Tue May 26 2026

Logo

રાજસ્થાનના 8/205ઃ મુંબઈનો અંતિમ મૅચમાં વિજયી ડંકો વાગશે?

2 days ago
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે રાજસ્થાન રૉયલ્સે (RR) પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં આઠ વિકેટે 205 રન બનાવ્યા જેમાં એકેય બૅટ્સમૅનની હાફ સેન્ચુરી નહોતી. ધ્રુવ જુરેલના 38 રન ટીમમાં હાઇએસ્ટ હતા, જ્યારે જોફ્રા આર્ચરે 32 રન, દાસુન શનાકાએ 29 રન અને યશસ્વી જયસ્વાલે 27 રન બનાવ્યા હતા. મુંબઈ અને રાજસ્થાનની આ અંતિમ લીગ મૅચ છે.

રવીન્દ્ર જાડેજાને છેક નવમા નંબરે રમવા મળ્યું અને તેણે 11 બૉલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 19 રન બનાવીને અણનમ રહ્યો હતો. નેન્ડ્રે બર્ગર 10 રન બનાવીને અણનમ હતો. તેમણે 30 રનની અતૂટ ભાગીદારીથી ટીમનો સ્કોર 200 રનને પાર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

મુંબઈના દીપક ચાહર તથા શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ લીધી હતી. કૅપ્ટન હાર્દિકે બોલિંગ નહોતી કરી, જ્યારે કૉર્બિન બૉશ્ચ, વિલ જૅક્સ અને ગઝનફરને એક-એક વિકેટ મળી હતી. વૈભવ સૂર્યવંશી (ચાર રન)ની મહત્ત્વની વિકેટ ચાહરે મેળવી હતી.

મુંબઈ જો 206 રન નહીં બનાવી શકે તો રાજસ્થાન જીતીને પ્લે-ઑફમાં પહોંચી જશે અને કોલકાતા તથા પંજાબની ટીમ આપોઆપ સ્પર્ધાની બહાર થઈ જશે.