પુરુષ

અમુક વાત પુરુષ હૈ કિ માનતા નહીં!

આક્ષેપ તો આપણા પર ઘણા થાય, પરંતુ એ સ્વીકારતા આપણને આવડે છે?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

પોતાના લગ્નજીવનમાં પુરુષના મનમાં એક વાતે જો સૌથી મોટો ખટકો હોય તો એ છે એના સ્વીકારનો. એ એવું જ માનતો રહે છે કે કે પત્ની તો એને સમજતી જ નથી…. સમજતી નથી એટલે પત્ની એને સ્વીકારતી નથી અને સ્વીકારતી નથી એટલે એમનાં લગ્નજીવનમાં કચકચ ચાલુ જ રહે છે!
જો કે આવું માત્ર પુરુષો પૂરતું સીમિત નથી. સ્ત્રીઓ પણ એવું જ માનતી હોય છે કે પુરુષ એનો સ્વીકાર કરતો નથી…!
ખેર, આપણે અહીં પુરુષના દૃષ્ટિકોણથી વાત કરીએ. આખરે જો આપણે કશુંક સુધારી શકતા હોઈએ તો એ છે આપણી જાત! બીજા કશા પર આપણો અધિકાર નથી.

મુદ્દો એ છે કે લગ્નજીવનમાં, ખાસ તો શરૂઆતના લગ્નજીવનમાં પુરુષ હંમેશાં એમ માનતો રહે છે કે એની પાર્ટનર એના પર માત્ર આક્ષેપો જ કરે છે. વોશરૂમમાં પગલાં પાડો છો- વસ્તુ એની જગ્યાએ મૂકતા નથી- કોઈ કામમાં ઠેકાણા નથી- આખો દિવસ મોબાઈલ-મોબાઈલ મને સમય આપતા નથી- તમારે માટે તો બીજા જ મહત્ત્વના- તમે ક્યારેય મારો પક્ષ લેતા નથી તમને તો બીજા લોકો જ વહાલા બ્લા બ્લા બ્લા ઈત્યાદિ-ઈત્યાદિ ! જગતના મોટાભાગના પુરુષ આવા પ્રશ્ર્નો- રાધર, આક્ષેપોનો એક યા અન્ય રીતે સામનો કરતા જ હોય છે.

બીજી તરફ પુરુષ એમ વિચારતો હોય છે કે પોતાના લાઈફ પાર્ટનરમાં આવી નાની-નાની ખામીઓ એને પણ દેખાતી જ હોય છે, પરંતુ પત્નીમાં અને એનામાં ફરક એ છે કે પત્ની દરેક વાતે કચકચ કરે છે અને એ પોતે આવી નાની-નાની વાતે કશું કહેવાનું ટાળે છે!

હા, એ વાત સાચી જ છે કે લગ્નજીવનમાં પત્ની નાની-નાની વાતે, ક્યારેક તો સાવ નાખી દેવા જેવી વાતે કચકચ કરી નાખતી હોય કે પોતાના હસબન્ડ પર અમુક બેન-પાબંદી લગાવતી હોય એટલી કચકચ પુરુષ નથી કરતા. બેડશીટ પર સળ પડે કે કાંસકો એની જગ્યાએ નથી મુકાયો કે નળ સહેજ ટપકતો રહી ગયો એટલે બાથરૂમ ચીકણું થઈ ગયું એનું પુરુષના ભાવજગતમાં કોઈ જ મહત્ત્વ નથી હોતું.

બલ્કે એ તો અઠવાડિયામાં એક દિવસ શાકમાં મીઠું વધુ પડી જાય.. એક દિવસ તેલ વધુ પડી જાય કે એક દિવસ સમૂળગું જમવાનું ન બને તો એનો વિચાર સુધ્ધાં નથી કરતો. આમ છતાંય પુરુષ કંઈ ડાહ્યો ડમરો કે દૂધે ધોયેલો તો નથી જ. એ અમુક એવી એવી વાતને લઈને એટલો જ બેદરકાર રહે છે જેટલો એ બાથરૂમનો નળ ટપકતો
રાખે છે ! એને જીવનની અમુક મહત્ત્વની બાબત એટલી જ ક્ષુલ્લક લાગે છે કે જેટલું ક્ષુલ્લક એને કાંસકો તેની જગ્યાએ મૂકવાનો લાગે છે. અને બાયું એટલે જ ઉકળી ઊઠતી હોય છે અને કાંસકા કે વોશરૂમના બહાને ભાઈઓ પર દાઝ કાઢતી રહે છે.

બાકી, પત્ની કંઈ અમસ્તી જ દરેક વાતે કચકચ ન કરે.એને કચકચ કરવાના કંઈ શોખ પણ નથી થતાં. પુરુષને જેમ એમ લાગે છે કે પત્ની નાનીનાની વાતે એના પર આક્ષેપો કરે છે એમ પુરુષ હૈ કિ માનતા નહીં કે ક્યારેય અમુક વાત સ્વીકારતા નથી કે પત્નીને સંસાર ચલાવવામાં પોતે મદદ નથી કરતા. ક્યારેય એ વિશે સ્વીકાર નથી કરતા કે એ પત્નીની નાની નાની વાતે દરકાર નથી રાખતા. એ પણ સ્વીકાર ક્યારેય નથી કરતા કે પત્ની ભલે બોલબોલ કરતી રહે, પરંતુ પોતે માત્ર જીવનસાથીની કાળજી રાખીને કે એના પ્રેમને વશ થઈને પોતાની અંદર નાનકડો બદલાવ પણ આણી શકે!

આખરે બહુ પ્રચલિત ઉક્તિ છે કે સ્ત્રીને જીતવી હોય તો એને સમર્પિત થઈ જવું. જો એની સાથે કટકટ કરવા ગયા તો ગયા કામથી… સ્ત્રીનો એકલીનો પ્રેમ જીતવાની વાત તો દૂર, બાપ-દાદાનું કશુંક હશે એ પણ બધું કાઢતા જવું પડશે એવો સંઘર્ષ સ્ત્રી સંસારમાં ઊભો કરી દેશે… એટલે આવા કિસ્સામાં ક્યાં નમતું જોખવું એ પુરુષની વિવેકબુદ્ધિનો પ્રશ્ર્ન છે. જો પુરુષ અમુક વાત સ્વીકારતો થશે કે યેસ, એનામાં અમુક ખામી છે જ, એની વાઈફ એની અમુક વાતે સાચી ટકોર કરે છે કે એ વાઈફને સમયાંતરે એવો અહેસાસ કરાવતો રહે કે ‘જો જાનુ, તે કહ્યું પછી આપણામાં આટલો ફેરફાર આવ્યો. આખરે મારે માટે તો મારું દીકું જ મહત્ત્વનું છે’

બસ, આટલું કહેશો ત્યાં તો તમારા દૈનિક જીવનનાં અડધા ઉપરના પ્રશ્ર્નો હલ થઈ જશે. વળી, અમુક બદલાવ કે અમુક સારી ટેવની સંસારમાં જરૂર પણ છે. દર વખતે કંઈ લઘરાવેડા થોડા ચાલે? પરંતુ પુરુષ છે કે એના પર થતાં અક્ષેપોનો તે જેટલો વિચાર કરે છે એટલો વિચાર સ્વીકારીને લઈને નથી કરતો. હા, એ પણ કંઈ દૂધે ધોયેલો નથી. એનામાં પણ અમુક ખામી તો છે જ…. વારતા પૂરી !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…