Thu Apr 23 2026

Logo

સબરીમાલા કેસઃ ધર્મને તર્કની દ્રષ્ટિથી ન જોઈ શકાય, મહિલાઓના મુદ્દે વકીલે કરી ધારદાર દલીલ

2 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ સબરીમાલા મંદિરમા મહિલાઓના પ્રવેશના મુદ્દે કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ધર્મ પર કોઈ પ્રકારે તર્ક ન લગાવી શકાય. સુપ્રીમ કોર્ટના 9 જજની બેંચે સબરીમાલા મંદિર સહિત ધાર્મિક સ્થળ પર મહિલા સાથે થતા ભેદભાવ તથા જુદા-જુદા ધર્મના પાલનની જીવલેણ ધાર્મિક સ્વતંત્રતાના દાયરા મુદ્દે ચર્ચા કરી હતી. 

ભેદભાવ મુદ્દે ચોખવટ
આ અરજીને લઈને અંતિમ સુનાવણી શરૂ કરવામાં આવી હતી, જેમાં કોર્ટે મોટી અને મહત્ત્વની વાત કરી હતી. ચીફ જસ્ટિસની બેંચ વિશેષરૂપથી કલમ 25 અને 26 પર વિચારણા કરશે, જે ધર્મ અને ધાર્મિક સંપ્રદાયની સ્વતંત્રતાના વિષયમાં છે. આ પહેલાની સુનાવણીમાં કેન્દ્ર સરકાર તરફથી મુદ્દાઓ રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, કોઈ વિશેષ  ઉંમર, વર્ગ કે ખાસ પ્રકારની જાતિના લોકોને પૂજાને લઈને એન્ટ્રી ન આપવી એ ભેદભાવ તો નથી. ચીફ જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ સવાલ કરતા કહ્યું કે, જો જાદુ-તંત્ર-મંત્રને ધાર્મિક પ્રથાનો એક ભાગ દર્શાવવામાં આવે તો એને અંધવિશ્વાસ માની શકાય કે નહીં? એ સમયે કોર્ટ અછુત ક્ષેત્રના સિદ્ધાંતની મદદ લઈ સાર્વજનિક વ્યવસ્થા અને નૈતિકતાના આધાર પર આવી પ્રથા પર પ્રતિબંધ ન મૂકી શકે?

ધર્મ,પરંપરાઓને લઈ મતમતાંર
તુષાર મહેતાએ દલીલ કરતા કહ્યું હતું કે, કોર્ટ સાર્વજનિક વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યના આધાર પર પ્રતિબંધ મૂકી શકે પણ માત્ર અંધવિશ્વાસના આધાર પર આવું ન કરી શકે.કોર્ટ પાસે એ અધિકારી નથી કે તે એ નક્કી કરે કે ધાર્મિક પ્રથા એ અંધવિશ્વાસ છે કે નહીં. આ મુદ્દે જજ ગમે એટલા નિષ્ણાંત કેમ ન હોય આ લોકોને અસર કરતો મુદ્દો છે. આસ્થાનો સવાલ છે. CJI સૂર્યકાંતે કહ્યું હતું કે, બંધારણમાં આવશ્યક શબ્દનો કોઈ ઉલ્લેખ નથી. ચીફ જસ્ટિસ અમાનુલ્લાહે તુષાર મહેતાના મુદ્દા પર અસહમતી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોર્ટે એ નક્કી કરવાનો અધિકાર છે કે, કોઈ વસ્તુ અંધવિશ્વાસ છે કે શ્રદ્ધા? પણ તુષાર મહેતાએ કહ્યું હતું કે, આનાથી હું સહમત નથી. જે વાત મારા મારા માટે અંધવિશ્વાસ છે, નાગાલેન્ડમાં કે નાગાલેન્ડના નાગરિકો માટે ધાર્મિક પ્રથા હોઈ શકે છે. 

ધારદાર દલીલો રજૂ થઈ
મહારાષ્ટ્રમાં તંત્ર-મંત્રને લઈ એક ચોક્કસ કાયદો છે. ચીફ જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું હતું કે, માની લો કે અંધવિશ્વાસ કે ધાર્મિક પ્રથા ગણાવીને કોઈ કાયદો પસાર કરવામાં આવે  તો એ ન્યાયોચિત થઈ શકે. તુષાર મહેતાએ કહ્યું હતું કે, રાજ્યનો હસ્તક્ષેપ ધર્મ પર નથી, માત્ર ધાર્મિક અનુષ્ઠાન પર છે. બેંચે સાત પ્રશ્નોને લઈન પોતાની વાત રજૂ કરી હતી. તુષાર મહેતાએ કહ્યું હતું કે, ધર્મ શબ્દ બંધારણમાં પણ પરિભાષિત નથી, આની કોઈ ચોક્કસ પરિભાષા પણ સંભવ નથી. મહિલાઓના મુદ્દે વર્ષ 2017માં એડવોકેટ સુનિતા તિવારીએ સુપ્રીમ કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી હતી. એ પછી 2018માં સુપ્રીમ કોર્ટે તમામ ઉંમરની મહિલાઓએ મંદિરમાં પ્રવેશ માટેનો અધિકાર આપ્યો હતો પણ પછી મામલે બેંચ સુધી આવીને અટક્યો હતો.