Sun May 03 2026

Logo

વિશ્વની સૌથી મોટી માછલી ઓરફિશની વાસ્તવિકતા જેટલી જ રસપ્રદ લોકવાયકા!

1 hour ago
Author: Praful Shah
Article Image

હેં... ખરેખર?! - પ્રફુલ શાહ

શું કોઈ માછલી દરિયાઈ આફતની આગાહી કે એંધાણી આપી શકે? લોકવાયકા હકારમાં જવાબ આપે છે. એના સમર્થનમાં કેટલીક ઘટનાઓ પણ ટાંકે છે. 1860ની 3 માર્ચે બર્મુડાના દરિયાકિનારે ઓરફિશ નામે ઓળખાતી તોતિંગ માછલી તણાઈને આવી હતી. 16 ફૂટ (4.9 મીટર મીટર) લંબાઈ ધરાવતા આ જીવને ત્યારે સમુદ્રી સાપ તરીકે વર્ણવવામાં આવ્યો હતો. આ જ રીતે જાપાની લોકકથાઓમાં ‘સમુદ્રના દેવના મહેલનો સંદેશવાહક’ ગણાવાયેલી સ્લેન્ડર ઓરફિશ નામની વિશાળ માછલી ભૂકંપની આગાહી કરતી હોવાનું માનવામાં આવે છે.

આ ઓરફિશને ‘પ્રલયની માછલી’નું ઉપનામ આપવામાં આવ્યું છે કારણ કે ઇતિહાસમાં તેના દેખાવને કુદરતી આપત્તિઓ, ખાસ કરીને ભૂકંપ અથવા સુનામી સાથે જોડવામાં આવી હતી. 2012માં જાપાનના ટોહોકુ ભૂકંપ અને સુનામીમાં વીસ હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એ અગાઉ જાપાનમાં ઘણા લોકોએ 2009 અને 2010માં દેશના કિનારાઓ પર ધોવાઈ આવેલી 20 ઓરફિશને પરંપરાગત વિનાશના સંકેત માની લીધી હતી. જોકે 2019માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ઓરફિશના દેખાવા અને પછી આવેલા ભૂકંપ વચ્ચેનો સંબંધને ભ્રામક ગણાવાયો હતો. નિષ્ણાતોના મતે સપાટી નજીકના ઓરફિશના દુર્લભ દેખાવથી મોટેભાગે ભય ફેલાય છે. જોકે વિજ્ઞાનીઓ તેને આ માછલીના બીમાર હોવા, મરણોન્મુખ હોવા કે પર્યાવરણમાં ફેરફારોને આપેલા પ્રતિસાદ સાથે જોડે છે. આ માછલીના દેખાવાને કુદરતી આપત્તિઓ સાથે કોઈ જ સંબંધ હોવાને વૈજ્ઞાનિક માન્યતા મળી નથી.

હા, અહીં જેની વાત થઈ રહી છે એ દુનિયાની સૌથી લાંબી માછલી હોવા અંગે બેમત નથી. આ ઓરફિશ (વૈજ્ઞાનિક નામ: છયલફહયભીત લહયતક્ષય) દુનિયાની સૌથી લાંબી જાણીતી હાડકાંવાળી માછલી છે. ઘણીવાર એનું કદ 8 મીટર (26 ફૂટ) સુધી લંબાઈ સુધી પહોંચે છે જે 11થી 17 મીટર (36થી 56 ફૂટ) સુધી નોંધાયું છે. એટલે જ ઊંડા સમુદ્રની જીવ તરીકે, તે સૌથી લાંબી હાડકાંવાળી માછલીનો રેકોર્ડ ધરાવે છે.

આ ઓરફિશ એક મોટી અને અત્યંત લાંબી પેલેજિક લેમ્પ્રિફોર્મ (એક લાંબી અને પટ્ટી જેવી માછલી છે, જે સમુદ્રના ખુલ્લા, ઊંડા પાણીમાં તરતી રહે. સામાન્યત: કિનારાથી દૂર અને ખૂબ ઊંડાણમાં વસતી) માછલી છે. તે સમશીતોષ્ણ સમુદ્રી વિસ્તારોમાંથી લઈને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં હોય છે, મનુષ્યોને ભાગ્યે જ દેખાય છે. અપવાદરૂપે 2016માં માછીમાર અને પ્રાણીવિજ્ઞાની જેર્મી વેડના શો ‘રીવર મોનસ્ટર્સ’માં જેર્મી બે જીવંત અને સ્વસ્થ ઓરફિશ સાથે તરતો દેખાયો હતો.

ઓરફિશ નામ કદાચ તેના અત્યંત દબાયેલા અને લંબાયેલા શરીરથી અથવા હવે ખોટી ઠરાવાયેલી માન્યતા પરથી આવ્યું છે કે માછલી તેના પેલ્વિક ફિન્સ (માછલીના શરીરના નીચેના ભાગમાં જોડીમાં આવેલી પાંખો છે જે તેમને પાણીમાં તરતી વખતે સંતુલન અને દિશાનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે)થી પાણીમાં હાંકી પોતે આગળ વધે છે. આ કુળ કે કુટુંબનું નામ છયલફહયભશમફય લેટિન શબ્દ યિલફહશત પરથી આવ્યું છે, જેનો અર્થ ‘રાજકીય’ થાય છે. જોકે મોટી પ્રજાતિઓને રમતિયાળ માછલી માનવામાં આવે છે અને થોડા પ્રમાણમાં વ્યાપારી રીતે પકડવામાં આવે છે, ઓરફિશ જીવંત ભાગ્યે જ પકડાય છે; તેનું માંસ જેલેટીન જેવી રચના હોવાથી ખાવા માટે યોગ્ય માનવામાં આવતું નથી. તેની દુર્લભતા અને વિશાળ કદ, તેમજ બીમાર અથવા મરતી વખતે સપાટી પર રહેવાની તેની આદત, ઓરફિશને ઇતિહાસમાં સમુદ્રી સાપની વાર્તાઓનો સંભાવિત સ્રોત બનાવે છે. તોફાનો પહેલાં કિનારે આવી જવાથી તેને વિનાશના સંકેત તરીકે પ્રતિષ્ઠા મળી છે, જે લોકવિશ્વાસ + ટોહોકુ ભૂકંપ અને સુનામી પહેલાં થયેલી ઘણી ઘટનાઓથી વધુ મજબૂત થયો પણ વિજ્ઞાની માનતા નથી. ન્યૂ ઝીલેન્ડના સંશોધકોના દાવા મુજબ વર્ણન સ્પર્શ કરતી વખતે ઓરફિશ વીજ ઝટકા આપે છે!

આ ઓરફિશ ચાંદી જેવા રંગનુ હોય ને શરીર પર નાના ગાઢ ડાઘો હોય છે. ઓરફિશ વારંવાર ઑટોટોમી કરે છે, એટલે કે પોતાનો પૂંછડો કાપી નાખે છે. શક્ય છે કે શિકારીઓની પકડથી બચવા માટે આવું કરતી હોય. કલ્પના કરી જુઓ કે મહાકાય ઓરફિશને શિકાર કરનારા જીવનું કદ કેવડું મોટું હશે? 

માત્ર દરિયો જાણે.