કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે દરેક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ભાજપ દ્વારા પણ અત્યારે ત્રીજી ઉમેદવારી યાદી જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાજપ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 19 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં બે મહિલાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળ વર્ષોથી ટીએમસીનો ગઢ રહ્યું છે, જેથી ભાજપ આ ગઢમાં ગાબડું પાડવા માટે તૈયારી કરી રહ્યું છે.
ભાજપે આરજી કર દુષ્કર્મ પીડિતાની માતાને પણ ટિકિટ આપી
યાદીની વાત કરવામાં આવે, 19 નામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં પશ્ચિમ બંગાળની ખૂબ જ ચર્ચિત બેઠક પાનીહાટીમાંથી ભાજપે મહિલાને ટિકિટ આપી છે. ભાજપે આરજી કર દુષ્કર્મ પીડિતાની માતાને પણ ટિકિટ આપી છે. પીડિતાની માતા રત્ના દેબનાથ પાનિહાટીથી ચૂંટણી લડશે. આ યાદીમાં દિનેશ સરકાર (હરાધન સરકાર) ને રાજગંજથી ચૂંટણી લડવા માટે મેદાને ઉતારવામાં આવ્યાં છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી અન્ય પાંચ રાજ્યો કરતા વધારે રસપ્રદ રહેવાની છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ભાજપે તેની પહેલી બે યાદીમાં ક્રમશઃ 144 અને 111 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. એટલે કે, પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 272 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. આ સાથે તૃણમૂલ કોંગ્રેસે એક જ યાદી જાહેર કરી છે, જેમાં 291 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે. મહત્વની વાત એ છે કે, ટીએમસીએ ગઠબંધન માટે ત્રણ બેઠકો અન્ય પાર્ટીઓ માટે બાકી રાખી છે. જેમાં હવે કોના નામ જાહેર કરવામાં આવશે? તે જોવાનું રહેશે.
BJP releases the third list of 19 candidates for the upcoming West Bengal Assembly elections pic.twitter.com/Z9TFoceVNB
— ANI (@ANI) March 25, 2026