Wed Apr 22 2026

Logo

હાર બાદ DCમાં મોટા ફેરફારની તૈયારી? આ ખેલાડીને ટીમમાં સામેલ કરવા માંગ

4 hours ago
Author: Savan Zalaria
Article Image

મુંબઈ: ઇન્ડીયન પ્રીમિયર લીગ(IPL) 2026માં દિલ્હી કેપિટલ્સ(DC)ની શરૂઆત સારી રહી, પરંતુ ત્યાર બાદ ટીમની ગાડી પાટા પરથી ઉતરતી જણાઈ રહી છે. DCએ આ સિઝનમાં 6 મેચ રમી છે, જેમાંથી ટીમને 3માં જીત અને 3માં હાર મળી છે.  ગઈ કાલે મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે DCને 47 રને કારમી હાર મળી, આ બાદ ટીમમાં ફેરફારની માંગ ઉઠી છે.

ચાહકો પૃથ્વી શોને પ્લેઇંગ-11માં સ્થાન આપવા માંગ કરી રહ્યા છે. DC છ પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં 5મા ક્રમે છે, સિઝનનો હવેનો તબક્કો મહત્વનો રહેવાનો છે, ત્યારે DCને વધુ સારું પ્રદર્શન કરવું જરૂરી છે. ટીમની બેટિંગ લાઈન અપ અને બોલિંગ બંને પર સવાલ ઉભા થયા છે. DC ટીમ મેનેજમેન્ટ પર પ્લેઇંગ-11માં ફેરફારો કરવાનું દબાણ વધ્યું છે

લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કેપ્ટન અક્ષર પટેલ આખરે પૃથ્વી શોને પ્લેઇંગ-11માં સામેલ કેમ નથી કરી રહ્યો.

હર્ષા ભોગલે પૃથ્વી શોને સમર્થન કર્યું:

કોમેન્ટેટર અને ક્રિકેટ વિશેષજ્ઞ હર્ષા ભોગલે જણાવ્યું કે પૃથ્વી શો ટોપ ઓર્ડરમાં ઉપયોગી સાબિત થઇ શકે છે. હર્ષા ભોગલેએ કહ્યું કે પૃથ્વી શોના તાજેતરના ઇન્ટરવ્યુમાં જોવા મળે છે કે તેમના વિચારો બદલાયા છે. 
હર્ષે કહ્યું, "હું તાજેતરમાં પૃથ્વી શોનો એક ઇન્ટરવ્યુ વાંચી રહ્યો હતો, જેમાં તે જણાવી રહ્યો છે કે ભૂતકાળમાં તેણે શું ભૂલો કરી અને હવે તે કેવી રીતે સાચા માર્ગ પર આલગ વધી રહ્યો છે. શો એવા પ્રકારનો ખેલાડી છે, જો તે 15-20 બોલ રમી લે, તો તે ટીમને શાનદાર શરૂઆત આપી શકે છે."

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સિમોન ડૌલે પણ હર્ષા ભોગલે સાથે સહમતી દર્શાવી. તેમને સુચન કર્યું કે DC પથુમ નિસાન્કાના સ્થાને શોને લાવીને ટીમમાં સામેલ કરી શકે છે, દુષ્મંથ ચમીરાને ફાસ્ટ બોલર તરીકે સામેલ કરી શકે છે.