Tue Apr 28 2026

Logo

ટ્રમ્પ ટીવી એન્કર પર ભડક્યાઃ હું રેપિસ્ટ નથી, મેં કોઈના પર રેપ કર્યો નથી પણ તમે લોકો..........

Wasington D.C.   1 day ago
Author: Mayurkumar Patel
Article Image

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક ઈન્ટરવ્યૂ દરમિયાન એન્કર પર ભડક્યા હતા. વોશિંગ્ટન હિલ્ટનમાં આયોજિત વ્હાઈટ હાઉસ કોરેસ્પોંડેંટ્સ ડિનર દરમિયાન થયેલું ફાયરિંગ અને આરોપી કોલ ટૉમસ એલનના કથિત મેનિફેસ્ટોને લઈ સવાલ પૂછવામાં આવતા ટ્રમ્પ અકળાયા હતા. તેમણે હું રેપિસ્ટ નથી, મેં કોઈના પર રેપ કર્યો નથી પણ તમે લોકો મારી પાછળ હાથ ધોઈને પડી ગયા છો.

ઈન્ટરવ્યૂ દરમિયાન પત્રકાર નોરાહ ઓ ડોનેલે શંકાસ્પદ હુમલાખોર દ્વારા કથિત રીતે લખવામાં આવેલા અંશ વાંચ્યા હતા. જેમાં બાળ યૌન શોષણ કરનારા, દુષ્કર્મી અને દેશદ્રોહી જેવા શબ્દો પણ લખવામાં આવ્યા હતા. જેનાથી ટ્રમ્પ નારાજ થઈ ગયા હતા અને તેઓ પત્રકાર પર ભડક્યા હતા. 

ટ્રમ્પે કહ્યું, હું રાહ જોતો હતો કે તમે શું વાંચશો, પરંતુ તમે લોકો ખૂબ ખરાબ થે. પોતાના પર લગાવેલા આરોપોને ફગાવતાં તેમણે કહ્યું - હું દુષ્કર્મી નથી, મેં કોઈ સાથે દુષ્કર્મ નથી કર્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું દસ્તાવેજમાં લખવામાં આવેલી વાત તમારા માટે હતી ત્યારે ટ્રમ્પમે તેને અટકાવીને કહ્યું- હું બાળકોનું યૌન શોષણ કરનારો નથી. તેમે કોઈ માનસિક રીતે બીમાર વ્યક્તિએ લખેલી વાત વાંચી રહ્યા છો? મને નિર્દોષ જાહેર કરવામાં આવી ચુક્યો છે.

 

આ ઉપરાંત ટ્રમ્પે પત્રકાર પર માનસિક સંતુલન ગુમાવી ચુકેલા વ્યક્તિના શબ્દોને વાચા આપ્યાનો આરોપ લગાવ્યો હતો. આ પ્રકારના સવાલોને તેણે શરમજનક ગણાવ્યા હતા. ઉપરાંત કહ્યું કે, તપાસ એજન્સીઓ હુમલાખોરના હેતુથી પૂછપરછ કરી રહ્યા છે. પરંતુ આવા દસ્તાવેજોનો જાહેર મંચ પરથી ઉલ્લેખ ન કરવો જોઈએ.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિ વોશિંગ્ટન હિલ્ટનમાં કેટલાય દિવસોથી રોકાયો હતો અને તેણે કાર્યક્રમ સ્થળની અગાઉથી રેકી કરી હતી. તેની પાસેથી મળી આવેલી નોટમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા, જેમાં દેખરેખ અને સશસ્ત્ર સુરક્ષાના અભાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે તેના નિશાન પર વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો હોઈ શકે છે, જેનાથી મોટા હુમલા અથવા હત્યાના કાવતરાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. તપાસ દરમિયાન સાચી હકીકત બહાર આવવાની શક્યતા છે.