Fri May 22 2026

Logo

વર્લ્ડકપમાં સામેલ આ ખેલાડીએ ડૉમેસ્ટિક ક્રિકેટ અને IPLને કહ્યું અલવિદા, ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

1 hour ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ભારતીય ક્રિકેટર વિજય શંકર, જે 3ડી પ્લેયર તરીકે ઓળખાતા તેમણે 22 મેના રોજ નિવૃતિ જાહેર કરી દીધી છે. વિજય શંકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને આ નિર્ણયની જાણકારી આપી હતી. આ પોસ્ટમાં તેમણે સ્પષ્ટતા કરી છે કે, તેઓ આઈપીએલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃતિ લઈ રહ્યા છે. વિજય શંકરે વર્ષ 2018માં ઈન્ટરનેશલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો હતો. વર્ષ 2019માં વન ડે ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમના ખેલાડી તરીકે રહ્યા હતા. 

સોશિયલ મીડિયા પર મૂકી પોસ્ટ


સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી અભિવ્યક્તિમાં તેમણે પોતાનું એક દર્દ પણ જાહેર કરી દીધું. સોશિયલ મીડિયા પર તેમણે જે શેર કર્યું એમાં તેમણે લખ્યું હતું કે, ક્રિકેટ મારૂ જીવન છે, 10 વર્ષનો હતો એ સમયથી મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 25 વર્ષ બાદ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, મને દરેક લેવલ પર ક્રિકેટમેચ રમવા મળી છે. જે દરેકનું સપનું હોય છે.ડૉમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય કર્યો છે, જેથી આ ફિલ્ડમાં હું બીજા વિકલ્પો અંગે વિચાર કરી શકું. દેશ માટે રમવું એ મારા માટે સૌથી મોટી ખુશીની ક્ષણ રહી. આપ સૌના તરફથી જે પ્રેમ મળ્યો એન હું હંમેશા આભારી રહીશ. આ પ્રસંગે બીસીસીઆઈ, તમામ કોચ, સપોર્ટસ્ટાફ, ફીઝિયો અને ટ્રેનર સિવાય તમામ લોકોનો ધન્યવાદ કરવા માગુ છું. જેમણે મારી આ ક્રિકેટ જર્નીમાં સારૂ એવું યોગદાન આપ્યું છે. 

આવું રહ્યું ક્રિકેટ કેરિયર

વર્ષ 2019માં જ્યારે વિજય શંકરનું ભારતીય ક્રિકેટ ટીમમાં સિલેક્શન થયું હતું એ સમયે મુખ્ય સિલેક્ટર એમએસકે પ્રસાદે ઘણા વિવાદનો સામનો કરવો પડ્યો હતો. એ પછી જ્યારે પાકિસ્તાન સામે રમવાનો ચાન્સ મળ્યો એ સમયે તેમણે પહેલા જ બોલમાં વિકેટ ખેરવી દીધી હતી. ક્રિકેટ કેરિયરની વાત કરવામાં આવે તો તેમણે 12 વન ડે, 9 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. 12 વન ડે મેચમાં તેમણે કુલ 223 રન બનાવ્યા હતા. 4 વિકેટ ખેરવી હતી. જ્યારે T20 ઈન્ટરનેશનલમાં વિજય શંકરે 9 મેચમાં 101 રન બનાવીને 5 વિકેટ ખેરવી હતી. આઈપીએલમાં પણ ચાર ટીમમાંથી રમવાનો ચાન્સ મળ્યો હતો. ચેન્નઈ સુપરકિંગ્સ, ગુજરાત ટાઈટન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ. આ ટુર્નામેન્ટમાં કુલ 78 મેચ રમીને કુલ 1233 રન બનાવ્યા છે.