ધન

ભ, ધ, ફ, ઢ
જલધારા દિપક પંડ્યા
આપની રાશિમાં વર્ષ દરમિયાન રાહુ ત્રીજા ભાવે શુભ ફળ આપનાર બને છે. ગુરુ ગ્રહ આઠમા ભાવે રહે છે જે 5-12-2025થી 1-6-2025 સુધી સાતમા ભાવે રહી શુભફળ આપે છે. શનિ મહારાજ આપને અઢી વર્ષની લોખંડના પાયે પનોતી સાંકળ લઈને મોકલેલ છે. જે તમારા માટે કયું બંધન આપે છે ફળ ચિંતા અને કષ્ટ આપના હશે.
માનસિક અને શારીરિક સ્થિતિ
દેહાધિપતિની શુભદૃષ્ટિ વર્ષ દરમિયાન તમારા ઉપર શુભ રહે છે. એટલે આરોગ્ય તો સારું રહેશે. ચોથા ભુવને શનિદેવ રહી દસમી દૃષ્ટિથી તમારી રાશિને જોતા વાયુ પ્રકોપ વધારશે. માનસિક અશાંતિ શનિદેવની કૃપાથી વધશે. ત્યારે જાણતા હોવાથી હવે રસ્તો તમારે કરવાનો કે માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે રહેવું જેની અસર શરીર પચ સારી રહે. વાયુનો સમય વિચારોને મગજમાંથી અને શરીરમાંથી થાય તેવા પ્રયાસ કરવા.
પારિવારિક:- પરિવારથી થોડા સમય માટે સંબંધો સુધરશે પણ પછી તેને જાળવી રાખવા તમારા હાથમાં રહેશે. ત્યાગની ભાવના રાખશો તો જ કદર તમારી થશે જ. દાંમ્યત્ય જીવનમાં વિખવાદ નાના-મોટા રહ્યા કરશે, પણ છૂટાછેડા નહીં થાય. સંતાનોની પ્રગતિ ખૂબ જ સારી થાય. સંતાન અંગેની ઈચ્છા આ વર્ષે પૂર્ણ થાય. વિવાહ-સગાઈની વાતો જ આવે પણ નક્કી હજી નહીં થાય. પિતાની તબિયત બગડે.
નોકરી-વેપાર વર્ગ:- આ વર્ષે નોકરિયાત વર્ગને શનિદેવની કૃપાથી ખટપટ રખાવશે. વિરોધી ઊભા થાય-વધુ પડતી જવાબદારી ના લેવી. સમયને માન આપવું. ઉતાવળમાં સારી નોકરી ન છોડવી. વેપારી વર્ગને જૂના વેપારમાં થોડાક અંશે પ્રગતિ થાય. નવા વેપારમાં જોખમ ન કરવું. વિશ્ર્વાસઘાત થાય તેમ છે. તમારા વિચારોથી વિરુદ્ધમાં પાસાં પડશે. વેપાર માટે સમય મધ્યમ રહેશે. જે કામ કરશો તેમાં પૂરા મનથી ખંતથી મન પરોવી હિસાબમાં અને માલમાં કાળજી લેશો… નહીંતર કાયદાકીય ગુનામાં આવી જશો.
આર્થિક સ્થિતિ:- ધન પ્રાપ્તિમાં વધારો થાય. બચત કરી શકશો. સહોદરથી નાણાકીય મદદ થાય. પરિવારની નાણાકીય જવાબદારી સારી રીતે કરી શકશો. નોકરીયાત વર્ગને આવક વધશે. વેપારમાં ધન લાભ થાય. મિત્રથી ધન અંગે પૂર્ણ સહાય મેળવો. મકાન અંગે, વાહન અંગે લોન પાસ થાય. વર્ષની મધ્યમાં નાણાકીય ઉઘરાણી પરત આવે.
સ્થાવર-સંપત્તિ સુખ:- જમીન-મકાન નવા લેવા માટે આ વર્ષે તૈયારી કરી લેશો. જે જમીન-મકાન મળશે, તે ધર્મભૂમિ અને લક્ષ્મી વર્ધક રહેશે. નવા વાહનની ખરીદી થાય. વારસગત મિલકતના પ્રશ્ર્નો ઉકેલાય. વેપાર ખર્ચ દુકાન, શેડ, ઓફિસ લઈ શકશો અને ભાડાની દુકાન હશે તો પોતાની કરી શકશો.
શત્રુ-મિત્ર વર્ગ આ વર્ષ કાયદાકીય ગૂંચ ઉકેલાય, તમે સજા ભોગવતા હશો તો ઓછી થાય. જૂના કેસનો નિકાલ હજી આવે નહીં. કચેરીમાં ફસાવાય નહીં તેની તકેદારી રાખવી… ખાસ-જામીન કે સાક્ષી ન થશો. મિત્રતામાં ભેદભાવ જોઈ શકશો – સારા વર્ગના મિત્રોથી સારું રહેશે. ખોટી સોલત ધરાવતા મિત્રોથી દૂર રહેવું. યોગ્ય ગણાય નહીંતર કાદવના છાંટા તમારી ઉપર પણ ઊડી શકે.
અભ્યાસ:- અભ્યાસમાં સફળતા મળે, ધો-10, 12માં તમારી મહેનતનું ફળ મળે. અનુસ્નાતક, ડૉક્ટર, ઈજનેરી લાઈનમાં સફળ બનશો. રમત-ગમત ક્ષેત્રે અણધારી સફળતા મળે.
(1) કારતક:- આરોગ્ય અંગે કાળજી લેવી. વિદેશી-વેપારથી લાભા થાય. જીવનસાથી સાથે ખટરાગ રહેશે. જાહેરજીવન સાથે સંકળાયેલા કાર્યમાં લાભ થાય. સંતાનોની પ્રગતિ થાય.
(2) માગશર:- વેપાર માટે લાભપ્રદ સમય રહે. લાંબી યાત્રા થાય. ક્રોધ ઉપર કાબૂ રાખવો. સ્થાવર મિલકતમાં ખરીદી-વેચાણ માટે સમય શુભ છે.
(3) પોષ:- વિવાહ યોગ્ય યુવાન માટે સમય શુભ. વેપારમાં ભાગીદારથી પ્રગતિ થાય. બુદ્ધિ વિષયક કાર્યોમાં સફળતા મળે. નોકરીમાં બદલી થાય. પ્રગતિ થાય. નાની યાત્રા થાય.
(4) મહા:- વેપારથી ધનલાભ થાય. નવા નાણાકીય સાહસ થાય. બે નંબરની આવકમાં ફસાઈ જાવ. નોકરી અર્થે પ્રવાસ થાય. પરિવારમાં આંનદ-મંગલ સમય રહે. વાણી પર સંયમ રાખવો.
(5) ફાગણ:- નવા સાહસભર્યા કાર્યોમાં અવરોધ બાદ પાર પડે. નાણાંભીડ દૂર થાય. યાત્રા-પ્રવાસમાં તકલીફ પડે, પણ તમારા બધા જ કાર્યો પાર પડશે. રાજકીય ક્ષેત્રે સફળતા મળે. સહોદર સાથે વિવાદ ટાળવો, લખાણમાં સહી-સિક્કા કરતા સાચવવું.
(6) ચૈત્ર:- ખોટા સાહસ ન કરવા. સહોદર સાથે સંબંધો અને પાડોશી સાથે તકરાર થાય, સંબંધો બગડે તેમ છે. સ્થવાર સંપત્તિમાં ખરીદ-વેચાણમાં લાભ થાય.
(7) વૈશાખ:- વેપારમાં અજાણ્યા સાથે નાણાકીય વ્યવહારમાં ચોકસાઈ રાખવી. સંતાનોને વ્યાધિ થાય. પણ સંતાનોને અભ્યાસ-કારકીર્દિમાં સફળતા મળે. દામ્યત્ય જીવનમાં મધુરતા જળવાય.
(8) અધિકજેઠ:- અભ્યાસમાં ઉચ્ચ ડિગ્રી મેળવો. યશ-પ્રતિષ્ઠા વધે તેવા કાર્યો થાય. યુવાવર્ગને સગાઈ-વેવિશાળ માટે યોગ્ય પસંદગીનું યાત્ર મેળવશો. દાંમ્યત્ય જીવનમાં પ્રણયના પુષ્પો પાંગરે-નોકરીમાં બદલી થાય. શુભ સમય રહે. મિત્રોથી લાભ થાય. કોર્ટના કાર્યોની પતાવટ થાય.
(9) જેઠ:- લગ્નજીવન સુમેળ ભર્યું રહે. પરિવારમાં સુખ-શાંતિ-આંનદ રહે. નાણાકીય લાભ વધે વેપારમાં વધારો થાય.
(10) અષાઢ:- વેપારમાં ભાગીદારથી લાભ થાય. વારસાગત મિલકતનાં પ્રશ્નો હલ થાય. કાયદાકીય ગૂંચ ઉકેલાય. મિત્રથી લાભ થાય.
(11) શ્રાવણ:- આ માસમાં મિત્રવર્ગથી લાભ થાય. વેપારમાં ઠગાઈ જાવ. વાણી દ્વારા સંબંધો બગડે. યાત્રા ન કરવી.
(12) ભાદરવો:- રાજકીય ક્ષેત્રે સફળતા મેળવો. મિત્રવર્ગથી લાભ થાય. નવા વાહનની ખરીદી થાય. મોજશોખ પાછળ ખર્ચ થાય. મિત્રથી આંનદદાયક સમય મળે.
(13) આસો:- આ માસમાં સરકારી કાર્યો અટકેલા પૂરા થાય. વેપારમાં લાભ મેળવો. લાગવગથી અગત્યના કાર્યો થાય. પરિવારમાં માંગલિક કાર્યો થાય.
આ વર્ષમાં હરણફાળ ભરી પ્રગતિ થાય, ઐશ્ર્ચર્ય, ધન-સંપત્તિ સઘળું, સારું ફળ મેળવો. તમારા મનથી મક્કમ રહેવું. મન ચંગા તો કથરોટ મેં ગંગા.