ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ચાર દિવસ બાદ શુક્ર કરશે ગોચર, પાંચ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને જૂન મહિનો શરૂ થઈ ગયો છે. જૂન મહિનો એમ પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે, કારણ કે એક પછી એક મહત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે.

આવું જ એક ગોચર પાંચ દિવસ બાદ એટલે કે 12મી જૂનના થઈ જવા રહ્યો છે. આ દિવસે શુક્ર વૃષભ રાશિમાંથી ગોચર કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ભોગ-વિલાસ અને સુખ-સમૃદ્ધિનો કારક માનવામાં આવ્યો છે અને આ સિવાય શુક્રને લક્ષ્મીનો કારક પણ માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય છે એવા લોકોને દરેક કામમાં સફળતા મળે છે અને આ વ્યક્તિના માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે, ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. વ્યક્તિના ઐશ્વર્ય અને પ્રેમની પ્રાપ્તિ થાય છે. 12મી જૂનના શુક્ર રાશિ પરિવર્તન કરીને મિથુનમાં પ્રવેશ કરશે ત્યારે આવો જોઈએ કઈ રાશિના જાતકોને એનો ફાયદો થઈ રહ્યો છે એ-

મેષઃ

After eight days, a powerful Raja Yoga

મેષ રાશિના જાતકો માટે જૂન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. 12મી જૂનના શુક્રના ગોચરથી આ રાશિના જાતકોને અનુકૂળ પરિણામ મળી રહ્યા છે. આ દરમિયાન તમારા સાહસ અને ધૈર્યમાં વૃદ્ધિ જોવા મળશે. કારોબાર-કરિયરમાં લાભ થઈ રહ્યો છે. નોકરીમાં નવી નવી તક મળી રહી છે.

વૃષભઃ

After eight days, a powerful Raja Yoga

વૃષભ રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર વરદાન સમાન છે. આ દરમિયાન આ રાશિના જાતકોને શુભ પરિણામની પ્રાપ્તિ થઈ રહી છે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થઈ રહી છે. વાહન, પ્રોપર્ટી કે નવું ઘર ખરીદવાના યોગ બની રહ્યા છે. આ સમયે આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. શેરબજારમાં રોકાણ કરનારાઓને વિશેષ લાભ થઈ રહ્યો છે.

મિથુનઃ

After eight days, a powerful Raja Yoga

મિથુન રાશિના લોકોને પણ શુક્રનું આ ગોચર આર્થિક લાભ પ્રદાન કરી રહ્યું છે. આર્થિક તંગી દૂર થઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. પરિક્ષાની તૈયારી કરી રહેલાં લોકો માટે આ સમય ખૂબ જ શુકનિયાળ છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

સિંહઃ

આ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર અનુકૂળ રહેશે. ધનલાભના યોગ બની રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. કામના સ્થળે થોડી મુશ્કેલી પડી શકે છે, પરંતુ તેમાં સમાધાન મળી શકે છે. કારોબારમાં લાભ થઈ રહ્યો છે. કુલ મળીને સિંહ રાશિના લોકો માટે આ સમય એકદમ સારો નિવડવાનો છે.

તુલાઃ

તુલા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર ખૂબ જ ફળદાયી નિવડશે. આ દરમિયાન આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કોઈ જગ્યાએ પ્રવાસ પર જવાના યોગ બની રહ્યા છે. નોકરીની નવી નવી તક મળી રહી છે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button