Tue Apr 28 2026

Logo

કોરોનાનો નવો વેરિયન્ટ સિકાડા ધારણ કરી રહ્યો છે વિકરાળ રૂપ, જાણો કેવા છે લક્ષણો

3 weeks ago
Author: MayurKumar Patel
Article Image

 

વિદેશમાં કોવિડ-19ના નવા વેરિયન્ટના કેસમાં ઉછાળો આવ્યો છે. જૂના સ્ટ્રેની સામે તેમાં અનેક મ્યુટેશન છે. જેના કારણે તે વધારે સંક્રામક ગણાવાયો છે. સિકાડા નામનો કોવિડનો નવો વેરિયન્ટ 20થી વધુ દેશોમાં ફેલાયો છે. જે ઓમિક્રોનને મળતો આવે છે તેથી તેનું નામ  BA.3.2  છે. તેનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહ્યા છે.

કોવિડના નવા વેરિયન્ટ સિકાડાના કેવા છે લક્ષણો

કોવિડના નવા વેરિયન્ટ સિકાડાથી લોકોની ચિંતા વધી છે, પરંતુ ડરવાની જરૂર નથી. તેના લક્ષણોમાં તાવ, ગળામાં ખરાશ, ખાંસી, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો અને થાક છે. કેટલાક લોકોને નાકમાંથી પાણી પડવું, કોઈ વસ્તુનો સ્વાદ ન આવવો કે શ્વાસ લેવામાં પરેશાની, પેટની સમસ્યા પણ જોવા મળી શકે છે. 

સિકાડા વેરિયન્ટથી કેવી રીતે કરશો બચાવ

સિકાડા વેરિયન્ટથી બચવા માટે સૌથી જરૂરી માસ્ક પહેરવું છે. ભીડભાડવાળી જગ્યા પર માસ્ક વગર ન જવું જોઈએ. વારંવાર હાથ ધોવા જોઈએ. ઈમ્યુનિટી મજબૂત રાખવા માટે સંતુલિત આહાર લો.  જો તમને શરદી, ખાંસી કે તાવ હોય અને દવા લેવા છતાં સારું ન હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવો અને આઈસોલેશનમાં જતા રહો. 

સિકાડા પાછલા વેરિયન્ટ કરતાં કેટલો અલગ છે?

BA.1 અથવા BA.5 જેવા ઓમિક્રોનના પાછલા સ્ટ્રેનની સરખામણીમાં BA.3.2 માં ફેલાવાની ક્ષમતા થોડી વધારે છે. ખાસ કરીને ગીચ વસ્તી અને ઓછી ઇમ્યુનિટી ધરાવતા વિસ્તારોમાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.  પ્રારંભિક તપાસમાં સામે આવેલી વિગત પ્રમાણે આ વેરિયન્ટ પાછલા વેરિયન્ટ સામે બનેલી ઇમ્યુનિટીને થાપ આપીને વેક્સિન લઈ ચૂકેલા લોકોને પણ શિકાર બનાવી શકે છે. પરંતુ તે ઓમિક્રોનના પાછલા વેરિયન્ટ કરતાં વધુ ખતરનાક સાબિત થઈ શકે છે તેવા કોઈ પુરાવા નથી.

સિકાડા BA.3.2 વેરિયન્ટના આગમનથી એ સમજી શકાય છે કે કોવિડ-19 વાયરસ હજુ પણ મ્યુટેટ થઈ રહ્યો છે  પરંતુ આનાથી ગભરાવાની જરૂર નથી. મોટાભાગના કિસ્સાઓ હળવા અને સામાન્ય જોવા મળી રહ્યા છે અને તેમની સામે વેક્સિન અસરકારક સાબિત થઈ રહી છે. જોકે સાવધાની, તકેદારી અને સંક્રમણ પર દેખરેખ રાખવી જરૂરી છે.