બીજિંગ/તહેરાન: પશ્ચિમ એશિયામાં વધતા જતા યુદ્ધ સંકટ વચ્ચે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે તેહરાનને બેઇજિંગનું મજબૂત સમર્થન હોવાના સંકેત આપ્યા હતા અને અમેરિકા અને ઈઝરાયલને પરોક્ષ રીતે ચેતવણી આપી હતી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકાના ઈરાન પર નવા હુમલાઓ પછી બંન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.
ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરી હતી. ચીન ઈરાનને તેની સાર્વભૌમત્વ, સુરક્ષા, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવનું રક્ષણ કરવામાં સમર્થન આપે છે,અને ઈરાનને કાયદેસર અધિકારો અને હિતોને જાળવી રાખવામાં સમર્થન આપે છે. ચીન ઈરાનના સાર્વભૌમત્વને સમર્થન આપે છે
ચીનના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, અરાઘચીએ વાંગને ઈરાનમાં તાજેતરમાં બનેલી ઘટનાઓની જાણકારી આપી હતી અમેરિકા પર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો અને તાજેતરની વાતચીતમાં સકારાત્મક પરિણામો મળવાના સંકેતો છતાં ઈરાન પર હુમલાનો આરોપ લગાવ્યો હતો.
અરાઘચીએ વાંગને કહ્યું હતું કે ઈરાન પાસે કોઈ પણ કિંમતે પોતાની રક્ષા કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જ્યારે આશા વ્યક્ત કરી કે ચીન વધુ પ્રાદેશિક તણાવને રોકવામાં સક્રિય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.
વાંગ યીએ ચીનના "સિદ્ધાંતિક વલણ"ને ફરીથી ઉલ્લેખ કર્યો હતો અને ભાર મુક્યો હતો કે બીજિંગ, તહેરાન સાથેની તેની પરંપરાગત મિત્રતાને મહત્વ આપે છે અને ઈરાનની સાર્વભૌમત્વ, સુરક્ષા, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવનું રક્ષણ કરવામાં સમર્થન આપે છે. તેમણે ઈરાનના "કાયદેસર અધિકારો અને હિતો" માટે ચીનના સમર્થનની પણ પુષ્ટી કરી હતી.