Tue Apr 28 2026

Logo

સીમાંકન બિલ મુદ્દે શશી થરૂરનો સખત વિરોધ: "આ રાજકીય નોટબંધી સાબિત થશે"

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મહિલા અનામત બિલ અને સીમાંકન બિલને લઈને સંસદમાં બૂમરાણ મચી છે. સીમાંકન બિલને લઈને હવે કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરૂરે પોતાની વાત કહી છે, શશી થરૂરે કહ્યું હતું કે, સીમાંકલ બિલનો પ્રસ્તાવ ઉતાવળે મૂકવામાં આવ્યો છે. જેટલી ઉતાવળ તમે નોટબંધી વખતે કરી હતી એટલી ઉતાવ આ બિલને લઈને કરવામાં આવી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે એ સમયે આપણા દેશને કેટલું મોટું આર્થિક નુકસાન થયું હતું. સીમાંકનની કવાયત પણ રાજકીય નોટબંધી સાબિત થઈ શકે છે.

વિશેષ સત્રમાં આક્ષેપબાજી
મહિલા અનામત બિલમાં સંશોધન અને સીમાંકન બિલને લઈને સંસદનું એક વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ તરફથી બિલને લઈને અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. અનેક પ્રકારના તર્કની ચર્ચા કરવામાં આવી રહી છે.સત્તાપક્ષે જ્યાં બિલના સમર્થનમાં વાત કરી તો વિપક્ષે આ બિલ પાછળ સત્તાપક્ષના ઈરાદા પર સવાલો કર્યા છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે મહિલા અનામત બિલમાં સંશોધન અંગે જે બિલ રજૂ થવાનું છે અને કાયદો તૈયાર થવાનો છે એ અંગે કહ્યું હતું કે, સીમાંકન બિલથી બંન્ને સદન વચ્ચે (રાજ્યસભા-લોકસભા) અસંતુલન થઈ ગયું છે. 

રાજ્યસભાને લઈ કોઈ પ્રસ્તાવ નહીં
આ પ્રક્રિયા દરમિયાન રાજ્યસભાની બેઠકોમાં વૃદ્ધિનો કોઈ ઉલ્લેખ થયો જ નથી. જ્યારે સીમાંકન બિલને લઈને લોકસભામાં સભ્યોની સંખ્યા વધીને 850 સુધી જશે આ પ્રક્રિયાની ટીકા કરવામાં આવી રહી છે. લોકસભાની બેઠકમાં વધારો કરી દેવાથી એક એવી સંસ્થા બની જશે જે યોગ્ય રીતે કામ પણ કરી શકશે નહીં. લોકસભાનો આકાર વધારવામાં આવી રહ્યો છે, પણ રાજ્યસભામાં આને લઈને કે બેઠક વધારવા મુદ્દે કોઈ પ્રકારનો પ્રસ્તાવ આવ્યો નથી. આ કારણે બંન્ને સદન વચ્ચે અસંતુલન ઊભું થયું છે.અમે મહિલા અનામત બિલનું સમર્થન કરીશું પણ સીમાંકન બિલ મામલે થોડી રાહ જોવાની જરૂર છે. 

સંસદનો માહોલ ગરમાયો
હાલ લોકસભામાં સાંસદની સંખ્યા 543 છે જ્યારે એંગ્લે ઈન્ડિયન સુમદાયથી આવનારા 2 સભ્યોને ફરી નિયુક્ત કરી શકાય છે.આ રીતે રાજ્યસભામાં સાંસદોની સંખ્યા 250 હોય છે. જેમાં 12 સભ્યોની નિુયુક્તિને રાષ્ટ્રપતિ પાસ કરી શકે છે. આજે લોકસભામાં મહિલા અનામત અધિનિયમ સંબંધિત સંવિધાન 131માં સંશોધન બિલ 2026, સીમાંકન બિલ, સંઘ રાજ્ય સંશોધન બિલને લઈને ચર્ચા થઈ હતી. આ કારણે સંસદનો માહોલ ગરમાયો છે. મહિલા અનામતને સીમાંકન સાથે જોડવું દેશની મહિલા માટે દેશના ઈતિહાસની સૌથી વિવાદાસ્પદ અને જટિલ કવાયત પૈકી એક બની રહેશે. ઉતાવળે સીમાંકન બિલ રજૂ કરવું યોગ્ય નથી. 

દરેક સંસદને યોગ્ય સમય નહીં આપી શકાય
સીમાંકન જેવા વિષય પર ગંભીર ચર્ચા થવી જોઈએ. દરેક પક્ષે એકવાર મનોમંથન કરવું જોઈએ. નાના રાજ્યો અને મોટા રાજ્યો વચ્ચે પણ એક સંતુલન હોવું જ જોઈએ. તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એકબાજુ સંસદમાં બેઠકના દિવસો ઘટી રહ્યા છે એવામાં જો સંસદની સંખ્યા વધશે તો સરળ કાર્યવાહી કરવામાં પણ સમય લગાશે. દરેક સભ્યોને પૂરતી તક આપવામાં મુશ્કેલી પડશે.