કુંભ | મુંબઈ સમાચાર
રાશિફળ

કુંભ

ગ, સ, શ, ષ

જલધારા દિપક પંડ્યા

આ વર્ષે ગુરુ ગ્રહ વર્ષની શરૂઆતમાં પાંચમા ભાવેથી પસાર થાય છે. જે 5-12-2026થી 1-6-2026 સુધી છઠ્ઠાભાવે રહેશે. મધ્યમ ફળદાયી રહેશે. રાહુ તમારી રાશિમાં વર્ષારંભથી ભ્રમણ કરી રહ્યો છે. જે દુંદુભિનાદ સાથે વર્ષમાં તાંડવ તમારા જીવનમાં મચાવશે. શનિદેવની સાડાસાતીનો રૂપાનો પાયો શુભફળ આપનાર બને છે. બીજા ભાવે શનિશુભ ફળ આપે છે.

માનસિક અને શારીરિક સ્થિતિ:- આ વર્ષે શારીરિક આરોગ્ય સાચવવું. માનસિક પરેશાની વધુ રહે. તમારા મગજમાં ચાલતી મથામણની અસર હૃદય ઉપર પડી શકે. વયોવૃદ્ધને અટૅક કે હેમરેજ થવાની શકયતા ખરી. તમારું આરોગ્ય તમારા હાથમાં છે. માનસિક સ્થિરતાં રાખવી-નરસિંહ મહેતા જેવું જીવન જીવવું.

પારિવારિક કુટુંબના સભ્યો તમારા માટે માન-મર્યાદાના શબ્દ ભૂલી જશે. અને ખોટા વિચારો અને ખોટા ખોટા નિર્ણય પરિવારમાં લેવાશે. દામ્પત્ય જીવનમાં નાની બાબતે ખટરાગ થયા કરે. વડીલોમાં આઘાત જનક બનાવ બને.
સહોદર સાથે નાણાકીય મદદ નહીં મળે. આ વર્ષ ફક્ત સંબંધો બોલવાનું ઉપરનું રહેશે. સંતાનોની પ્રગતિ થાય. વિવાહ યોગ્ય યુવાનો માટે વર્ષના અંતે કંઇક અંશે જન્મના ગ્રહો સાથે આવતા હશે તો પાત્ર -પસંદગી કરી શકશો.

નોકરિયાત-વેપારી વર્ગ:- નોકરિયાત વર્ગને નવી નોકરીની શોધ પૂરી થાય. નોકરીમાં બદલી થાય નોકરી અર્થે વિદેશ જવાનું થાય.

વેપાર માટે સમય સારો રહે. અવરોધ દૂર થતા જાય. મોટા વેપાર માટે સાહસથી લાભ થાય. વેપારમાં હરીફોથી આગળ વધી જશો.

આર્થિક સ્થિતિ:- આ વર્ષે લક્ષ્મી પૂજન તમને ફળશે. ‘જયાં હાથ નાખો ત્યાં સોનાની ખાણ હાથ લાગે, દેવામાંથી મુક્તિ મેળવો.’ નોકરીમાં આયવૃદ્ધિ થાય. વેપારમાં વાણી દ્વારા વેપારમાં ધનલાભ થાય. ભાવિની બચતો કરી શકશો. વાર સાગત મિલકતથી ધન લાભ થાય.

સ્થાવર સંપત્તિ સુખ:- આ વર્ષે જૂની મિલકતમાં રિનોવેશન કરાવી શકશો. મકાન-જમીનના લે-વેચ માટે સમય શુભ રહે. વિદેશમાં મિલકત વસાવી / દુકાન / ઓફિસ-બિઝનેસને લગતી મિલકત વસાવી શકશો. મકાન માટે મોર્ગેજ લોન-વાહન અંગે લોન પાસ થાય. તમારી પોતાના મકાનમાં રહેવાની ઇચ્છા પૂર્ણ થાય.

શત્રુ-મિત્ર વર્ગ:- આ વર્ષે કાયદાકીય કાવાદાવામાં સપડાય જાવ. જૂના કેસમાં ઉકેલ આવે. નવા કેસ ના થાય તેની તકેદારી રાખવી. મીઠા બોલા શત્રુ રહેશે પણ તમારું કંઇ જ બગાડી શકશે નહીં.

મિત્રોથી લાભ થાય. મિત્રોથી આવકમાં મદદ મળે. મિત્રોથી શુભ સમય સૂચવે છે.

અભ્યાસ:- અભ્યાસમાં ઉચ્ચ ડિગ્રી મેળવો. અભ્યાસમાં અવરોધ દૂર થાય.

(1) કારતક:- આ માસમાં વેપારમાં વધારો થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા મળે. આકસ્મિક ધન લાભ થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા મળે. આકસ્મિક ધનલાભ થાય. નોકરિયાત વર્ગને લાભપ્રદ સમય રહે.

(2) માગશર:- નાના વેપારી વર્ગને આવકમાં વધારો થાય. સ્થાવર સંપત્તિમાં રાચરચીલું, મોજ શોખની વસ્તુ વસાવશો. વારસાગત મિલકતથી વેપારમાં મોટો લાભ થાય. નોકરિયાત વર્ગ ઉચ્ચપદ મેળવે. યાત્રા સફળ થાય.

(3) પોષ:- સંતાનોની પ્રગતિ થાય. અભ્યાસમાં ઉચ્ચપદ મેળવો. વેપારમાં નવીન તક સાંપડે. મિત્રવર્ગથી ધનલાભ થાય. દામ્પત્ય જીવનમાં સંવાદિતા જળવાય.

(4) મહા:- વેપારમાં ભાગીદારથી વિદેશ કે બહારથી લાભ થાય. લાંબી યાત્રા નોકરી-વેપાર અર્થે થાય. સહોદર સાથે સંબંધો સુધરે. નવા સાહસથી લાભ થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસ અર્થે વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય. સંતાનોની વ્યાધિ વધે. નોકરીમાં બદલી થાય.

(5) ફાગણ:- આ માસમાં વેપારી વર્ગને ભાગીદારી હોય તો ક્રોધ પર કાબૂ રાખવો. શંકા-વહેમમાં ખોટા ભ્રમથી લગ્નજીવન પર માઠી અસર પડી શકે છે. સંતાનોની વ્યાધિ વધે નહીં તેની તકેદારી લેવી. રાજકીય ક્ષેત્રે અપયશ મળે. ખોટા આક્ષેપોથી-નોકરી- વેપારમાં સાવધ રહેવું.

(6) ચૈત્ર:- વેપારમાં વિશ્વાસે વહાણ ન ચલાવવું. ચામડીના એલર્જીના રોગ થાય. આગ-અકસ્માતથી સાચવવું. પડવા – વાગવાનું થાય. ક્રોધ તમારો મોટો શત્રુ છે સાચવવું.

(7) વૈશાખ:- પરિવારમાં તમારા ગુસ્સાની અસર દેખાશે. વાણીને વિરામ આપવો યોગ્ય રહે. નોકરીમાં સારું રહે. જૂની દુશ્મનાવટથી નુકસાન થાય. આવક કરતાં જાવક વધે.

(8) અધિક જેઠ:- સ્થાવર મિલકત અંગે લોન પાસ થાય. જોખમી સાહસ કરશો. સંતાનોની પ્રગતિ.

(9) જેઠ:- વેપારમાં કાર્ય પ્રત્યે ચોકસાઇ રાખવી કોર્ટ-કચેરીમાં શુભ સમય રહે. સ્ત્રી મિત્રોથી સાવધાન.

(10) અષાઢ:- ચાંદી થવાનો ભય રહે. ભાગીદાર વર્ગથી સચેત રહેવું. વેપારમાં યશ-ગાથા વધે. નવા ધંધાની વિચાર-સરણી શુભ રહે. આકસ્મિક ધન લાભ થાય. વિવાહિત જીવનમાં ચકમક રહ્યાં કરે.

(11) શ્રાવણ:- નોકરીમાં બદલી થાય-નવી નોકરીની શોધમાં સફળ રહો. અભ્યાસમાં અવરોધ આવે. વિવાહિત જીવનમાં જતું કરવાથી બધું જળવાશે.

(12) ભાદરવો:- દામ્પત્ય જીવનમાં સમાધાનની ભાવના રાખવી. ભાગ્ય સાથ આપે. સાહસથી સિદ્ધિ મળે-તમારા વિચાર્યાં પ્રમાણે કાર્ય થાય.

(13) આસો:- સર્વ કાર્ય પૂરા થતા જણાય. સરકારી કાર્યોમાં દંડ / સજાની જોગવાઇનો લાભ મેળવશો. બહારગામ રહેવા જવાનું થાય. નોકરી અર્થે પ્રવાસ થાય. મિલકત અર્થે લોન પાસ થાય.

ત્યાગની ભાવના, આ વર્ષે તમારા માટે માનસિક સ્વસ્થતા માગી લે છે. જેટલા તમે મગજથી ફ્રેશ રહેશો તેટલા તમે પોતાના પર સંકટો આવવા નહીં દેશો. સૂર્ય સમાન બનવું. હંમેશાં નિત્ય ક્રમ પ્રમાણે પોતાનું કાર્ય કર્મે જ કરવું. નકારાત્મક વિચારો તમારા શરીરમાં ધીમું ઝેર સમાન બની શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button