાનો ભોગ બનતા વાર લાગશે નહિ. શરીની પીડા નાની મોટી રહેશે. તમારા આરોગ્ય માટે આ વર્ષ થોડું નબળું પુરવાર થાય. કોલેસ્ટ્રોલ – બી. પી.ના દર્દો – હૃદય છાતીને લગતાં દર્દોમાં કાળજી લેવી. વર્ષમાં એકાદવાર દવાખાનાની ટ્રીટમેન્ટ લેવી પડે. જેઓ ઉપરોક્ત બીમારીમાં સપડાયેલા છે તેમણે અવારનવાર તબીબી મુલાકાતમાં વધારો કરવો જોઈએ.
પારિવારિક:- ઘર એક મંદિર અને પરિવારના સાથ સહકાર તમને સ્વર્ગના સુખનો અનુભવ કરાવશે. વર્ષે પારિવારિક આનંદ માણી શકશો. વડીલોની મીઠી નજર રહે. દાંપત્યજીવનમાં પ્રણયના પુષ્પો ખીલશે. વિવાહ યોગ્ય યુવાનો માટે સમય શ્રેષ્ઠ રહે. સંતાનો માટે સમય શુભ નથી. વ્યાધિ આવ્યા કરે. સહોદર સાથે સંબંધો સુધરે. સહકુટુંબમાં રહેતા હશો તો કાર્યની કદર થાય.
નોકરી-વેપારી વર્ગ:- નોકરિયાત વર્ગને સમય શુભ રહે. નવી નોકરીની શોધમાં સંતોષકારક જવાબ મળશે. પ્રમોશન મળશે. બદલી થાય. વિદેશમાં નોકરી કરવા ઈચ્છુકને સમય મધ્યમ રહે. સરકારી કર્મચારી માટે સમય શુભ નથી. સરકારી કાયદાથી પરેશાની રહેશે. વેપારીવર્ગને પરિવર્તનશીલ સમય બતાવે છે. વેપાર વૃદ્ધિ માટે નવા નવા ગોરખધંધા શોધવા પડે. ક્યાંક સરકારી સકંજામાં આવી ના જાય તેની સાવધાની રાખવી. સરકારી નીતિ-નિયમને ધ્યાનમાં રાખી વેપાર કરવાથી લાભ થાય. આ વર્ષે વેપારમાં અણધારો સારો લાભ થઈ શકે.
આર્થિક સ્થિતિ:- આ વર્ષે લક્ષ્મીના વૈભવ લક્ષ્મીનું સ્વરૂપ આપનું આંગણું દિપાવશે. દ્રવ્ય સુખમાં વધારો થાય. નાણાભીડ દૂર થાય અને આવકના સ્રોત નવા મળશે. શૅર-લોટરીમાં જોખમ ના કરવું. – વડીલ અને પરિવારના સહકારથી ધનલાભ થાય. મિત્રોથી નાણાકીય લાભ થાય. વેપારમાં ભાગીદારથી ધનલાભ થાય. સ્થાવર મિલકત પાછળ ખર્ચા વધશે.
સ્થાવર સંપત્તિ સુખ:- આ વર્ષ મકાન-વાહનને લગતા પ્રશ્ર્નો ગૂંચવાતા જાય. નવી સ્થાવર મિલકતમાં અડચણો આવે. વાહનને નુકસાન થાય. વિદેશમાં મિલકત હશે તો વહેંચવા કે ગિરવે મૂકવાનો સમય આવે. વારસાગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય.
શત્રુ-મિત્રવર્ગ:- આ વર્ષે મિત્ર હોય તો દુ:-ખમાં આગળ હોય. સુખમાં પાછળ રહે. તેવા અનુભવ થાશે. વિશ્ર્વસનીય કાર્ય કરશે. મિત્રોથી નાણાકીય લાભ થાય. વેપારમાં વિશ્ર્વાસે વહાણ ચલાવજો. મિત્રોથી પૂર્ણ સહકાર મળશે. શત્રુ વર્ગથી માઠા અનુભવ થાય. મીઠાબોલા શત્રુને ઓળખવા મુશ્કેલ બનશે. કોર્ટ-કચેરી થાય. કાયદાનો ભંગ કરનારને મોટી સજા કે જેલવાસ ભોગવવો પડી શકે. જન્મના ગ્રહો સાનુકૂળ હશે તો શત્રુ વિજયી બનશો.
અભ્યાસ:- વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં ખૂબ જ મહેનત માગી લે તેમ છે. માતા સરસ્વતીને પ્રસન્ન કરવા મુખપાઠ મોઢે કરવા જરૂરી રહેશે. ઉચ્ચ અભ્યાસમાં પાસ થવાના ફાંફાં ના પાડે તે જોશો. વર્ષારંભથી પૂર્ણ ધ્યાન અભ્યાસ તરફ રાખવાથી ધાર્યા પરિણામ મેળવશો.
(1) કારતક:- આ મહિને વિવાહ-વેવિશાળ નક્કી થાય. કોઈ યોજના સાકાર કરી કશો. આવક વધશે. વેપારમાં વિશ્ર્વાસઘાત થાય.
(2) માગશર:- સ્થાવર મિલકતના પ્રશ્ર્નો હલ થાય. દાંપત્યજીવનમાં સુખદ સમય રહે. નોકરિયાત વર્ગને બદલી થાય. મિત્રોથી લાભ થાય. કોર્ટના કાર્યમાં વિજય મળે.
(3) પોષ:- પરિવારમાં બગડેલા સંબંધો સુધરશે. આવક વધશે. વાણી દ્વારા વેપાર કરનારને ધનયોગ થાય. વારસાગત મિલકતોના પ્રશ્નો ઉકેલાશે.
(4) મહા:- આ મહિનામાં નાની યાત્રા થાય. ધાર્યા પરિણામ આવશે. તમારુ ભાગ્ય તમને પૂર્ણ સાથ આપશે. જીવનમાં મધુરતા જળવાય. આરોગ્ય સારું રહે.
(5) ફાગણ:- આ મહિનામાં તમારા વેપારમાં ખાસ કાળજી રાખવી. માલ-સામાનમાં છેતરામણી થાય. સામાન ચોરાઈ ના જાય તેની તકેદારી રાખવી. વેપારમાં અપયશ મળે. નવા સ્થાવર મિલકતના હમણા સાહસ ન કરવા યોગ્ય રહે.
(6) ચૈત્ર:- મિત્ર વર્ગથી મનોરંજન-મોજ મસ્તીનો સમય પસાર થાય. વેપારમાં લાભ થાય. અગત્યના વ્યક્તિથી તમારા ન ધારેલ સરકારી કાર્યો પાર પડશે.
(7) વૈશાખ:- આ મહિને લાંબી યાત્રા થાય. વિદેશમાં સ્થાવર મિલકત વસાવી શકશો. મિત્રવર્ગથી વિવાદ ના કરવો. નોકરીમાં બદલી થાય. આરોગ્ય કથળે.
(8) અધિક જેઠ:- વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થાય. પરિવારમાં આનંદમય વાતાવરણ રહેશે. વાણીથી વેપાર કરનારને ધનલાભ થાય. જૂના દેવામાંથી મુક્તિ મળે. મિત્રોથી ધન લાભ થાય. ધાર્મિક કાર્યો થાય.
(9) જેઠ:- આપના કાર્યની કદર થાય. પરિવારમાં આવકથી લાભ થાય. ઘરના સભ્યોનો સહકાર સરકારી કાર્યોમાં લાભ કરતા બનશે. શુદ્ધિ વિષયક કાર્યોમાં સરળતા મળે.
સહોદરો સાથે સંબંધો સુધરે. પ્રવાસયાત્રા સુખદ રહેશે. ભાગ્ય ચમકતું જોશો. વડીલોની મીઠી નજર મળે.
(10) અષાઢ:- તમારા બહાર જવાના પ્રયત્નોને સફળતા મળે. વિચારોની સ્થિરતા રાખવાથી કાર્ય દીપી ઊઠશે. સ્થાવર મિલકતના ગૂંચવેલા પ્રશ્ર્નો ઉકેલાય. વેપારમાં વધારો થાય. દાંપત્યજીવનમાં મધુરતા રહે.
(11) શ્રાવણ:- આવક સાથે જાવક વધશે.યાત્રા અને કોર્ટના કાર્યોમાં ખર્ચા વધશે. વેપારમાં વિશ્ર્વાસઘાત થાય. ભાગીદારથી નુકસાન થાય. વાણી પર સંયમ રાખવો.
(12) ભાદરવો:- સ્થાવર મિલકતના પ્રશ્ર્નો સરળ બનશે. વારસાગત મિલકતમાં આવક વધશે. નોકરીમાં ઉચ્ચ પદ મળે. આરોગ્ય સુધારા ઉપર રહે. શત્રુથી વિજય મળે. સંતાનોની પ્રગતિ થાય.
(13) આસો:- મકાન-વાણી અંગે લોન પાસ થાય. સરકારી કાર્યો ખોરંભે ચડે. રાજકીય ક્ષેત્રે અપયશ મળશે. નોકરીમાં બદલી થાય. સહોદરો સાથે વિવાદ દૂર થાય.
આમ આ વર્ષેેની લાભપાંચમ વર્ષ દરમિયાન કોઈને કોઈ ક્ષેત્રમાં લાભ કરાવતો રહેશે. સ્વતંત્રતા છતાંય શાંતિનો અનુભવ ઈશ્ર્વરનું શરણમાં જ મળશે. પરિવારમાં તમારી પરીક્ષા થતી હોય તેમ અનુભવશો. મનને મનાવવા કરતાં સમજણથી જીવન જીવતા શીખી જશો તો સુખ-સમૃદ્ધિ અને શાંતિદાયક સમય પસાર કરશો.