ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વક્રી થશે: આ 4 રાશિના જાતકોને કરાવશે ધનલાભ

Guru Vakri 2025 benefits: જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક ગ્રહ સમયાંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર અથવા વક્રી કરતો હોય છે. ગ્રહોના ગોચર અને વક્રીની તમામ રાશિઓ પર સકારાત્મક તથા નકારાત્મક અસર પડતી હોય છે. વર્ષ 2025માં અત્યારસુધી ગુરુ ગ્રહે ત્રણ રાશિમાં ભ્રમણ કર્યું છે. હવે આગામી મહિનામાં આ ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વક્રી થશે. જેનાથી 4 રાશિઓને ધનલાભ થશે.
15 મેના રોજ ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ થયો હતો. ત્યારબાદ 19 ઓક્ટોબરના રોજ ગુરુ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે 12 નવેમ્બરના રોજ ગુરુ ગ્રહ કર્ક રાશિમાં વક્રી થવાનો છે. ગુરુ વક્રીનો આ સમયગાળો 4 રાશિ માટે લાભદાયી રહેશે. આ 4 રાશિઓ કઈ કઈ છે અને તેના જાતકોને કેવો લાભ થશે, આવો જાણીએ.
આપણ વાંચો: 13 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિના છે કિસ્મત ચમકવાના યોગ?
નોકરી ધંધામાં થશે લાભ
મિથુન રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે લાભદાયી રહેશે. અટકેલા નાણા પાછા મળશે. આવકનું નવું સાધન પણ વસાવી શકશો. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડો પૂર્ણાહૂતિ તરફ જશે. ઘરમાં શાંતિ અને સૌહાર્દભર્યું વાતાવરણ ઊભું થશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. કામ પ્રત્યે તમારા ઉત્સાહમાં વધારો થશે અને તમારા કામની સરાહના થશે.
કન્યા રાશિના જાતકો માટે આ સમયે ધનલાભનો યોગ સર્જાશે. વેપાર અને નોકરી-ધંધામાં લાભ થઈ શકે છે. પરિવાર અને સંતાનોને લઈને થતી ચિંતા ઓછી થશે. પરિવાર અને સંતાનોની પ્રગતિથી તમારી પ્રસન્નતા વધશે. તમારા વ્યક્તિત્વ અને કાર્યશૈલીની સરાહના થશે અને સાથોસાથ તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.
સમાજમાં વધશે માન-સન્માન
વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુ વક્રીનો સમય ભાગ્ય બદનારો સાબિત થશે. આ સમયે જાતકોને કારકિર્દી ઘડવાની નવી તકો મળશે. આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. સંતાન સુખના યોગ પણ સર્જાશે. લગ્નવાંચ્છુકો માટે માંગા પણ આવી શકે છે. તમારી મહેનત અને યોગ્યતાના બળે તમારું સમાજમાં માન-સન્માન વધશે.
મીન રાશિના જાતકો માટે ગુરુ વક્રીનો સમય ધીરે-ધીરે આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવશે. તમારી આવક વધશે અને ધંધામાં નફો થશે. ખર્ચ પર કંટ્રોલ રહેશે. ચિંતા અથવા માનસિક તણાવ ઘટશે. મન હળવું અને સકારાત્મક અનુભવ કરશે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે. જે તમારું માન-સન્માન વધારશે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)


