નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં થયેલા યુદ્ધની અસર ભારત પર આડકતરી રીતે થઈ રહી છે. ખાસ કરીને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં ધીમે-ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર 3.88 ટકા રહ્યો છે. આ પાછળનું કારણ મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ છે. ફ્યુલ, વીજળી અને ઉત્પાદન થતી મહત્ત્વની વસ્તુઓની કિંમતમાં તેજી આવી છે.
મોંઘવારી વઘતા ખિસ્સા પરનું ભારણ વધ્યુ
સરકારના રિપોર્ટ અનુસાર જથ્થાબંધ મોઘવારીને લઈને એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. આંકડાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું હતું કે, જથ્થાબંધ ફુગાવાના સૂચકાંક પર આધારિત મોંઘવારીમાં ગત મહિને 2.13 ટકા હતી જે ગત વર્ષે 2.25 ટકા રહી હતી. ઉદ્યોગ મંત્રાલયે આપેલા એક નિવેદન પ્રમાણે માર્ચ 2026માં મોંઘવારી દર વધવા પાછળનું મુખ્યકારણ ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસ, અન્ય ઉત્પાદનોમાં વપરાતો કાચોમાલ, પુરક વસ્તુઓ અને ખાદ્ય પદાર્થના ભાવ થયેલો ભાવ વધારો છે.
ક્રૂડ ઓઈલની કિંમત વધી
ડેટા અનુસાર ઈંધણ અને વીજળીના સેક્ટરમાં મોંઘવારી ફેબ્રુઆરીમાં 3.78 ટકાથી ઘટીને 1.05 ટકા સુધી પહોંચી હતી. આ એક મોટો ઘટાડો હતો.પેટ્રોલમાં મોંઘવારી ગત મહિનામાં 1.29 ટકાના ઘટાડા સાથે માર્ચ મહિનામાં વધીને 51.57 ટકા સુધી પહોંચી હતી. ઉદ્યોગોમાં તૈયાર થતા ઉત્પાદનોમાં મોંઘવારી ફેબ્રુઆરીમાં 2.92 ટકાથી વધીને 3.39 ટકા સુધી રહી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, તેમ છતાં સરકારી તેલ કંપનીઓએ સામાન્ય જનતા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
કંપનીઓને મોટી નુકસાની
આ રાહત પાછળ તેલ કંપનીઓ મોટું નુકસાન વેઠી રહી છે.કાચા માલની વધતી કિંમતોને કારણે કંપનીઓને હવે એક લિટર પેટ્રોલ પર 18 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ડીઝલની સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં પ્રતિ લિટર નુકસાન વધીને 35 રૂપિયા સુધી પહોંચી ગયું છે. તા.26 માર્ચના રોજ સરકારે પેટ્રોલ અને ડીઝલ બંને પરની એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદ શુલ્ક) માં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ કપાતનો મુખ્ય હેતુ એ છે કે તેલ કંપનીઓ કાચા તેલની વધેલી કિંમતોનો સીધો બોજ સામાન્ય જનતા ન નાખે એ રહ્યો છે.
તેલના ભાવે બગાડ્યું બજેટ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક સપ્લાય ચેઈનમાં અવરોધોને કારણે કાચા તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. માત્ર એક મહિનાના ટૂંકા ગાળામાં કાચું તેલ પ્રતિ બેરલ 70 ડોલરથી વધીને આશરે 122 ડોલર સુધી પહોંચી ગયું હતું.કાચા તેલના ભાવ 70 ડોલરથી સીધા 122 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે. ગયા મહિને (ફેબ્રુઆરીમાં) મોંઘવારી દર 3.21 ટકા હતો, જે હવે વધીને 3.4 ટકા થયો છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ અમુક ચોક્કસ ખાદ્ય પદાર્થોની કિંમતોમાં થયેલો વધારો હોવાનું માનવામાં આવે છે.