Tue Apr 28 2026

Logo

ગોધરા નગરપાલિકામાં  પ્રથમ વાર ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવી

2 hours ago
Author: Chandrakant Kanoja
Article Image

ગોધરા: ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોએ અનેક નવા સમીકરણો ઉમેર્યા છે. જેમાં ગોધરા નગરપાલિકામાં  પ્રથમ વાર ભાજપે પૂર્ણ સત્તા મેળવી છે. ભાજપે આ વખતે સ્પષ્ટ બહુમતી મેળવીને વિપક્ષને હાર આપી છે. ગોધરા નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે જંગ જામ્યો હતો. જેમાં ભાજપે માત્ર 7 વોર્ડ પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં ભાજપનો 27 બેઠક પર વિજય થયો હતો. જ્યારે 17 બેઠક પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. 

કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નહિ 

ગોધરામાં મહત્વની બાબત એ છે કે,કોંગ્રેસનું ખાતું ખૂલ્યું નથી. તેમજ વિકાસના મુદ્દા અને મજબૂત વ્યૂહ રચનાને  કારણે ભાજપ પ્રથમ વાર આ પાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સંભાળશે.

ગોધરામાં હિંદુ મહિલાએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જીત મેળવી

ગોધરા શહેરમાં પ્રથમ વાર હિંદુ મહિલાએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જીત મેળવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગોધરાનો વોર્ડ નંબર 7 સંપૂર્ણ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે. જેમાં એક પણ હિંદુ  મતદાર નથી. તેમ છતાં અપેક્ષા સોની નામની હિંદુ મહિલાએ આ વિસ્તાર જીત મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. 

25,000 થી વધુ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિવારે 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84  નગરપાલિકાઓ, 34  જિલ્લા પંચાયતો અને 260  તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું અને આજે ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરમાં આશરે 10,000  બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. તેમજ  25,000 થી વધુ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો છે.