Mon May 25 2026

Logo

લખનઊને હૈદરાબાદ માત્ર 160 રનનો લક્ષ્યાંક આપી શક્યું

1 month ago
Author: Ajay Motiwala
Article Image

હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદે (Hyderabad) પ્રથમ બૅટિંગ મળ્યા બાદ અત્યંત ખરાબ શરૂઆત કર્યા પછી છેવટે 20 ઓવરમાં 9/156નો સાધારણ નોંધાવીને લખનઊ સુપર જાયન્ટ્સને 160 રનનો ટાર્ગેટ આપ્યો છે.

હિન્રિક ક્લાસેન (62 રન, 41 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) અને નીતીશ કુમાર રેડ્ડી (56 રન, 33 બૉલ, પાંચ સિક્સર, ત્રણ ફોર)ની જોડીએ પાંચમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરીને હૈદરાબાદની આબરૂ સાચવી લીધી હતી.

એ પહેલાં, હૈદરાબાદે ફક્ત 26 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ક્લાસેન-નીતીશની જોડીએ પાંચમી વિકેટ સુધીમાં 18મી ઓવરમાં સ્કોર 142 રન સુધી પહોંચાડી દીધો હતો. 

લિવિંગસ્ટનના 14 રનને બાદ કરતા બીજા પાંચ બૅટ્સમેનના સિંગલ ડિજિટમાં રન હતા અને અભિષેક શર્મા તથા હર્ષ દુબેના નામે ઝીરો હતો. લખનઊ (Lucknow)ના મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને આવેશ ખાને બે-બે વિકેટ તેમ જ દિગ્વેશ રાઠી તથા એમ. સિદ્ધાર્થે એક-એક વિકેટ મેળવી હતી.

હવે હૈદરાબાદના બોલર્સ જયદેવ ઉનડકટ, હર્ષલ પટેલ, શિવાંગ કુમાર વગેરેની કસોટી થશે.