મકર | મુંબઈ સમાચાર
રાશિફળ

મકર

ખ, જ

જલધારા દિપક પંડ્યા

આપની રાશિમાં શરૂઆત ગુરુ સાતમાભાવથી જુએ છે અને 5-12-25થી 1-6-25 સુધી વક્રી મિથુન રાશિમાં છઠ્ઠા ભાવે રહે છે. જે મધ્યમ ફળદાયી રહેશે. રાહુ વર્ષની શરૂઆતથી બીજા ભાવે અને કેતુ આઠમા ભાવે રહે છે. શનિ મહારાજની સાડાસાતીની સાંકળમાંથી મુક્તિ મળી શનિ ત્રીજા ભાવે શુભફળદાયી છે.

માનસિક અને શારીરિક સ્થિતિ:- મનના તરંગોમાંથી બહાર આવી આત્મવિશ્ર્વાસથી જીવવા તમારા નિર્ણય સાચા ત્યારે જ લઇ શકશો જયારે ત્યારે તમે નિષ્પક્ષ રહેશો. મનના ખોટા વિકારોને દૂર કરવા ઇશ્વર શરણ-ધાર્મિક વાંચન, સમાજના સારા વ્યક્તિ સાથે ઉઠક-બેઠક રાખવી. મનને સ્વસ્થ રાખી વિના કારણ ભવિષ્યની ચિંતા ઇશ્વર ઉપર છોડવી.

શારીરિક આરોગ્ય મધ્યમ રહેશે. વર્ષમાં અવારનવાર નાની-મોટી ઋતુગત બીમારી આવશે. આંખ-ગળાના અંગત આરોગ્ય બગડે.

પારિવારિક:- આ વખતે કપડા પણ તમારા સગા ન થાય તો પરિવારના સભ્યો વિશે શું કહેવું? તમારે ચૂપચાપ કર્મ કર્યે જવાનું છે. જીવન સાથે સમજતા હોવા છતાં તમે એકલતા અનુભવશો. વાણીથી વ્યવહાર વિખેરાય. નાણાકીય બાબતે વિવાદથી પરિવારમાં સંબંધો બગડે. વિવાહ યોગ્ય યુવાનો માટે સમય મધ્યમ રહે. પાત્ર પસંદગી થાય. સંતાનોની પ્રગતિ થાય. કુટુંબના સભ્યો તમારી પાસે ‘પાનખરની ઋતુ’ સમાન અનુભવ થાય.

નોકરી વેપારી વર્ગ:- નોકરિયાત વર્ગને નોકરીમાં ગમે તેટલી અડચણ આવે પણ છોડવી નહીં, ચડતા રોટલાને પાટું ન મારવી. સમય તમારો નોકરીમાં ચડાવ-ઉતાર રહેશે. સરકારી નોકરિયાતને બરતરફ થાય તેમ છે. નોકરીમાં સહકર્મચારીથી રાજકારણ રમાતું લાગે.

વેપારમાં અવરોધ આવે, નવા વેપારમાં ઠગાઇ જાવ, નાણાં ફસાય વિશ્વાસઘાત થાય. માલ પાછો આવે કોઇને કોઇ બહાને નુકસાની ભોગવવાની તૈયારી રાખવી પડશે.

આર્થિક સ્થિતિ:- આ વર્ષે બીજા ભાવે રાહુ તમારી બે નંબરની વગર મહેનતની આવકમાં વધારો જોવા મળે. બાકી ‘નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ.’ તમારા ખર્ચા બીમારી પરિવારમાં ખોટા માર્ગે થાય. વેપારમાં આવક કરતાં જાવક વધુ દેખાશે. જરૂર વગર ખિસ્સામાં હાથ ન નાખવો. અથવા લક્ષ્મીજીને રિઝવવા તન-મનથી પૂજા કરવી યોગ્ય રહે. મિત્ર-ઘરના સભ્યો સંબંધી પણ નાણાકીય બાબતે મોં ફેરવી લેશે.

સ્થાવર સંપત્તિ સુખ:- સ્થાવર મિલકત માટે ખરીદ-વેચાણના વેપારીને મંદી જોવા મળશે. નવા મકાન-ફલેટ નોંધવવા માટે રોકાણમાં નાણાંકીય ખાદ્ય અનુભવો. વાહન ખરીદી કે ઓફિસ-દુકાનની ખરીદી માટે ઘાટામાં સોદા ન થાય તેની તપાસ કરાવવી.

શત્રુ-મિત્ર વર્ગ:- મીઠા બોલા શત્રુ ઊભા થાય. જે તમારી માટે ‘ઊધઇ’ બરાબર ગણશો. કાયદામાંથી બહાર આવી શકશો. નોકરી વેપારમાં મધ જેવા મીઠા શત્રુની ઓળખ ધ્યાનમાં રાખી કાર્ય સંભાળવા.

મિત્ર વર્ગથી લાભ થાય. મિત્રોથી નાણાકીય લાભ તેમ જ સમય સૂચકતાથી સલાહ સાચી મેળવશો.

અભ્યાસુ:- અભ્યાસમાં માતા સરસ્વતીદેવી અને ગણેશની કૃપા મળશે.

(1) કારતક:- આ માસમાં વિવાહયોગ્ય યુવાનો માટે શુભ સમય છે. જાહેર જીવનમાં યશ મળે. વારસાગત મિલકતથી વેપારમાં લાભ થાય. મિત્ર વર્ગથી ભાગ્ય ખૂલે. નાની યાત્રા થાય. કોર્ટના કાર્યમાં મિત્રની મદદ મળે.

(2) માગશર:- વેપારમાં યશ મળે. નવીન તક મળે વેપારમાં સ્થાવર મિલકતના પ્રશ્ર્નો ગૂંચવાય. સાહસ દ્વારા સફળતા મળે. મોટા માણસોની વગ ધરાવવાથી અગત્યનાં કાર્યો થાય.

(3) પોષ:- વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય, નોકરિયાત વર્ગની બદલી થાય, પ્રમોશન થાય. વિદેશ સાથે વ્યાપારમાં સંકળાયેલા હશો તો પ્રગતિકારક સમય રહે. પેટને લગતી બીમારીમાં કાળજી લેવી. કોર્ટ-કચેરીમાં વિજય મેળવો. શત્રુ વિજયી થાવ.

(4) મહા:- વિવાહિત જીવનમાં સંવાદિતતા રહે. અપમાન-અહમ ઘવાતો હોય તેવા વિચારોથી દૂર રહેવું. પ્રતિષ્ઠા વધે. સગાઇ-વેવિશાળ નક્કી થઇ શકે. સ્થાવર મિલકતનાં કાર્યોમાં સફળતા મળે. વેપારમાં હરિફો સાથે વિજય મેળવો.

(5) ફાગણ:- પરિવારમાં વાણીથી અને નાણાંકીય બાબતે સંબંધો બગડે નહીં તે જોવું. જમીન-મકાન-વાહનની ખરીદી અંગે નિર્ણય થાય. સ્થાવર મિલકતના ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાય. આરોગ્ય સુધરે. પરાક્રમી કાર્યો થાય. નાણાં ભીડ અનુભવો. નોકરીમાં વિવાદ.

(6) ચૈત્ર:- તમારી આસપાસ રહેતા વર્ગની સાથે વિરોધ વધે. વિચારોમાં ઉશ્કેરાટ-વ્યગ્રતા-ઉચાટ રહે. સહોદરથી વિવાદ ન કરવો અપયશ મળે. ખોટા સાહસ વેપારમાં ન કરવા નુકસાન થાય. નાણાકીય જાવક વધતી થાય આરોગ્ય મધ્યમ રહે.

(7) વૈશાખ:- આ સમય આરોગ્ય કથળે, શસ્ત્ર ક્રિયા થાય. વેપારમાં થોડો સુધારો થાય. સ્થાવર મિલકતમાં પ્રશ્ર્નો ઉકેલાય. ભાગ્ય સાથ આપે કાર્યમાં રાચરચીલા યુક્ત વસ્તુની ખરીદી થાય. મોજ-મનોરંજન પાછળ સમય પસાર થાય.

(8) અધિક જેઠ:- તમારા નવા મકાન-વાહન ખરીદવાની ઇચ્છા પૂર્ણ થાય. આરોગ્ય સારું રહે. સંતાનોની પ્રગતિ થાય. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે સુલેહ થાય વેપારમાં કર્મચારી સાથે સમાધાનથી કાર્યનો ઉકેલ આવે. રાજકીય ક્ષેત્રે સમય શુભ રહે.

(9) જેઠ:- નોકરીમાં પ્રમોશન મેળવો. ઉપરી અધિકારીથી લાભ થાય. બદલી થાય. સરકારી કાર્યોમાં સફળ બનશો. કોર્ટ-કચેરીમાં તમારી તરફેણમાં નિર્ણય આવે. આરોગ્ય સારું રહે. વેપારમાં બૌધિક કાર્યોમાં સફળતા. શત્રુ વિજયી બુદ્ધિથી મેળવો. દામ્પત્ય-જીવનમાં મધુરતા રહે. સંતાનોની ઇચ્છા પૂર્ણ થાય.

(10) અષાઢ:- પરિવારમાં વાણીથી સંબંધો સુધરે. નાણાભીડ દૂર થાય. રાજકીયક્ષેત્રે વિજય થાય. લાંબી યાત્રા સફળ થાય.

(11) શ્રાવણ:- યોગ્ય નિર્ણય જીવનનો થાય. તમારા ભાગ્યથી જીતશો. સહોદરથી લાભ થાય. સ્વાભિમાન ત્યજી સરળ બનશો તો તમારી શાખ જળવાશે, નહીંતર તમે કરેલાં કાર્યોમાં પાણી ફરી વળશે.

(12) ભાદરવો:- વેપારમાં જવલંત સફળતા. રાજકીય ક્ષેત્રે ઉચ્ચ હોદ્દો મેળવો. મિલકત અંગે લોન પાસ થાય. સરકારી કાર્યો ખોરંભે ચડેલા ઉકેલાય. ભાગ્ય દેવીની અમી નજર તમારી ઉપર શુભ રહેશે.

(13) આસો:- મોટા પાયે સાહસ વેપારમાં થાય અને લાભ થાય. આરોગ્ય અંગત બગડે. વિચારોમાં હકારાત્મકતા રાખવી. વિવાહિત જીવનમાં શુભ સમય રહે-વિદેશનાં કાર્યો પાર પડે.

આમ આ વર્ષે પારકા પોતાના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી શકશો. જીવન કેવી રીતે જીવવું તે શીખવા મળે. વધુ પડતાં વાણીને વિરામ અને મગજને શાંત રાખી શકશો તો વર્ષના આ નાજુક સમયને સહજતાથી પસાર કરશો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button