તુલા…

ર, ત
જલધારા દિપક પંડ્યા
આપની રાશિમાં સ્થિર ગ્રહો મુજબ ગુરુ ભાગ્યસ્થાને મિથુન રાશિમાં રહે છે. જે તા. 1-6-2026થી માર્ગી કર્ક રાશિમાં પ્રવેશી દસમા ભાવે સ્થિર થાય છે. ગુરુ આપને શુભ ફળદાયી રહેશે. શનિ ગ્રહ છઠ્ઠા ભાવે બળવાન રહી શુભ ફળ આપે છે. રાહુ પાંચમા ભાવે શુભ ફળ આપે છે.
માનસિક અને શારીરિક સ્થિતિ:- આરોગ્ય માટે આ વર્ષ મધ્યમ રહેશે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે. માટે ખાન-પાનમાં કુદરતનો નિયમ મુજબ કરવાથી મન અને શરીર બન્ને તંદુરસ્ત રહે છે. તમારા મગજના વિચારોને ખુલ્લી હવામાં શ્ર્વાસ લેવા માટે છૂટા મૂકજો. મનમાંથી રાગ-દ્વેષ કે ભ્રમણાઓ, વહેમ-શંકાને તિલાંજલિ આપજો. તમારા માટે સૌ સમાન છે. સ્વભાન છોડી મનને મનાવી વર્તમાનમાં આનંદી જિંદગી જીવશો તો તન અને મન બન્નેમાં તાજગી અનુભવશો. ભૂતકાળને વાગળશો નહિ.
શારીરિક પેટને લગતી તકલીફ થાય. પગના ઘૂંટણના સાંધાની, કાનની, હાથમાં કોણીના ભાગમાં તકલીફ થાય. કિડનીની તકલીફ વારંવાર થતા તેમને ખાસ કાળજી લેવી.
પારિવારિક:- પરિવારમાં ભાઈ-બહેન સાથે સંબંધો સુધરશે. સંતાનોથી મનદુ:-ખ થાય. સંતાનોને ઉપાધિમાં મુકાય. દાંપત્ય જીવનમાં સમજણથી કુટુંબના પ્રશ્નો ઉકેલી શકશો. વિવાહ યોગ્ય યુવાનો માટે પાત્ર પસંદગી થાય પણ ટકાવવી અઘરી રહેશે. વડીલોની મીઠી નજર ગુમાવવી પડે. તમારા પરિવારમાં જો મુખ્ય વ્યક્તિ હશો તો કુનેહથી નિર્ણય કરવો. લાગણીથી ન્યાય ના કરશો.
નોકરી- વેપારી વર્ગ:- આ સમય નોકરિયાત વર્ગને સાનુકૂળતાભર્યો રહેશે. નોકરીમાં અત્યાર સુધીના આવતા અવરોધો દૂર થશે.
શત્રુ-મિત્ર વર્ગ:- આ વર્ષે શત્રુઓ માટેની સંખ્યા ગણી નહીં શકાય કારણ, શત્રુતાનો જડ-મૂળથી નાશ થશે. છૂપા શત્રુની ચાલાકી ચાલશે નહિ. તમારી કુટનીતિથી કોર્ટ-કચેરીમાં પણ વિજય મેળવશો. નોકરીમાં તમારી સાથેના કામ કરનારની કુનેહથી તેને હંફાવી શકશો. વેપારમાં હરીફોની કામગીરી નહિ ચાલે.
મિત્ર વર્ગ માટે પરીક્ષાનો સમય છે. તમારા મિત્ર ક્યારે હાથતાળી દઈ જતા રહેશે નક્કી નથી. માટે નાણાકીય વ્યવહાર મિત્ર સાથે ના કરવો. મિત્રોને જામીન કે સહી-સિક્કામાં ના પડશો. કોઈ પણ રીતે સાક્ષીમાં પણ મિત્રોની બાબતમાં પડવું યોગ્ય રહે. તમારા જૂના મિત્રો પણ રાજકારણ રમી શકે છે.
અભ્યાસ:- અભ્યાસ માટે આ વર્ષે તમારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસો તો પાણી નહિ આવે અને ઊંડો અભ્યાસ કરનાર કે ઉચ્ચ અભ્યાસ માટે “વર્ષારંભથી એક જ ધારી મહેનત કરશો તો પાતાળમાંથી પાણી કાઢી શકશો અને ધાર્યું પરિણામ મેળવશો.
(1) કારતક:- આ સમય આવક વધશે. વાણી પર સંયમ રાખવો. જાહેર જીવનને લગતાં કાર્યોમાં પ્રતિષ્ઠા વધશે. વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થાય. નોકરીમાં મરતબો જળવાશે.
(2) માગશર:- મિત્રવર્ગથી નાણાકીય લાભ થાય. પરિવારમાં ઉશ્કેરાટભર્યું વાતાવરણ રહે. લાંબી યાત્રા સફળ થાય. સંતોનોની પ્રગતિ થાય. ભાગ્ય સાથ આપે. મોજ-મનોરંજન યુક્ત વાતાવરણ રહે.
(3) પોષ:- અગત્યના દસ્તાવેજનાં કાર્યોની પતાવટ થાય. પરિવાર સાથે પ્રવાસમાં મજા માણી શકશો. વેપારમાં મોટા સાહસમાં સફળતા મળે. સહોદરથી સંબંધો સુધરે. અભ્યાસમાં મહેનત માગી લે.
(4) મહા:- નવા મકાનમાં કે વાહન ખરીદવા માટે સાનુકૂળતાભર્યો સમય રહે. રાચરચીલાયુક્ત ઉત્તમ નિવાસસ્થાન બનાવો. નોકરીમાં બદલી થાય. સહોદરથી સંબંધ સુધરે.
(5) ફાગણ:- સંતાનોની અભ્યાસમાં ઇતર પ્રવૃત્તિમાં આગવી ઓળખ ઊભી કરે. મિત્રથી વિશ્ર્વાસઘાત થાય. સરકારી દંડ/સજા થાય. જમીન-મકાનના વેપારમાં લાભ થાય. શેર-લોટરીમાં જોખમ ના કરવું. પેટના રોગ થાય.
(6) ચૈત્ર:- નોકરિયાતવર્ગને બદલી થાય. ઉપરી અધિકારી સાથે મતભેદ થાય. પિતાતુલ્ય વ્યક્તિ કે પિતાની તબિયત અંગે કાળજી લેવી. કોર્ટ-કચેરીમાં નુકસાન થાય. મિત્રોથી વિશ્ર્વાસ ગુમાવશો. પેઢુ- પેટના રોગ થાય. ઘરઘાટીથી ઘરમાં ચોરી થાય.
(7) વૈશાખ:- જાહેરજીવનનાં કાર્યોમાં નામના મેળવશો. નાની શસ્ત્રક્રિયા અચાનક થાય. શત્રુઓથી ભય રહે. ચામડી- ચામડીની એલર્જીને લગતી નાદુરસ્તી થાય.
(8) અધિક જેઠ:- વિવાહ યોગ્ય યુવાનો માટે સમય શુભ છે. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાય. આંખ-ગળાનાં દર્દો થાય. સપરિવાર ઉમંગથી દિવસો માણી શકશો.
(9) જેઠ:- આ સમય પિતાની નામના વધશે. લાંબી યાત્રા સફળ થાય. વેપારમાં વૃદ્ધિ સાથે આવક વધશે. ભાગ્ય સાથ આપશે. બુદ્ધિ વિષયક કાર્યોમાં સફળતા મેળવો. જીવનસાથી સાથે મધુરતાભર્યા સંબંધ રહે. સંતાનોની પ્રગતિ થાય. સરકારી કાર્યો પૂર્ણ થાય. વેપારી મંડળમાં આગેવાનની પદ મળી શકે. નોકરીમાં સુખદાયી દિવસો રહે.
(10) અષાઢ:- નાણાભીડ દૂર થાય. પરિવારમાં વાણીથી પ્રભાવ પડશે. સહોદરથી લાભ થાય. વડીલ વર્ગનું માન વધે તેવાં કાર્યો થાય. સમાજમાં સારું કાર્ય કરી શકશો. રાજકીય ક્ષેત્રે સમય અનુકૂળ ભર્યો રહેશે.
(11) શ્રાવણ:- વિદેશ વેપારથી ધનલાભ થાય. વેપારમાં હરીફો વધશે. વેપાર અર્થે વિદેશમાં જવાનું થઈ શકે. દાંપત્ય જીવનમાં સુગમતા રહે. સંતાનોની પ્રગતિ થાય. વિદ્યાર્થીવર્ગને મહેનતનું ફળ સારું મળે. નોકરીમાં સમય મધ્યમ રહે. તમારી ઈચ્છા પ્રમાણે કાર્ય થાય.
(12) ભાદરવો:- શારીરિક આરોગ્ય સારું રહે. જૂના હઠીલા રોગમાંથી મુક્તિ મેળવો. મિત્રોથી લાભ થાય. રાજકીયક્ષેત્રે તમારો ડંકો વાગશે. ઉદ્યોગ-વેપારમાં સુવર્ણ સમય રહે. શેરલોટરીમાં જોખમ ના કરવું.
(13) આસો:- વિદેશથી તમારા માટે શુભ સમાચાર આવે. મિત્રોથી લાભપ્રદ સમય રહેશે. દાંપત્ય જીવનમાં સંવાદિતતા વધે. સાહસ દ્વારા વેપારમાં મોટા પાયે ધનલાભ થાય. નોકરીમાં બદલી થાય. અધિકારીથી ઠપકો સાંભળવો પડે. શત્રુવિજયી બનો. આરોગ્ય સારું રહે.
આ વર્ષે તમારી નામના વધશે. રમતના ખેલાડીની જેમ રમતવીર સ્પર્ધામાં પોતાની કળાકૌશલતા બતાવે તેમ તમારા જીવનનો સાર તમે કાઢી લેશો.