બીડ: બીડ જિલ્લામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા પિતાના અંતિમસંસ્કાર કરવા પહેલા 16 વર્ષના વિદ્યાર્થીએ તેની સેક્ધડરી સ્કૂલ સર્ટિફિકેટ (એસએસસી)ની પરીક્ષા આપી હતી.
યુવરાજ પાચપુતેના પિતા સંતોષ પાચપુતેમંગળવારે રાતના બે કાર વચ્ચેની ટક્કરમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને બુધવારે સવારે તેમનું મૃત્યુ થયું હતું.
યુવરાજના સગાવહાલાં અને પડોશીઓ શોક વ્યક્ત કરવા માટે ગેવરાઇ તહેસીલમાં તેના ઘરે ભેગા થયા હતા, ત્યારે પરિવારે નિર્ણય લીધો હતો કે યુવરાજના શિક્ષણ પર કોઇ અસર થવી ન જોઇએ. બુધવારે સંતોષ પાચપુતેનો પાર્થિવ દેહ ઘરમાં રાખવામાં આવ્યો હતો અને યુવરાજ સવારના 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની વચ્ચે સ્થાનિક આશ્રમશાળામાં તેના પરીક્ષા કેન્દ્રમાં ગયો હતો, જ્યાં તેણે હિન્દીનું પેપર લખ્યું હતું. (પીટીઆઇ)