Mahaashtmiની રાતે અચૂક કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…

હાલમાં ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આજે મહાઅષ્ટમીના દિવસે મા ગૌરીની પૂજા કરવામાં આવે છે. પણ આજે અમે અહીં તમારા માટે કેટલીક એવી કામની માહિતી લઈને આવ્યા છીએ. મહાઅષ્ટમીની રાતે કેટલાક વિશેષ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે. જો તમે પણ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છો આજે રાતે આ વિશેષ ઉપાય કરીને તેમાંથી કાયમી છુટકારો મેળવી શકો છો.
⦁ એક વાટકીમાં ચાંદીનો સિક્કો રાખીને મા ગૌરીને અર્પણ કરો. ત્યાર બાદ મા ગૌરી પાસે ધનલાભ માટે પ્રાર્થના કરો. પછી એ સિક્કાને પૈસા રાખવાના સ્થાન પર રાખી દો.
⦁ મહાઅષ્ટમીના દિવસે એક લાલ કપડાં 11 લાલ સિક્કા અને પાંચ લાલ મરચાં બાંધીને તિજોરી કે પૈસા રાખવાની જગ્યા પર મૂકી રાખો. પછી બીજા દિવસે આ સિક્કા કોઈ મંદિરમાં દાન કરી દો. એવું કહેવાય છે કે આ ઉપાય કરવાધી ધનપ્રાપ્તિ થાય છે.
⦁ તાંબાના લોટમાં પાણી ભરીને તેમાં સાત લવિંગ અને 11 લાલ ફૂલ રાખો અને આ લોટાને તિજોરી કે પૈસા રાખવાની જગ્યાએ રાખી મૂકો. બીજા દિવસે આ પાણી તુલસીના ક્યારામાં નાખો. આને કારણે ધનની દેવી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
⦁ મહાઅષ્ટમીની રાતે લક્ષ્મીજીની પૂજા કરવાનું શૂભ માનવામાં આવે છે. એક લાલ કપડા પર મા લક્ષ્મીની પ્રતિમાની સ્થાપના કરો અને તેમને ફૂલ, ફળ, મિઠાઈ અને ધૂપ-દીપ અર્પિત કરો.
⦁ 108 વખત લક્ષ્મીજીના મંત્ર ઓમ હ્રીમ લક્ષ્મી શ્રીં નિવાસાય નમઃનો જાપ કરો. પૂજા બાદ લાલ કપડાંને પોતાની તિજોરી કે પૈસા રાખવાની જગ્યા રાખી મૂકો.