ઇસ્લામાબાદ : ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે T-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજવાની છે. જેના પરિણામ અંગે અનેક લોકોએ ભવિષ્યવાણી કરી છે. ત્યારે આ મેચ અંગે પાકિસ્તાનના ત્રણ ભૂતપૂર્વ ખેલાડીઓ, મોહમ્મદ આમિર, રાશિદ લતીફ અને અહેમદ શહેઝાદે કરેલી ભવિષ્યવાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ આ મેચ અંગે દાવા કર્યા
T-20 વર્લ્ડ કપની ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચને લઇને પાકિસ્તાનના પણ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. જેમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓ પણ આ મેચ વિશે અનેક દાવા કરી રહ્યા છે. જેમાં મોહમ્મદ આમિરે જે હંમેશા ટ્રોલ થાય છે તેમણે ફરી એકવાર વાહિયાત ભવિષ્યવાણી કરી છે. આ ખેલાડીઓએ એક ટીવી શોમાં એન્કર મોહમ્મદ આમિર, અહેમદ શહેઝાદ અને રાશિદ લતીફને પૂછી રહી છે કેઆખરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કોણ જીતશે.
મોહમ્મદ આમિરે વાહિયાત જવાબ આપ્યો
આ શોમાં એન્કરે ખેલાડીઓને પૂછ્યું હતું કે, અમદાવાદમાં હાઇબ્રીડ પિચનો ઉપયોગ થવાનો છે. તેથી જે પણ ટોસ જીતશે તે પહેલા બોલિંગ પસંદ કરશે તેથી મેચમાં ટોસ મહત્વનું પાસું સાબિત થશે. જ્યારે હોસ્ટે ભારત બોલિંગ કરે કે બેટિંગ કોણ જીતશે ? ત્યારે મોહમ્મદ આમિરે વાહિયાત જવાબ આપ્યો અને કહ્યું ન્યુઝીલેન્ડ. આ અંગે મોહમ્મદ આમિરે તર્ક રજૂ કર્યો કે બંને ટીમોની બેટિંગ સમાન છે. પરંતુ ન્યુઝીલેન્ડની બોલિંગ વધુ સારી અને ફોર્મમાં છે. ભારતના માત્ર બોલરો જ ફોર્મમાં છે. જ્યારે રાશિદ લતીફ અને અહેમદ શહેઝાદે સર્વાનુમતે કહ્યું કે ભારત જીતશે.
આ ઉપરાંત ટીવી શોના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બીજો એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો. જ્યાં મોહમ્મદ આમિરને ફરીથી પૂછવામાં આવ્યું હતું કે વર્લ્ડ કપ કોણ જીતશે. ત્યારે આમિરે જવાબ આપ્યો, ભારત જીતશે.
સટ્ટા બજાર પણ ગરમ
ઉલ્લેખનીય છે કે, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું ચેમ્પિયન કોણ હશે તેનો ફેંસલો આજે થઇ જશે, ભારતીય ટીમ ન્યુઝીલેન્ડને હરાવી સતત બીજી વાર ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે, ત્યારે ન્યુઝીલેન્ડની નજર તેના પહેલા T20 ચેમ્પિયન ટાઈટલ પર છે. ત્યારે સટ્ટા બજાર પણ ગરમ છે.