Tue Apr 28 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 27 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

1 day ago
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

22 hours ago

ચંદ્રાકાંતા ફેમ પીઢ અભિનેતા ભરત કપૂરનું  નિધન, મુંબઈમાં થયા અંતિમ સંસ્કાર

ચંદ્રાકાંતા ફેમ પીઢ અભિનેતા ભરત કપૂરનું લાંબી બીમારી બાદ 80 વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનની અભિનેતા અવતાર ગિલે પૃષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે ભરત કપૂર છેલ્લા ત્રણ દિવસથી બીમાર હતા.આ પૂર્વે  તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ હું તેમના અંતિમ સંસ્કાર બાદ પરત ફર્યો છું.

23 hours ago

દક્ષિણ સુદાનમાં પ્લેન ક્રેશ, 14 લોકોના મોત

ઉત્તરપૂર્વ આફ્રિકાના દેશ સુદાનમાં પ્લેન ક્રેશની ઘટના ઘટી છે. જેમાં દક્ષિણ સુદાનની રાજધાનીમાં એક સેસ્ના પ્લેન ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 13 લોકો અને પાયલોટના મૃત્યુ થયા છે.

23 hours ago

સુયશ શર્માએ કુલદીપને બોલ્ડ કર્યો

16મી ઓવરમાં કુલદીપ યાદવને સુયશ શર્માએ બોલ્ડ કરીને દિલ્હી કેપિટલ્સની નવમી વિકેટ ખેરવી. 71 રનના સામાન્ય સ્કોરે દિલ્હીએ નવમી વિકેટ ગુમાવી છે. કુલદીપ યાદવ 11 બોલમાં ત્રણ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે સૌથી વધુ રન બનાવનાર અભિષેક પોરેલ એક છેડે અડીખમ.

23 hours ago

કુણાલ પંડ્યાને મળી સફળતા

દિલ્હીની પહેલી ઓવરથી વિકેટ પડવાનો ક્રમે જળવાઈ રહ્યો છે, જેમાં કુણાલ પંડ્યાને પહેલી જ ઓવરમાં કાઈલ જેમિસનની વિકેટ ઝડપવામાં સફળતા મળી. 13મી ઓવરમાં 62 રનના સ્કોરે દિલ્હીને આઠમી વિકેટનો ઝટકો. કાઈલ જેમિસનના 13 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો, જેમાં ડેવિડ મિલર પછી સૌથી વધુ રન બનાવ્યા હતા.

23 hours ago

મિલર આઉટ થતા દિલ્હીની આશા પર પાણી ફરી વળ્યું

નવમી ઓવરમાં આરસીબીના રસિખ સલામે ડેવિડ મિલરની વિકેટ ઝડપીને દિલ્હીની સન્માનીય સ્કોર બનાવે એની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. રસિખ સલામે  જિતેશ શર્માએ વધુ એક કેચ ઝડપીને બેક ઓફ લેન્થમાં કેચ આઉટ કર્યો હતો. દિલ્હીએ 10 ઓવરમાં સાત વિકેટે 46 રન બનાવ્યા, જ્યારે જિતેશ શર્માએ ચાર કેચઆઉટ કર્યાં.

1 day ago

પશ્ચિમ બંગાળમાં પ્રચાર પડઘમ શાંત, 29 એપ્રિલના રોજ અંતિમ તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે  પ્રચાર પડઘમ શાંત થયા છે. જેની માટે ભાજપ તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આ  વખતે રાજ્યમાં મમતા બેનર્જીની ટીએમસી અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે.

1 day ago

ચાર ઓવરમાં અડધી ટીમ પેવેલિયનમાં

રોયલ ચેલેન્જર્સે પહેલી ચાર ઓવરમાં અડધી ટીમ પેવેયિલન ભેગી થઈ ગઈ, જેમાં બંને બોલરે બે-બે ઓવરમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને આ વખતની આઈપીએલમાં રેકોર્ડ બનાવ્યો હોવાનું લાગી રહ્યું છે. ચોથી ઓવરમાં જોશ હેઝલવુડે નિતિશ રાણાની વિકેટ ઝડપી, જ્યારે ટીમવતી સૌથી વધુ રન સ્ટબ્સ (પાંચ રન) બનાવ્યા હતા.

1 day ago

ભુવનેશ્વર કુમારનો સપાટોઃ 2 ઓવરમાં 3 વિકેટ

પહેલી બે ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવનાર દિલ્હી કેપિટલ્સે ત્રીજી ઓવરમાં બીજી બે વિકેટ ગુમાવતા દબાણમાં આવ્યું, પરંતુ ભુવનેશ્વર કુમારે ટ્રિસ્ટન સ્ટબ્સની વિકેટ લીધા પછી કેપ્ટન અક્ષર પટેલને પણ વિકેટ કિપર જિતેશ કુમારને વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ લઈને દિલ્હીના નાકમાં દમ લાવી દીધો.  આઠ રનના સ્કોરે દિલ્હીએ પાંચ વિકેટ ગુમાવી.

1 day ago

IPL: 2 ઓવરમાં દિલ્હીની ત્રણ વિકેટ

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ (RCB) પહેલી ઓવરથી અક્ષર પટેલની ટીમ પર દબાણમાં લાવવામાં સફળ. પહેલી ઓવરમાં નવોદિત સાહિલ પરખને ભુવનેશ્વર કુમારે બોલ્ડ કર્યો, જ્યારે બીજી ઓવરમાં કેએલ રાહુલ (1) અને સમીર રિઝવી (1)ની વિકેટ જોશ હેઝલવુડે ખેરવતા ત્રણ વિકેટે સાત રનનો સ્કોર. આ અગાઉ કેએલ રાહુલે રેકોર્ડ બ્રેક ઈનિંગ રમ્યો હતો.

1 day ago

રશિયાના રાષ્ટ્રપતિ  પુતિને ઇરાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું, કહ્યું મદદ કરીશું

મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ યથાવત છે. તેવા સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના નાયબ વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન પુતિને ઈરાનના ટોચના નેતૃત્વને ખાસ સંદેશ પણ આપ્યો અને તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી હતી.તેમજ કહ્યું કે અમે તમામ મદદ કરીશું  જેમા ઈરાનના હિતમાં હશે.

1 day ago

IPL: આરસીબીએ ટોસ જીતીને બોલિંગ લીધી

દિલ્હી અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની આજની હાઈ વોલ્ટેજ મેચમાં આરસીબીએ ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો, જ્યારે બેટિંગમાં દિલ્હી આવશે. આરસીબીમાં કોઈ ફેરફાર કર્યો નથી, દિલ્હી કેપિટલ્સમાં લુંગી એંગિડી, મુકેશ કુમાર અને પથુમ નિસંકાને બદલે સાહિલ પરખ, કાઈલ જેમિસન અને દુષ્મંથા ચમીરા રમશે.

1 day ago

પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને પત્ર લખ્યો, કહ્યું હવે ભરોસો જોઇએ, ભાજપ જોઇએ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે  પ્રચાર પડઘમ શાંત થયા છે. આ પૂર્વે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, બંગાળનો દરેક નાગરિક અને પરિવાર પરિવર્તનના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ભય બહુ થયો છે હવે ભરોસો જોઇએ, હવે ભાજપ જોઇએ

1 day ago

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મિસાઈલ એટેક

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મિસાઈલથી હુમલો કર્યો છે, જેમાં ત્રણ લોકો માર્યા ગયા, જ્યારે 45 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હુમલાખોરોએ કુનાર યુનિવર્સિટીની હોસ્ટેલને નિશાન બનાવ્યું હતું.

1 day ago

પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને પત્ર લખ્યો, કહ્યું હવે ભરોસો જોઇએ, ભાજપ જોઇએ

પશ્ચિમ બંગાળમાં બીજા અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી માટે  પ્રચાર પડઘમ શાંત થયા છે. આ પૂર્વે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના લોકોને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, બંગાળનો દરેક નાગરિક અને પરિવાર પરિવર્તનના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે. ભય બહુ થયો છે હવે ભરોસો જોઇએ, હવે ભાજપ જોઇએ

1 day ago

અશોક ગેહલોતનું સચિન પાયલોટ મુદ્દે મોટું નિવેદન, કહ્યું તેમના બંને પગ કોંગ્રેસમાં

રાજસ્થાનમાં કોંગ્રેસના બે નેતાઓ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે શાબ્દિક યુદ્ધ હજુ શાંત નથી થયું. જેમાં અશોક ગેહલોતે  સચિન પાયલોટ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે સચિન પાયલોટના બંને પગ હવે કોંગ્રેસમાં છે. તેઓ સંપૂર્ણપણે કોંગ્રેસ સાથે જોડાયેલા છે.

1 day ago

મરાઠી શીખવા 6 મહિનાનો સમય આપવાની માગ

મહારાષ્ટ્ર સરકારે પહેલી મેથી મુંબઈમાં ઓટો-રિક્ષા અને ટેક્સીચાલકો માટે મરાઠી બોલવાનો નિર્ણય ફરજિયાત બનાવ્યો હતો, પરંતુ આ મુદ્દે આજે સરકારે સંગઠનો સાથે મહત્ત્વની બેઠક યોજવામાં આવી, જેમાં સરકારના આકરા નિર્ણયથી ડ્રાઈવરોની રોજગારી પર અસર થાય નહીં એના માટે છ મહિનાનો સમય આપવાની માગણી કરવામાં આવી.

1 day ago

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપારને વેગ મળશે, એફટીએ પર હસ્તાક્ષર

ભારત અને ન્યુઝીલેન્ડે આજે મુકત વેપાર કરાર( FTA)પર હસ્તાક્ષર કર્યા છે. જેનો હેતુ બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે.ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેકક્લેની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

1 day ago

ભારત અને ચીન સહિત વિશ્વના 20 દેશોએ સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધે વિશ્વના અનેક દેશોની ચિંતા વધારી છે. તેમજ અનેક દેશોએ સંભવિત યુદ્ધના પગલે સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે. જેમાં ભારત, પાકિસ્તાન, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે.

1 day ago

સુરતમાં ધોળા દિવસે લૂંટની ઘટનાથી ચકચાર

સુરતમાં ધોળા દિવસે લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. વરાછામાં SBIની શાખામાં ૪ હથિયારધારી લૂંટારુઓએ કર્મચારીઓને બંધક બનાવીને રૂ.50 લાખની લૂંટ ચલાવી હોવાની વિગતો મળી હતી. ધટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

1 day ago

લદ્દાખમાં પાંચ નવા જિલ્લાની જાહેરાત

લદ્દાખમાં લેફ્ટનન્ટ ગવર્નરે પાંચ નવા જિલ્લાના ગઠન માટેના નોટિફિકેશનની મંજૂરી આપી છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરીને પાંચ નવા જિલ્લાની જાહેરાત કરી છે, જેમાં નુબ્રા, સાંજ, ચાંગથાંગ, ઝન્સકાર અને દ્રાસનો સમાવેશ થાય છે.

1 day ago

ફૂડ પોઈઝનિંગથી મુંબઈમાં 4 મોત

મુંબઈમાં ફૂડ પોઈઝનિંગને કારણે એક જ પરિવારના ચાર લોકોનાં મૃત્યુ થયા છે. બિરયાની ખાધા પછી કલિંગર ખાધુ હતું. જોકે, સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.  આ બનાવ પછી પોસ્ટ મોર્ટમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું.

1 day ago

એનડીએનું રાજ્યસભામાં કદ વધ્યું

આમ આદમી પાર્ટી (આપ)માંથી રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદે સત્તાવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું સભ્યપદ લીધું. રાજ્યસભામાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)ની સંખ્યા વધીને 148 પહોંચી.

1 day ago

હીટવેવ અંગે સરકારે જારી કરી એડવાઈઝરી

દેશમાં વધતી ગરમી અને હીટવેવના વધતા જોખમને કારણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લોકોને ગરમી-હીટ સ્ટ્રોકથી બચવા માટે એડવાઈઝરી જારી. લોકોને પર્યાપ્ત માત્રામાં પાણી પીવાની અપીલ કરી.

1 day ago

સભાપતિએ 7 સાંસદોના ભાજપમાં વિલીનીકરણને મંજૂરી આપી

નવી દિલ્હીઃ રાઘવ ચઢ્ઢા સહિત 'આમ આદમી પાર્ટી'ના 7 સાંસદો સભાપતિ દ્વારા ભાજપમાં સામેલ થવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. સભાપતિની મંજૂરી બાદ રાઘવ ચઢ્ઢા સહિત 'આમ આદમી પાર્ટી'ના 7 સાંસદો હવે સત્તાવાર રીતે ભાજપના થઈ ગયા છે. એટલે હવે રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 113 થઈ છે.

1 day ago

ચૂંટણી પરિણામો પહેલાં AAPમાં ભૂકંપ: ખેડૂત નેતા સાગર રબારીનું રાજીનામું


ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતગણતરીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જાણીતા ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે. સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેમણે આ જાણકારી આપી છે.

1 day ago

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે લાગી આગ

અમદાવાદઃ અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પાસે એક કોમ્પ્લેક્ષમાં આગ લાગી છે. ગ્રાઉન્ડથી આગ લાગતા પહેલા ફ્લોરથી બીજા ફ્લોર વાળા કામ કરતા લોકો ફસાઈ ગયાં છે. ફસાયેલા લોકોનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છેઅનેક વાહનોમાં . આગની ચપેટમાં આવતા બળીન બળીને ખાખ થયા.. કેટલાક વાહનોમાં બ્લાસ્ટ થયો હોવાનુ પણ જાણવા મળ્યું છે. હજી જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.

1 day ago

મની લોન્ડ્રિંગ કેસમાં પંજાબના પૂર્વ DIG હરચરણ સિંહ ભુલ્લરના 11 સ્થળો પર EDના દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પંજાબના પૂર્વ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) હરચરણ સિંહ ભુલ્લર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.  EDની ટીમોએ પંજાબમાં ભુલ્લર સાથે સંકળાયેલા કુલ 11 વિવિધ સ્થળો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ચંદીગઢ અને પંજાબના અન્ય શહેરોનો સમાવેશ થાય છે. હરચરણ સિંહ ભુલ્લર પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યા છે. તેમના પર સરકારી પદનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે સંપત્તિ ભેગી કરવાનો અને નાણાકીય વ્યવહારોમાં હેરાફેરી કરવાનો આરોપ છે. આ કાર્યવાહીથી પંજાબના પોલીસ અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

1 day ago

મધ્યસ્થી તરીકે પાકિસ્તાન પર ઈરાનને ભરોસો નથી

ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર ઈરાને સવાલો ઉભા કર્યા છે. ઈરાનના સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ પાકિસ્તાનની મધ્યસ્થીની ભૂમિકા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, પાકિસ્તાન આપણું સારું પાડોશી હોઈ શકે છે, પરંતુ અમેરિકા સાથેના તેના સંબંધોને જોતા મધ્યસ્થી તરીકે તેની નિષ્પક્ષતા પર શંકા જાય છે.

1 day ago

ઈરાને શરતો સાથે હોર્મુઝ ખાડી ખોલવાનો આપ્યો પ્રસ્તાવ

ઈરાન-અમેરિકા વચ્ચે સીઝફાયર લંબાયું હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.  આ દરમિયાન ઈરાને શરતો સાથે હોર્મુઝ ખાડી ખોલવાનો પ્રસ્તાવ આપ્યો છે. અમેરિકાએ હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.