વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને સુખ-સંપત્તિ અને વૈભવના પ્રતિક માનવામાં આવે છે. જ્યારે શુક્ર પોતાની સ્વરાશિ કે ઉચ્ચ રાશિમાં કેન્દ્ર સ્થાને બિરાજમાન થાય છે, ત્યારે માલવ્ય મહાપુરુષ રાજયોગનું નિર્માણ થાય છે. 19મી એપ્રિલ, 2026ના રોજ શુક્ર ગ્રહ પોતાની જ રાશિ વૃષભમાં પ્રવેશ કરીને આ શક્તિશાળી રાજયોગ રચશે, જે પાંચ ભાગ્યશાળી રાશિઓ માટે ગોલ્ડન સમય સાબિત થશે.
જ્યોતિષીય ગણતરી મુજબ, આવતીકાલે એટલે કે 19મી માર્ચ, 2026ના રોજ શુક્ર વૃષભ રાશિમાં પ્રવેશતા જ માલવ્ય યોગ સક્રિય થશે. આ યોગ ભૌતિક સુખ-સુવિધાઓ, વિલાસિતા અને આર્થિક સમૃદ્ધિમાં અપાર વૃદ્ધિ લાવનારો માનવામાં આવે છે. ચાલો જોઈએ કઈ છે પાંચ ભાગ્યશાળી રાશિઓ કે જેમને આવતીકાલથી લાભ થઈ રહ્યો છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ રહી છે...
વૃષભ:
વૃષભ રાશિના જાતકોના લગ્નના ભાવમાં જ શુક્ર ગોચર કરી રહ્યો છે. આ યોગને કારણે તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે. સમાજમાં માન-સન્માનની સાથે અટકેલા કાર્યોમાં ગતિ આવશે. રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે. બેંક બેલેન્સમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો એ પણ પાછા મળી રહ્યા છે.
સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આવીકાલેથી સર્જાઈ રહેલો દુર્લભ યોગ ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. કરિયર અને બિઝનેસમાં મોટી સફળતાના યોગ છે. કાર્યક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ખાસ કરીને સરકારી ક્ષેત્ર કે રાજકારણ સાથે જોડાયેલા લોકોને મોટી જવાબદારી મળી શકે છે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકોના સાતમા ભાવમાં શુક્રનું ભ્રમણ લગ્નજીવન અને ભાગીદારીના વેપાર માટે વરદાનરૂપ સાબિત થશે. અપરિણીત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે અને આર્થિક નફો વધશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. જીવનસાથી સાથેના સંબંધોમાં વધારો થઈ રહ્યો છે.
મકર:
મકર રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે ભાગ્યનો પૂરપૂરો સાથ મળતાં તમારી પ્રસન્નતાનો પાર નહીં રહે. આ રાજયોગ સંતાન સુખ અને શિક્ષણ ક્ષેત્રે શુભ ફળ આપશે. અચાનક ધનલાભના યોગની સાથે પૈતૃક સંપત્તિના વિવાદો ઉકેલાશે. તમારી સર્જનાત્મકતામાં પણ વધારો થશે.
કુંભ:
શનિના સ્વામિત્વવાળી કુંભ રાશિના ચોથા ભાવમાં શુક્રનું ગોચર ભૌતિક સુખમાં વધારો કરશે. તમે નવું મકાન કે લક્ઝરી વાહન ખરીદી શકો છો. માતા સાથેના સંબંધો સુધરશે અને ઘરમાં માંગલિક પ્રસંગોનું આયોજન થશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે તેને પૂરી કરશે.