વૃશ્ચિક

ન, ય
જલધારા દિપક પંડ્યા
આપ આ વર્ષે પનોતીની સાંકળમાંથી છૂટશો. શનિદેવ પાંચમા ભાવે રહી સંપૂર્ણ શુભફળ આપે છે. વર્ષની શરૂઆતમાં ગુરુ ભાગ્ય ભાવે શુભ ફળ આપે છે. તારીખ 5-12-2025 થી 16-02-2026 સુધી શુભ ફળદાયી રહે છે. મિથુનમાં વક્રી ગુરુ આઠમા ભાવે મધ્ય ફળ આપશે. રાહુ વર્ષની શરૂઆતમાં ચોથા ભાવે રહે છે જે શુભફળદાયી નથી.
માનસિક અને શારીરિક સ્થિતિ:- માનસિક સ્થિરતા જળવાય. મનથી ખાસ વિચારીને નિર્ણય કરવો. આનંદથી જીવન જીવતા શીખી લેશો.
શારીરિક આરોગ્ય માટે આ વર્ષ કાયાથી કષ્ટ કપાશે. હૃદય-છાતીના દર્દો થાય. શસ્ત્રક્રિયા નાની આવે. એલર્જી- ચામડીના રોગ થાય. ઋતુગત તાવ, શરીરમાં થાક લાગવો, પેટની તકલીફ વધે.
પારિવારિક:- પરિવારમાં એકતા જળવાય. વિવાહ યોગ્ય યુવાનો માટે શુભ રહે. જીવનસાથી સાથે સુમેળ સધાય. સંતાનોની પ્રગતિ થાય અને સંતાનોની ચિંતા દૂર થાય. વડીલોની મીઠી નજર ગુમાવવી પડે. નાના ભાઈ બહેન સાથે વિવાદ ઉકેલાય. માંગલિક કાર્યો પૂર્ણ થાય.
નોકરી-વેપારી વર્ગ:- નોકરિયાત વર્ગની બદલી થાય. બઢતી મળે. નવી નોકરીમાં મુશ્કેલી ઊભી થાય. સહ કર્મચારીઓથી વિરોધ સહન કરવો પડે.
વેપારમાં અવરોધ દૂર થાય. નાના વેપારી વર્ગને ધન લાભ કર્તા વર્ષ રહે. ઉદ્યોગપતિ માટે શુભ વર્ષ છે. અજાણ્યા સાથે વેપાર કરતા સાવધાની રાખવી. વેપારમાં થોડા નિયમો, પરિવર્તનો આવી શકે.
આર્થિક સ્થિતિ:- આ વર્ષે ભાગ્યની સાથે કર્મથી લક્ષ્મીજી જોડેલા છે. લક્ષ્મીજી તમારા આંગણે રેલમછેલ કરવા આવ્યા છે. વેપાર-નોકરી, સંપત્તિ, વિદ્યા તમારી પોતાની આવડતથી ધન ઉપાર્જન ખૂબ જ સારું થશે. નાણાંકીય ખર્ચ સારા રસ્તે થશે.
સ્થાવર સંપત્તિસુખ:- પરિવારમાં વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. નવી મિલકત ખરીદવાના યોગ નથી. નવાં વાહન-મિલ્કત- જમીનની ખરીદી- વેચાણમાં ઠગાઈ જાવ. ઘરમાં ચોરી થાય માટે વિશ્ર્વાસે દસ્તાવેજ ન મૂકવા અને સ્થાવર મિલકતમાં વિશ્ર્વાસ ન મુકવો કોઈ ઉપર.
શત્રુ-મિત્રવર્ગ:- કોર્ટના કાર્યમાં સફળતા મળશે. નવા કેસ ન થાય તેની તકેદારી રાખવી. મદદનીશની સલાહ લેવી. છૂપા શત્રુથી આવધાની રાખવી.
મિત્રવર્ગમાં મિત્રતાની ઊણપ અનુભવો તેમના વાત-વતુર્ણુકમાં ફેરફાર જોવા મળે.
અભ્યાસ:- અભ્યાસમાં સફળતા મળે. મનપસંદ લાઈનમાં સફળતા મળે. સરસ્વતીની કૃપા રહે.
(1) કારતક:- ધારેલા કાર્યો પાર પડે. મિત્રોથી ધન લાભ થાય. મોજ મનોરંજન સુખ ભોગવો. વિવાહિત જીવનમાં સુખદ સમય મળે. સંતાનોથી સુખ મળે.
(2) માગશર:- વેપારમાં વધારો થાય. લાંબી યાત્રા થાય. ક્રોધ ઉપર કાબૂ રાખવો. વિવાહ યોગ્ય યુવતી-યુવાનો માટે શ્રેષ્ઠ સમય રહે. અભ્યાસમાં પ્રગતિ થાય.
(3) પોષ:- વાણીથી વિવાદ ના થાય માટે મૌન રાખવું. આર્થિક સ્થિતિ સુધરે. વારસાગત મિલકતમાં પ્રશ્નો હલ થાય.
(4) મહા:- સાહસ વગર સિદ્ધિ નથી. સહોદર સાથે વિવાદ- વિયોગમાં ન ફેરવાય તેની કાળજી લેવી. પરિવારમાં શુભ પ્રસંગો બને. આરોગ્ય સુધરે. નાણાં ભીડ અનુભવો. સ્થાવર મિલકત માટે લોન પાસ થાય.
(5) ફાગણ:- ઘર-જમીન- વાહન અંગે સમય શુભ નથી. ખરીદ-વેચાણ નુકસાની ભોગવો. આગ- અકસ્માતથી સાધવાની રાખવી. વિદેશ જવાના યોગ પ્રબળ બને છે. બીપીની તકલીફ થાય. હૃદયની તકલીફ વધે. વયોવૃદ્ધ આરોગ્ય અંગે કાળજી લેવી.
(6) ચૈત્ર:- શેર-લોટરીમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. વિદ્યાર્થીવર્ગને મહેનત પ્રમાણે પરિણામમાં પાછા પડતા જણાવી સંતાનો સાથે વ્યાધિ-ઉપાધિ થાય. મિત્રોથી વિશ્ર્વાસઘાત થાય. સ્થાવર મિલકતમાં સમય શુભ નથી.
(6) વૈશાખ:- સંતાનો અંગે ચિંતાજનક સમય રહેશે. નોકરીમાં બદલી થાય. ઉપરી અધિકારી સાથે સંબંધો સુધરે. પરિવારમાં હળવાશભર્યું વાતાવરણ અનુભવો.
(8) અધિક જેઠ:- નવી નોકરીની શોધ પૂર્ણ થાય. આરોગ્યમાં સારૂં પરિણામ મેળવો. વાણીથી સંબંધો સુધરે. કોર્ટ-કચેરીમાં વિજય મેળવો.
(9) નિજ જેઠ:- વિવાહિત જીવનમાં સમાધાન થાય. વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. વેપારમાં ધનલાભ થાય. ભાગ્ય સાથ સારો આપે છે.
(10) અષાઢ:- સગાઈ- વેવિશાળ યુવા વર્ગને જો શોધ ચાલુ હોય તો પસંદગીનું પાત્ર મેળવશો. વેપાર માટે સફળતા પ્રાપ્ત થાય. નવા સંબંધો બંધાય. મિત્રોથી લાભ થાય. ઉઘરાણી પરત આવે. રાજકીય ક્ષેત્રે સારો સમય છે.
(11) શ્રાવણ:- વેપાર- ઉદ્યોગમાં પ્રગતિ થાય. ફસાયેલા નાણાં પરત આવે. અંગ- ગુપ્ત અંગોના રોગ થાય. યાત્રા-પ્રવાસ ધાર્મિક થાય. વિદેશમાં રહેતા મિત્રોથી લાભ થાય.
(12) ભાદરવો:- વેપારમાં શત્રુઓની પીછેહઠ થાય. હરીફોથી આગળ વધશો. સરકારી દંડ ને સજામાં ભરાય ના જાવ તે જોશો. નાણાંકીય ભીડ દૂર થાય. મિત્રોથી સુખ મેળવો. સર્વ કાર્યો પૂરાં થતાં આનંદ અનુભવો.
(13) આસો:- વિદેશ વસતા મિત્રોથી લાભ થાય. મોટા પાયે વેપાર કરતા વેપારીને સમય શ્રેષ્ઠ રહે છે. પરિવારમાં નાણાંકીય આવક વધશે. ભાગ્ય ખીલશે.
આ વર્ષે આપની ધીમી ગતિમાં કાચબાની જેમ છે પણ જીત તમારી થશે. તમે તમારી મંજિલ સુધી પહોંચી શકશો.